android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
સાવરકુંડલા : ભાભીએ આંખમાં મરચાની ભૂકી છાંટી, ભાઈએ કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી
calendar_today May 20, 2026

સાવરકુંડલા : ભાભીએ આંખમાં મરચાની ભૂકી છાંટી, ભાઈએ કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી

સાવરકુંડલાના હાથસણી રોડ પર ડોળી તળાવ પાસે થયેલા જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા રાજુલાના યુવાનનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં હત્યાનો ગુનો નોંધાયો છે. કૌટુંબિક અદાવતમાં ભાભીએ આંખમાં મરચાની ભૂકી છાંટી બાદ ભાઈ સહિતના શખ્સોએ કુહાડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરી હત્યા કર્યાનો આરોપ મૂકાયો છે.આ ઘટનામાં મૃતક હર્ષદભાઇ વિપુલભાઇ પરમાર (ઉ.વ.28), રહે. બાબરીયાધાર વાવેરા રોડ, તા. રાજુલા, 15 મેના રોજ પોતાની પત્નિને તેડવા માટે સાવરકુંડલા સસરાના ઘરે આવ્યા હતા. ત્યારબાદ તેઓ પોતાના ફ્ઈના દીકરા જગદીશભાઇ સુખાભાઇ પરમારના ઘરે ગયા હતા. ત્યાં પૈસાની માંગણી મુદ્દે બોલાચાલી સર્જાઈ હતી. હર્ષદભાઇએ પૈસા આપવાની ના પાડતાં દયાબેન જગદીશભાઇ પરમારે તેમની આંખમાં મરચાની ભૂકી છાંટી હતી. આ દરમિયાન જગદીશભાઇએ લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો. હર્ષદભાઇ બચવા માટે ભાગતા હતા ત્યારે એક અજાણ્યા શખ્સે કુહાડીનો ઘા ઝીંક્યો હતો. બાદમાં આરોપીઓએ પીછો કરી બજાર વિસ્તારમાં પણ હુમલો ચાલુ રાખ્યો હતો.આરોપીઓએ લોખંડની પાઇપ અને કુહાડી વડે બંને પગ અને હાથના ભાગે આડેધડ મારમારી ગંભીર ઇજા પહોંચાડી હતી. હુમલામાં બંને પગ અને હાથમાં ફ્રેક્ચર તેમજ શરીરે 13 ટાંકા આવ્યા હતા.ગંભીર હાલતમાં હર્ષદભાઇને પ્રથમ સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
એક બાજું અસલી ધરોહર બન્યું ગંદકી અને પાર્કિંગનું ઘર, બીજી બાજુ ચાર રસ્તા પર લાખોના ખર્ચે એજ ધરોહરની રેપ્લિકા બનાવી નામ આપી દીધું 'હેરિટેજ
calendar_today May 20, 2026

એક બાજું અસલી ધરોહર બન્યું ગંદકી અને પાર્કિંગનું ઘર, બીજી બાજુ ચાર રસ્તા પર લાખોના ખર્ચે એજ ધરોહરની રેપ્લિકા બનાવી નામ આપી દીધું 'હેરિટેજ

વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદ શહેરમાં તંત્રની કામગીરી અને જમીન પરની હકિકત વચ્ચે કેટલું મોટું અંતર છે તેનું જીવંત ઉદાહરણ હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. એક તરફ્ ઐતિહાસિક ધરોહર સમાન અસલી દરિયાપુર દરવાજાને ગંદકી અને ગેરકાયદે પાર્કિંના દૂષણ વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ બની ગયું છે. જેમાં એક તરફ દરિયાપુર દરવાજાની આસપાસ લારી-ગલ્લાં અને ગેરકાયદે દબાણો અને વાહનોના ખડકલાએ ઐતિહાસિક ઈમારતને ઘેરી લીધી છે. તો બીજી તરફ્ તેનાથી થોડે જ દૂર ઇદગાહ સર્કલ પર તંત્ર દ્વારા લાખોના ખર્ચે એ જ દરવાજાનું આબેહૂબ સ્કલ્પચર ઊભું કરીને હેરિટેજ સિટીનો તંત્ર દ્વારા દેખાડો કરવામાં આવી રહ્યો છે. આ બે વિરોધાભાસી તસવીર અમ્યુકો પ્રશાસનની કામગીરી અને હેરિટેજ પ્રત્યેની તેમની નકલી સંવેદનાની ચાડી ખાઈ રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
વારંવાર ચૂંટણીથી ગુજરાતના ઉત્પાદનને વિપરીત અસર થઈ રહી છેઃ ભૂપેન્દ્ર પટેલ
calendar_today May 20, 2026

વારંવાર ચૂંટણીથી ગુજરાતના ઉત્પાદનને વિપરીત અસર થઈ રહી છેઃ ભૂપેન્દ્ર પટેલ

એક દેશ એક ચૂંટણી માટે બંધારણિય સુધારાની શક્યતાઓ ચકાસવા કાર્યરત સંસદની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી-JPC સમક્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનો મત રજૂ કર્યો હતો. બીજા દિવસે રાજકીય પક્ષોના આગેવાનો સાથે JPC નસભ્યોએ સંવાદ-વિમર્શ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ''ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં વારંવાર ચૂંટણીઓથી ઉત્પાદન પર વિપરિત અસર થાય છે'' તેમ કહીને લોકસભા- વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ યોજવા ભાર મુક્યો હતો.અહીના ગિફ્ટ સિટીમાં JPCએ બીજા દિવસે વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાય્બ મુખ્યમંત્રી અને ધારાસભ્યોની સાથે બેઠક યોજીને વન નેશન વન ઈલેક્શનની શક્યતાઓ અંગેના વિચારો એકત્ર કર્યા હતા. સમિતી ત્રીજા દિવસે ગુરૂવારે સંઘ પ્રદેશ દિવ દમણના જનપ્રતિનિધીઓ તેમજ ગુજરાત સ્થિત ન્યાયતંત્ર, પત્રકારત્વક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે JPCની સમક્ષ એક દેશ એક ચૂંટણી સંદર્ભે કહ્યુ કે, ગુજરાત જેવા રાજ્યમાં દેશભરમાંથી લાખો શ્રામિકો કામ કરે છે. વારંવાર થતી ચૂંટણીઓને કારણે આ શ્રામિકોના મોટાવર્ગને પોતાના રાજ્યોમાં મત આપવા વતનમાં જવુ પડે છે. જેના કારણે ગુજરાત રાજ્યના ઉત્પાદન ઉપર પણ વિપરીત અસર પડે છે. વિવિધ મુદ્દાઓની છણાવટ કરતા તેમણે કહ્યુ કે, ચૂંટણી પ્રક્રિયામાં પોયાપાયે લોજિસ્ટિક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન પાવરની જરૂર પડે છે. આ કારણે મોટાભાગનું સરકારી તંત્ર ચૂંટણીના કામોમાં જ વ્યસ્ત રહે છે. તે ઉપરાંત તેની પાછળ થતો ખર્ચો રાજ્ય સરકારને ભોગવવો પડે છે. આથી, આ બંધારણીય સુધારો રાષ્ટ્રીહિતનો છે. જે ભારતની જીવંત લોકશાહીમાં નાગરીકોની ભાગીદારી વધારીને તમને ચૂંટણી પ્રક્રિયામાં વધુ ઉત્સાહ તરફ લઈ જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં અનેક બંધારણિય સુધારાથી દેશમાં વહિવટીય એકરૂપતા આવ્યાનું પણ મુખ્યમંત્રીએ કહ્યુ હતુ. દેશમાં સ્વતંત્રતા બાદ સતત 15 વર્ષ સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે જ થઈ છે. પરંતુ, રાજકીય અસ્થિરતાને કારણે આ વ્યવસ્થા તુટી છે એટલે ફરીથી તેને પુનઃस्थापित કરવા સુધારાની તાતી જરૂરીયાત હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward