CTM એક્સપ્રેસ વે પર મોટી હોનારત સર્જાતા પહેલા તંત્ર સતર્ક બન્યું
અમદાવાદને વડોદરા સાથે જોડતા અને સતત વાહનોથી ધમધમતા CTM એક્સપ્રેસ વેના પ્રારંભિક પોઈન્ટ પર એક મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ છે. એક્સપ્રેસ વેના એન્ટ્રી ગેટ પર વાહનચાલકોના સ્વાગત માટે લગાવવામાં આવેલા વિશાળ વેલકમ ટુ અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ વે સાઈન બોર્ડને ટકાવી રાખતી લોખંડની મજબૂત પાઈપો અચાનક તૂટી ગઈ હતી. જો કે, સમય રહેતા તંત્રની નજર આ ખામી પર પડી જતા તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરી નવું બેનર લગાવી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે એક્સપ્રેસ વેના મુખ્ય લોખંડના માળખા સાથે જોડાયેલી સપોર્ટિવ પાઈપ વચ્ચેથી તૂટીને અલગ થઈ ગઈ હતી.આ વિશાળ સાઈન બોર્ડ ભારે વજન ધરાવતું હોવાથી જો આ પાઈપ સંપૂર્ણપણે નમી પડી હોત, તો આખું બોર્ડ નીચે ધસી પડયું હોત. આ હાઈવે પર ચોવીસ કલાક હજારો નાની-મોટી ગાડીઓ પૂરપાટ ઝડપે દોડતી હોય છે, તેવામાં જો આ બોર્ડ ચાલુ ટ્રાફ્કિમાં નીચે પડયું હોત તો અનેક વાહનો કચડાઈ ગયા હોત અને મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી આશંકા હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward