android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  PM મોદી અને જોર્જિયા મેલોની વચ્ચે ફળદાયી બેઠક
calendar_today May 20, 2026

Gujarat Latest News Live : PM મોદી અને જોર્જિયા મેલોની વચ્ચે ફળદાયી બેઠક

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 20 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad News: એસજી હાઈવે પર ગેસનો બાટલો ફાટતાં આગ લાગી
calendar_today May 20, 2026

Ahmedabad News: એસજી હાઈવે પર ગેસનો બાટલો ફાટતાં આગ લાગી

નગરજનોથી સતત ધમધમતા રહેતા અમદાવાદના પોશ વિસ્તાર એવા સરખેજ-ગાંધીનગર હાઈવે (SG Highway) પરથી આગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઇસ્કોન ચાર રસ્તા નજીક આવેલા વાઇડ એંગલ મલ્ટિપ્લેક્સ પાસેના પાર્કિંગ પ્લોટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં પાર્ક કરેલા કેટલાક વાહનો આગની લપેટમાં આવી ગયા હતા.ગેસનો બાટલો ફાટતાં આગે લીધું રૌદ્ર સ્વરૂપ ઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઈસ્કોન વાઈડ એંગલ પાસે આવેલા ખુલ્લા પાર્કિંગ પ્લોટમાં કોઈ કારણોસર ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હતો. ગેસ સિલિન્ડર ફાટવાની સાથે જ આગ ઝડપથી આસપાસના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. પાર્કિંગમાં વાહનો પાસ-પાસે પાર્ક કરેલા હોવાથી આગે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આકાશમાં કાળા ડિબાન ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. 3 થી 4 વાહનો બળીને ખાખ આ ભયાનક આગની ઝપેટમાં ત્યાં પાર્ક કરેલા 3 થી 4 વાહનો આવી ગયા હતા. વાહનોમાં પેટ્રોલ-ડીઝલ હોવાને કારણે આગ વધુ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આ તમામ વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે. ફાયરબ્રિગેડે મેળવ્યો કાબૂ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેથી વધુ મોટી હોનારત ટળી હતી. હાલ આગ કયા સંજોગોમાં લાગી અને ગેસનો બાટલો ત્યાં કઈ રીતે આવ્યો તે દિશામાં સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો - Ahmedabad : જીંજરમાં જમીન બાબતે હિંસક હુમલો, કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમાનું નામ ખુલતાં ખળભળાટ

Read Full Story arrow_forward
Rajkot News: જસદણ અને સરધારમાં પવન સાથે કમોસમી વરસાદ
calendar_today May 20, 2026

Rajkot News: જસદણ અને સરધારમાં પવન સાથે કમોસમી વરસાદ

ગુજરાતમાં કાળઝાળ ગરમીની સિઝન વચ્ચે હવામાનમાં અચાનક એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ અને સરધાર પંથકમાં સાંજના સમયે અચાનક વાતાવરણના મિજાજમાં પલટો આવ્યો હતો અને પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ધોમધખતા ઉનાળાની વચ્ચે અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.આખો દિવસ બફારા બાદ સાંજે પલટો રાજકોટ ગ્રામ્ય પંથકમાં આખો દિવસ અસહ્ય ગરમી અને અકળાવનારા બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દિવસભર સૂર્યદેવે પ્રકોપ વરતાવ્યા બાદ સાંજના સમયે અચાનક આકાશમાં કાળાડિબાન વાદળો ઘેરાયા હતા. સરધાર નજીક આવેલા હલેન્ડા, ખારચિયા અને જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રસ્તાઓ પરથી પાણી વહી નીકળ્યા અચાનક શરૂ થયેલા આ કમોસમી વરસાદની તીવ્રતા એટલી હતી કે, જોતજોતામાં ગામના માર્ગો ભીંજાઈ ગયા હતા અને રસ્તાઓ પરથી ચોમાસાની જેમ પાણી વહી નીકળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ઉનાળાની સિઝનમાં અચાનક વરસાદી માહોલ સર્જાતા સ્થાનિક લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. ગરમીથી રાહત પણ ખેડૂતો ચિંતિત આ માવઠાના કારણે લાંબા સમયથી ગરમીમાં શેકાતા લોકોને અકળામણમાંથી મોટી રાહત મળી હતી અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે, બીજી તરફ સિઝન વગરના આ કમોસમી વરસાદને કારણે કેરીની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે, કારણ કે આ સમયે માવઠું પાકને મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ પણ વાંચો - Rajkot News : અલ્તાફ ગેંગના પાંચ સાગરિતો સાત દિવસના રિમાન્ડ પર મોકલાયા

Read Full Story arrow_forward