Amul દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે કર્યો 10નો વધારો, જાણો દૂધના નવા ભાવ
ગુજરાતના લાખો પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે અમુલ ડેરી તરફથી ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમુલે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા 10 નો માતબર વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પગલે પશુપાલકોની આવકમાં મોટો ઉછાળો આવશે અને મોંઘા ઘાસચારાની વચ્ચે તેમને આર્થિક રીતે મોટી રાહત મળશે. અમુલ ડેરી દ્વારા જાહેર કરાયેલો આ નવો ભાવ વધારો આગામી 1 જૂન 2026ની સવારથી સત્તાવાર રીતે અમલમાં આવી જશે.દૂધના ખરીદ ભાવમાં પણ સુધારો કરાયો ભાવ વધારાની વિગતો મુજબ, દૂધનો જૂનો ખરીદ ભાવ 865 રૂપિયા પ્રતિ કિલો ફેટ હતો, જે હવે રૂપિયા 10 વધીને નવો ખરીદ ભાવ પ્રતિ કિલો 875 રૂપિયા ફેટ થઈ ગયો છે. આ ઉપરાંત ગાયના દૂધના ખરીદ ભાવમાં પણ સુધારો કરાયો છે. ગાયના દૂધનો જૂનો ખરીદ ભાવ જે 384.10 પૈસા પ્રતિ કિલો ફેટ હતો, તે વધીને હવે નવો ભાવ પ્રતિ કિલો ફેટ 388.6 પૈસા થયો છે, એટલે કે ગાયના દૂધમાં પ્રતિ લીટર 4.55 રૂપિયાનો સીધો વધારો નોંધાયો છે. ફેટના આધારે દૂધના નવા ભાવો પર એક નજર: ભેંસનું દૂધ (6 ટકા ફેટ): પ્રતિ લીટર નવો ખરીદ ભાવ 54.05 રૂપિયા રહેશે.ભેંસનું દૂધ ( 7 ટકા ફેટ): પ્રતિ લીટર નવો ખરીદ ભાવ 63.06 રૂપિયા મળશે. ગાયનું દૂધ ( 3.50 ટકા ફેટ): પ્રતિ લીટર નવો ખરીદ ભાવ 36.68 રૂપિયા નક્કી કરાયો છે. ગાયનું દૂધ ( 4 ટકા ફેટ): પ્રતિ લીટર નવો ખરીદ ભાવ 38.68 રૂપિયા ચૂકવવામાં આવશે.ગ્રામીણ અર્થતંત્રને મોટું બળ મળશે અમુલના આ ઐતિહાસિક નિર્ણયથી શ્વેત ક્રાંતિ સાથે જોડાયેલા ગ્રામીણ અર્થતંત્રને મોટું બળ મળશે. ઉનાળાની ઋતુના અંતમાં પશુઓની માવજત પાછળ થતા ખર્ચ સામે આ ભાવ વધારો પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.આ પણ વાંચો---- Valsad : સાસુ-જમાઈના અનૈતિક સંબંધોનો આવ્યો ભયાનક અંત, દુષ્કર્મ બાદ હત્યા કરનાર લંપટ જમાઈ ઝડપાયો
Read Full Story arrow_forward