android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharadમાં 2 લાખના મેફેડ્રોન સાથે કોર્પોરેટર સહિત ત્રણ ઝડપાયા
calendar_today May 20, 2026

Tharadમાં 2 લાખના મેફેડ્રોન સાથે કોર્પોરેટર સહિત ત્રણ ઝડપાયા

વાવ થરાદ જિલ્લામાં નશાના કારોબાર સામે લાલ આંખ કરનારી એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે. વાવ-થરાદ હાઈવે પંથકમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે લાખો રૂપિયાની કિંમતનું કીમતી મેફેડ્રોન (MD) ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ડ્રગ્સ રેકેટના તાર સ્થાનિક રાજકારણ સાથે જોડાયા છે અને થરાદ નગરપાલિકાના એક સિટિંગ કોર્પોરેટરની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે.વાહન ચેકિંગ દરમિયાન ફૂટ્યો ભાંડો, 66 ગ્રામથી વધુ ડ્રગ્સ જપ્ત ઘટનાની મળતી વિગતો અનુસાર, વાવ-થરાદ એસઓજીની ટીમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નશાખોરી ડામવા માટે સઘન વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ કારને રોકીને તલાશી લેવામાં આવતા તેમાંથી 66.750 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આશરે રૂપિયા 2 લાખની કિંમતનું ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેટર સહિત આ 3 આરોપીઓની થઈ ધરપકડ પોલીસે ઘટના સ્થળેથી ડ્રગ્સની હેરાફેરી અને લેતીદેતીમાં સંડોવાયેલા 3 મુખ્ય શખ્સોને દબોચી લીધા છે, જેમાં મોટા ગજાના નામો ખુલ્યા છે. સુરેશ ત્રિવેદી (કાર ચાલક): જેઓ થરાદ નગરપાલિકાના કોર્પોરેટર હોવાનું સામે આવ્યું છે. બાબુ પઢીયાર (રહે. થરાદ): જેણે આ ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું છે. રાણારામ ચૌધરી (રહે. સાંચોર, રાજસ્થાન): જે રાજસ્થાન સરહદેથી આ ડ્રગ્સની ડિલિવરી આપવા માટે થરાદ આવ્યો હતો. કાર અને ડ્રગ્સ સહિત રૂ. 7.12 લાખનો મુદ્દામાલ કબ્જે પોલીસે આ સમગ્ર રેડ દરમિયાન 2 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ, ગુનામાં વપરાયેલી લક્ઝુરિયસ કાર અને આરોપીઓના મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 7.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આગળની કાર્યવાહી થરાદ નગરપાલિકાના કોર્પોરેટર ડ્રગ્સ સાથે ઝડપાતા સમગ્ર બનાસકાંઠાના રાજકારણમાં અને સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. એસઓજી પોલીસે આ ત્રણેય આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે થરાદ પોલીસ મથકે સોંપ્યા છે. થરાદ પોલીસે નાર્કોટિક્સ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધીને આ ડ્રગ્સ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, અને અગાઉ તેઓ કેટલા જથ્થાની હેરાફેરી કરી ચૂક્યા છે તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Banaskantha News: થરાદ પોલીસ સ્ટેશનમાં રેન્જ IGP પરીક્ષિતા રાઠોડનું સરપ્રાઈઝ ઈન્સ્પેક્શન

Read Full Story arrow_forward
Delhi : વડાપ્રધાન પર વિવાદિત નિવેદનનો મામલો, 21 મેએ ઈન્ડિયા ગેટ પર થશે વિરોધ પ્રદર્શન
calendar_today May 20, 2026

Delhi : વડાપ્રધાન પર વિવાદિત નિવેદનનો મામલો, 21 મેએ ઈન્ડિયા ગેટ પર થશે વિરોધ પ્રદર્શન

દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને થયેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે 21 મેના રોજ ઈન્ડિયા ગેટ ખાતે વિરોધ પ્રદર્શન યોજાવાનું હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ સાંજે 4 વાગ્યે યુવાનોના એક જૂથ દ્વારા આ પ્રદર્શન કરવામાં આવશે.રાજકીય અને સામાજિક વર્તુળોમાં પ્રતિક્રિયાઓ તેજ બની આ સમગ્ર વિવાદનું કારણ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન અંગે આપવામાં આવેલા નિવેદન હોવાનું કહેવાઈ રહ્યું છે. નિવેદન સામે રાજકીય અને સામાજિક વર્તુળોમાં પ્રતિક્રિયાઓ તેજ બની છે. કેટલાક સંગઠનો અને યુવા જૂથોએ નિવેદનને અયોગ્ય ગણાવી વિરોધ નોંધાવવાનો નિર્ણય લીધો છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ઈન્ડિયા ગેટ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. યુદ્ધનો સીધો પ્રભાવ રાજકીય ચર્ચાઓ પર રાજકીય નિરીક્ષકોનું માનવું છે કે લોકસભા ચૂંટણી બાદ દેશના રાજકીય વાતાવરણમાં આવા મુદ્દાઓ વધુ ગરમાઈ રહ્યા છે. વડાપ્રધાન અને વિપક્ષી નેતાઓ વચ્ચેના નિવેદન યુદ્ધનો સીધો પ્રભાવ રાજકીય ચર્ચાઓ પર જોવા મળી રહ્યો છે. હાલ સુધી રાહુલ ગાંધી અથવા કોંગ્રેસ તરફથી આ પ્રદર્શન અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. પરંતુ આગામી દિવસોમાં આ મુદ્દો વધુ રાજકીય રંગ લઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : PM મોદીને રોમમાં કૃષિ સંગઠને 'એગ્રીકોલા મેડલ'થી કર્યા સન્માનિત

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  PM મોદીને રોમમાં કૃષિ સંગઠને 'એગ્રીકોલા મેડલ'થી કર્યા સન્માનિત
calendar_today May 20, 2026

Gujarat Latest News Live : PM મોદીને રોમમાં કૃષિ સંગઠને 'એગ્રીકોલા મેડલ'થી કર્યા સન્માનિત

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward