શામળાજીના મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડાતા ખેડૂતોને રાહત
અરવલ્લીના શામળાજીના મેશ્વો જળાશયમાંથી મેશ્વો નદીમાં પાણી છોડાતાં નદી કાંઠાના બોર-કુવાઓમાં પાણીના જળસ્તર ઉંચા આવશે જેથી ખેડૂતોનો પાણીનો પ્રશ્નહલ થશે તેમ જાણવા મળેલ છે.શામળાજી તાલુકાના મેશ્વો નદી કાંઠા વિસ્તારના ખેરંચા, ભવાનપુર, શામળપુર, ખારી, વજાપુર, દાંતીયા, સોડપુર, અસાલ, વાંદિયોલ તેમજ ગડાદર સહિતના ગામોના ખેડૂતો દ્વારા મેશ્વો નદી કોરી ધાકોર બની જતાં બોર-કુવાઓમાં પાણીનું સ્તર ઘટી જતાં ઘાસચારાને પિયતની તેમજ પશુઓને પીવાના પાણીની મુશ્કેલી સર્જાવા લાગતાં મેશ્વો જળાશયમાંથી મેશ્વો નદીમાં પાણી છોડવાની માંગણી ઉઠી હતી અને સિંચાઈ વિભાગે પાણી છોડવા બાબતે રજુઆત કરાઈ હતી. જેથી નદી કાંઠાના ખેડૂતોની માંગણીને સિંચાઈ વિભાગ દ્વારા સંતોષીને શામળાજીના મેશ્વો જળાશયમાંથી આજરોજ મેશ્વો નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જે 30 દિવસ સુધી રોજનું 45 ક્યુસેક પાણી છોડવામાં આવશે તેમ જાણવા મળેલ છે. મેશ્વો નદીમાં પાણી છોડવામાં આવતાં ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો હોવાનું જાણવા મળેલ છે. કાળઝાડ ગરમીમાં પશું-પંખીઓને પીવા માટે પાણી મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward