android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
SG હાઈવે પર પે એન્ડ પાર્કિંગ પાસે ચાની કીટલીની આગમાં 9 વાહનો બળીને ખાખ
calendar_today May 20, 2026

SG હાઈવે પર પે એન્ડ પાર્કિંગ પાસે ચાની કીટલીની આગમાં 9 વાહનો બળીને ખાખ

એસ.જી. હાઈવે પર ઈસ્કોન સર્કલ નજીક વાઈડ એન્ગલ સામે AMCના પે એન્ડ પાર્કિંગમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ભયાનક આગ લાગી હતી. પાર્કિંગમાં આવેલી અપંગ માનવ મંડળની ચાની કીટલીના કેબિનમાં એલપીજી ગેસ લીકેજ થવાના કારણે આ બ્લાસ્ટ થયો હતો.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસ લોક કરીને પાર્ક કરેલા 4 એક્ટિવા અને 5 બાઇક સહિત કુલ 9 દ્વિચક્રી વાહનો તેની ઝપેટમાં આવતા બળીને ખાખ થઈ ગયા હતા. ફયર બ્રિગેડે બનાવ સ્થળે પહોચી આગ બુઝાવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ડેટિંગ એપ પર પતિ શોધતી યુવતી ખાખીને જોઈ અંજાઈ ગઈ, સાઈબર ક્રાઈમનો PSI ઠગ નીકળ્યો
calendar_today May 20, 2026

ડેટિંગ એપ પર પતિ શોધતી યુવતી ખાખીને જોઈ અંજાઈ ગઈ, સાઈબર ક્રાઈમનો PSI ઠગ નીકળ્યો

શહેરના મીઠાખળી વિસ્તારમાં રહેતી એક યુવતીને ડેટિંગ એપ પર યુવકે પોતે સાયબર ક્રાઇમ્માં પીએસઆઇ હોવાની ખોટી ઓળખ આપી હતી. પોલીસ યુનિફેર્મવાળો ફેટો મોકલી, લગ્નની લાલચ આપી યુવકે યુવતી પાસેથી 80 હજાર રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં યુવતીને જાણ થઇ કે આ યુવક કોઇ પોલીસ અધિકારી નથી, બલ્કે ઠગ છે. આ અંગે યુવતીએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં શખ્સ વિરૂદ્ધ છેતરપિંડીની ફ્રીયાદ નોંધાવી છે. મીઠાખળી વિસ્તારમાં 35 વર્ષીય યુવતી તેની બહેનપણી સાથે ભાડે ફ્લેટ રાખીને રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ યુવતી લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધવા ડેટિંગ એપનો ઉપયોગ કરતી હતી. ગત 11 મે 2026ના રોજ રોકી પંચાલ નામના યુવક સાથે ડેટિંગ એપના માધ્યમથી તેનો સંપર્ક થયો હતો. રોકીએ પોતાની પ્રોફઇલમાં પીએસઆઇનો યુનિફેર્મ પહેરેલો ફેટો મૂક્યો હતો. ત્યારબાદ તેણે ઈન્સ્ટાગ્રામ મારફ્તે યુવતીનો સંપર્ક કરી વાતચીત શરૂ કરી હતી. રોકીએ પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં પણ ક્રાઇમ બ્રાન્ચ સાયબર સિક્યુરિટી ઓફ્સિર લખેલું હતું. રોકી અને યુવતી અવારનવાર વીડિયો તેમજ નોર્મલ કોલથી વાતચીત કરતા હતા, જેમાં રોકી પોતે પીએસઆઇ હોવાનો દાવો કરીને લગ્ન કરવાની વાતો કરતો હતો. ગત 16 મેના રોજ રોકી યુવતીને તેના ઘરે મળવા ગયો હતો. ત્યાં તેણે સેટેલાઇટમાં મકાનનું કામ ચાલતું હોવાથી પોતે આર્થિક મુશ્કેલીમાં હોવાનું બહાનું કાઢીને યુવતી પાસેથી ગુગલ પે મારફ્તે 80 હજાર પડાવી લીધા હતા. આ પછી રોકીએ યુવતીને વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી એક હોટેલમાં મળવા બોલાવીને કહ્યું કે, મારે મોબાઇલ હપ્તેથી લેવો છે, તેથી તારું [Aadhaar Redacted], પાનકાર્ડ આપ અને બીજા 60 હજાર રૂપિયા પણ આપ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated:  વાવ-થરાદ રોડ પરથી 2 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, 3 શખ્સોની ધરપકડ
calendar_today May 20, 2026

Gujarat Latest News Updated: વાવ-થરાદ રોડ પરથી 2 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું, 3 શખ્સોની ધરપકડ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward