android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: ભચાઉ તાલુકામાં આગ લાગવાની બે અલગ અલગ ઘટના
calendar_today May 20, 2026

Kutch News: ભચાઉ તાલુકામાં આગ લાગવાની બે અલગ અલગ ઘટના

ઉનાળાની કાળઝાળ ગરમીની સિઝન શરૂ થતાં જ રાજ્યભરમાં આગ લાગવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાંથી પણ આગ લાગવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. તાલુકાના બે જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક આગ ફાટી નીકળતાં સ્થાનિક લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.કંથકોટ અને વામકા ગામમાં લાગી આગ ઘટનાની મળતી માહિતી અનુસાર, આગ લાગવાનો પ્રથમ બનાવ ભચાઉના ઐતિહાસિક કંથકોટ ગામમાંથી સામે આવ્યો છે. અહીં આવેલા 'ભસવા વાડી' વિસ્તારમાં અચાનક જ કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી. જ્યારે આગ લાગવાનો બીજો બનાવ ભચાઉ નજીક આવેલા વામકા ગામ પાસે બન્યો હતો, જ્યાં રોડની બાજુમાં આવેલા ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પવનના કારણે ઝાડીઓમાં લાગેલી આગ ઝડપથી આગળ વધવા લાગી હતી. ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ કાબૂમાં બંને સ્થળોએ આગ લાગવાની જાણ સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ભચાઉ નગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ફાયર ફાઈટર સાથે બંને લોકેશન પર દોડી ગઈ હતી. ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો અને ભારે જહેમત બાદ બંને જગ્યાએ લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે મોટી જાનહાનિ ટળી વાડી વિસ્તાર અને ઝાડી-ઝાંખરામાં લાગેલી આ આગ વધુ પ્રસરે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની તત્પરતાને કારણે આ બંને અકસ્માતોમાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર નથી, જેને પગલે તંત્ર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. જોકે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પણ વાંચો - Kutch એક્સપ્રેસમાંથી રૂ.2.70 લાખની પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે બે આરોપીઓની ધરપકડ

Read Full Story arrow_forward
PM મોદીને રોમમાં કૃષિ સંગઠને 'એગ્રીકોલા મેડલ'થી કર્યા સન્માનિત
calendar_today May 20, 2026

PM મોદીને રોમમાં કૃષિ સંગઠને 'એગ્રીકોલા મેડલ'થી કર્યા સન્માનિત

સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ સંસ્થાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્ષ 2026 માટેના પોતાના સર્વોચ્ચ સન્માન ‘એગ્રીકોલા મેડલ’થી નવાજ્યા છે. આ સન્માન રોમ સ્થિત FAO મુખ્યાલયના ઐતિહાસિક પ્લેનરી હોલમાં યોજાયેલા સમારોહમાં FAOના મહાનિર્દેશક Qu Dongyu દ્વારા આપવામાં આવ્યું હતું. કોરોના બાદ 80 કરોડ લોકોને અનાજ પહોંચાડ્યું FAOએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીને આ સન્માન લોકોના કલ્યાણ, કૃષિ ઉત્પાદકતા વધારવા, ખાદ્ય સુરક્ષા મજબૂત બનાવવા અને ખેડૂતોના જીવનસ્તરમાં સુધારો લાવવા માટે કરવામાં આવેલા નોંધપાત્ર પ્રયાસો બદલ આપવામાં આવ્યું છે. FAO મહાનિર્દેશકે જણાવ્યું કે મોદીના નેતૃત્વ હેઠળ ભારતમાં કૃષિ ક્ષેત્રમાં અનેક પરિવર્તનકારી અને ખેડૂતકેન્દ્રિત યોજનાઓ અમલમાં આવી છે. તેમણે ભારતની નાણાકીય સમાવેશ યોજનાઓ, કોરોના બાદ 80 કરોડ લોકોને ખાદ્ય સુરક્ષા પહોંચાડનાર વિશ્વની સૌથી મોટી યોજના અને 11 કરોડથી વધુ ખેડૂતોને સીધી આવક સહાય આપતી પહેલોની પ્રશંસા કરી હતી. આ મેડલ ભારતના અન્નદાતાઓને સમર્પિત: વડાપ્રધાન મોદી સાથે જ તેમણે ભારત દ્વારા કુદરતી અને પુનર્જીવિત ખેતીને પ્રોત્સાહન આપવા તેમજ મિલેટ્સને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોને પણ વખાણ્યા હતા. FAOએ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ દરમિયાન ભારત સાથેની ભાગીદારીને મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી હતી. સન્માન પ્રાપ્ત કર્યા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ આ મેડલ ભારતના અન્નદાતાઓને સમર્પિત કરે છે. તેમણે જણાવ્યું કે આ સન્માન દેશના કરોડો ખેડૂતો, પશુપાલકો, માછીમારો, કૃષિ વૈજ્ઞાનિકો અને મજૂરોની મહેનતનું પ્રતિબિંબ છે. આ પણ વાંચો : Hormuz Straitમાં યુદ્ધના ભણકારા! US સેનાએ 90 જહાજો પાછા વાળ્યા, ઈરાને ઈઝરાયેલને'કેન્સર' ગણાવ્યું

Read Full Story arrow_forward
વાંચો 21 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today May 20, 2026

વાંચો 21 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

સમગ્ર દેશમાં 21 મે, 2026નો દિવસ રાજકીય, સામાજિક અને વહીવટી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી ખાસ બેઠકથી લઈને દિલ્હીમાં ટ્રાન્સપોર્ટરોના ચક્કાજામ સુધી, ગુરૂવારના રોજ દેશમાં કઈ મોટી ઘટનાઓ આકાર લેશે, આવો જાણીએ વિગતવાર.મોદી સરકારના 2 વર્ષ અને મંત્રીપરિષદની બેઠક મોદી સરકારના વર્તમાન કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તે પહેલા 21 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીપરિષદની એક હાઈ-લેવલ બેઠક યોજાશે. આ બેઠકમાં સરકારની કામગીરીના "મિડ-ટર્મ રિપોર્ટ કાર્ડ" પર ઊંડું મંથન કરવામાં આવશે. આ સાથે જ આગામી સમય માટે પક્ષ કોઈ મોટા જનસંપર્ક કાર્યક્રમોની જાહેરાત પણ કરી શકે છે. નીટ (NEET) પેપર લીક મામલે NTA DGને તેડું સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલા નીટ પેપર લીક મામલે 21 મેના રોજ મોટો વળાંક આવી શકે છે. શિક્ષણ પર બનેલી સંસદીય સમિતિની 21 મેના રોજ બપોરે 1 વાગ્યે બેઠક યોજાશે, જેમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ડાયરેક્ટર જનરલ (DG)ને સમન્સ પાઠવી હાજર રહેવા જણાવાયું છે. DGએ સમિતિ સમક્ષ પેપર લીક સાથે જોડાયેલી તમામ સત્તાવાર માહિતી અને અત્યાર સુધીની તપાસનો અહેવાલ રજૂ કરવો પડશે. દિલ્હીમાં 3 દિવસની ઓટો-ટેક્સી હડતાળ અને ચક્કાજામ દેશની રાજધાની દિલ્હીના સામાન્ય નાગરિકો માટે 21 મેના રોજથી મુશ્કેલીઓ વધી શકે છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સામે ભાડું વધારવાની માગ સાથે ઓટો અને ટેક્સી ચાલકોએ 21થી 23 મે સુધી સતત ત્રણ દિવસની હડતાળનું એલાન કર્યું છે. બીજી તરફ, દિલ્હીમાં બહારથી આવતા કોમર્શિયલ વાહનો પર લાદવામાં આવેલા ગ્રીન ટેક્સના વિરોધમાં ટ્રાન્સપોર્ટરોએ પણ 'ચક્કાજામ'ની જાહેરાત કરી છે, જેનાથી સપ્લાય ચેઈનને અસર થઈ શકે છે. બંગાળની ફલતા બેઠક પર ફરી મતદાન પશ્ચિમ બંગાળની ફલતા વિધાનસભા બેઠક પર 21 મેના રોજ ફરીથી મતદાન (Re-polling) પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી રસપ્રદ વળાંક પર છે. કારણ કે, તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના ઉમેદવાર જહાંગીર ખાને પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે આ બેઠક પર મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) વચ્ચે જોવા મળશે. કાળઝાળ ગરમીનો પ્રકોપ અને 17 રાજ્યોમાં એલર્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશભરમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. દિલ્હીમાં 21થી 26 મે સુધી ગરમીનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન 45 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. જ્યારે ઉત્તર પ્રદેશ (UP) અને મધ્ય પ્રદેશ (MP) માટે ગંભીર હીટવેવનું 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. આ સિવાય દેશના અન્ય 17 રાજ્યોમાં ગરમીની સાથે આંધી અને ક્યાંક હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે.ઇન્ડિયા ગેટ પર યુવાનો કરશે વિરોધ પ્રદર્શન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે. આ નિવેદનના વિરોધમાં 21 મેના રોજ દિલ્હીના ઐતિહાસિક ઇન્ડિયા ગેટ ખાતે એક મોટા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં યુવાનો એકઠા થઈને સાંજે 4:00 વાગ્યે આ વિરોધ પ્રદર્શનની શરૂઆત કરશે અને પીએમ વિરુદ્ધ કરાયેલી ટિપ્પણી સામે પોતાનો આક્રોશ નોંધાવશે, જેને પગલે દિલ્હી પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. આ પણ વાંચો - Police Recruitment Exam: 21 જૂને લેવાનારી પોલીસ ભરતીની પરીક્ષા મોકૂફ

Read Full Story arrow_forward