android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : ડાર્ક વેબ અને ક્રિપ્ટોથી ચાલતા ટેરર ફાયનાન્સિંગ-ડ્રગ્સ રેકેટના 9 હાઈટેક સાગરીતો ઝબ્બે
calendar_today May 19, 2026

Gandhinagar : ડાર્ક વેબ અને ક્રિપ્ટોથી ચાલતા ટેરર ફાયનાન્સિંગ-ડ્રગ્સ રેકેટના 9 હાઈટેક સાગરીતો ઝબ્બે

ગાંધીનગરમાંથી દેશની સુરક્ષા એજન્સીઓને ચોંકાવી દે તેવા સૌથી મોટા ઓપરેશનની સફળતા સામે આવી છે. ગાંધીનગરમાં સક્રિય એવા એક ખૂબ જ મોટા 'ઈન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્ક' અને તેની સાથે જોડાયેલા 'ટેરર ફાયનાન્સિંગ' (આતંકવાદીઓને નાણાકીય સહાય પૂરી પાડવી) રેકેટનો પર્દાફાશ થયો છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા એક અત્યંત ગુપ્ત અને હાઈટેક ઓપરેશન હાથ ધરીને આ આખા નેટવર્કનો સફાયો કરવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન મુખ્ય સુત્રધારો સહિત 9 જેટલા હાઈટેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ટીમે લાંબા સમય સુધી ડિજિટલ ટ્રેકિંગ કર્યું મળતી માહિતી મુજબ, આ આંતરરાષ્ટ્રીય ગેંગ સામાન્ય રીતે પકડી ન શકાય તે માટે અત્યંત ગુપ્ત એવા 'ડાર્ક વેબ' અને 'ક્રિપ્ટો કરન્સી'ના માધ્યમથી પોતાનો કાળો કારોબાર ચલાવતી હતી. ડ્રગ્સના વેચાણમાંથી મળતી કરોડો રૂપિયાની કમાણી ક્રિપ્ટો કરન્સી મારફતે આતંકી સંગઠનો સુધી પહોંચાડવામાં આવતી હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. ટેકનોલોજીની આડમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા આ શખસોને પકડવા માટે સાયબર એક્સપર્ટ્સની ટીમે લાંબા સમય સુધી ડિજિટલ ટ્રેકિંગ કર્યું હતું. હાઈટેક ઓપરેશન અને સઘન પૂછપરછ આરોપીઓ અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હોવાથી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા પણ તેટલી જ એડવાન્સ હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ટ્રેસ કરવામાં આવ્યા હતા અને અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી 9 કાવતરાખોરોને દબોચી લેવાયા હતા. સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ શરૂ હાલમાં આ તમામ ઝડપાયેલા શખસોની સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. આ ઇન્ટરનેશનલ રેકેટના તાર પાકિસ્તાન, અફઘાનિસ્તાન કે અન્ય કોઈ દેશ સાથે જોડાયેલા છે કે કેમ? તેમજ ભારતમાં અન્ય કોણ કોણ આ લિંકમાં સામેલ છે, તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે અનેક મોટા ખુલાસા થવાની સંભાવના છે.આ પણ વાંચો---     Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર

Read Full Story arrow_forward
Rajkot: દેશી દારૂમાં ઝેર ભેળવી બે લોકોની હત્યા કરાઈ, 'ડબલ મર્ડર' નો ગુનો ઉકેલાયો
calendar_today May 19, 2026

Rajkot: દેશી દારૂમાં ઝેર ભેળવી બે લોકોની હત્યા કરાઈ, 'ડબલ મર્ડર' નો ગુનો ઉકેલાયો

રાજકોટ શહેરમાં દેશી દારૂ પીવાના કારણે બે વ્યક્તિઓના શંકાસ્પદ મોત નીપજ્યા હતા, જેને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જો કે, રાજકોટ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ ટેકનિકલ અને મેડિકલ પુરાવાઓના આધારે તપાસ કરતા આખો મામલો ઠંડા કલેજે કરાયેલી હત્યાનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ખુલાસો કર્યો છે કે આ બંને વ્યક્તિઓને દેશી દારૂમાં ઝેર ભેળવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.મુખ્ય આરોપી વરલી મટકાનો બુકીપોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ, આ હીન કૃત્યને અંજામ આપનાર મુખ્ય સૂત્રધાર જીણા ગોહેલ ઉર્ફે જીણા ભગત છે. જીણા ભગત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વરલી મટકા (જુગાર) નો ધંધો ચલાવતો હતો. મૃતક વ્યક્તિઓએ પોલીસને તેના ગેરકાયદેસર ધંધા અંગે બાતમી આપીને દરોડો પડાવ્યો હોવાની શંકા જીણા ભગતના મનમાં ઘર કરી ગઈ હતી. આ જ બાતમીદારીની શંકા અને અદાવતનો બદલો લેવા માટે જીણાએ ખતરનાક પ્લાન બનાવ્યો હતો અને બંને વ્યક્તિઓ જે દેશી દારૂ પીતા હતા તેમાં નિક્ષેપ પૂર્વક ઝેર ભેળવી દીધું હતું, જેના કારણે બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.પોલીસ પકડથી બચવા આત્મહત્યાનો પ્રયાસઆ ડબલ મર્ડરનો ભેદ ઉકેલવા માટે પોલીસે જ્યારે જીણા ભગત તરફ પોતાની તપાસ લંબાવી અને તેના કાળા કરતૂતોનો પર્દાફાશ થયો, ત્યારે પકડાઈ જવાની બીકે અને કાયદાના ગાળિયાથી બચવા માટે આરોપી જીણા ભગતે પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે કોઈ ઝેરી દવા અથવા એસિડ ગટગટાવી લેતા તેની હાલત બગડી હતી. હાલમાં આરોપી જીણા ગોહેલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર મેળવી રહ્યો છે. પોલીસે હોસ્પિટલ બિછાનેથી જ તેની કસ્ટડી મેળવવાની તજવીજ હાથ ધરી છે અને આ ગુનામાં તેને દારૂ કે ઝેર મેળવવામાં અન્ય કોઈએ મદદ કરી છે કે કેમ, તે દિશામાં તપાસ તેજ કરી છે.આ પણ વાંચો: Dhoraji: ભુખી ગામે નદીમાં ડૂબવાથી પ્રૌઢનું મોત, પરિવારે ગુમાવ્યો મોભી

Read Full Story arrow_forward
Ahmedabad : 1.60 કરોડની દાગીનાની ચોરીમાં મોટો ધડાકો, બુલેટથી દિલ્હી સુધીની સફર અને પછી પ્રેમીએ જ કર્યો ખેલ
calendar_today May 19, 2026

Ahmedabad : 1.60 કરોડની દાગીનાની ચોરીમાં મોટો ધડાકો, બુલેટથી દિલ્હી સુધીની સફર અને પછી પ્રેમીએ જ કર્યો ખેલ

અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત 'આભૂષણ જ્વેલર્સ' માંથી કરોડો રૂપિયાના સોનાના દાગીનાની ચોરીના હાઈપ્રોફાઈલ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. દુકાનમાં જ કામ કરતી કર્મચારી યુવતીએ પોતાના પરણિત પ્રેમી સાથે મળીને નવી દુનિયા વસાવવા માટે આ આખી ચોરીનો માસ્ટરપ્લાન ઘડ્યો હતો. જો કે, ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે દિલ્હીથી યુવતી હર્ષિદા શેટ્ટીની ધરપકડ કરી છે અને તેના દગાબાજ પ્રેમી મયુર માળીની પણ અટકાયત કરી લીધી છે.1 કરોડ 60 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આભૂષણ જ્વેલર્સમાં કામ કરતી હર્ષિદાએ અંદાજે રૂ. 1કરોડ 60 લાખની કિંમતના આશરે 1200 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી હતી. હર્ષિદા છેલ્લા પાંચ મહિનાથી વસ્ત્રાલમાં રહેતા મયુર માળીના સંપર્કમાં હતી. મયુરે તેને કીમતી દાગીના ચોરીને અન્ય શહેરમાં સેટલ થઈ જવાની લાલચ આપી હતી. લાલચમાં આવીને હર્ષિદાએ ચોરીને અંજામ આપ્યો અને બંને અમદાવાદથી બુલેટ બાઈક પર ઉદેપુર, ત્યાંથી જયપુર થઈને દિલ્હી ભાગી ગયા હતા. પ્રેમીએ જ આપ્યો દગો આ હાઈવોલ્ટેજ ડ્રામામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે દિલ્હી પહોંચ્યા બાદ પ્રેમી મયુર માળીએ હર્ષિદા સાથે દગો કર્યો હતો. તે હર્ષિદાને દિલ્હીમાં એકલી છોડીને કરોડોના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચે હર્ષિદાને દબોચ્યા બાદ તેની કડક પૂછપરછ કરીને છેતરપિંડીના ગુનાહિત ઈતિહાસ ધરાવતા મયુર માળીને પણ ઝડપી લીધો છે. પોલીસે અત્યાર સુધીમાં ત્રણ કીમતી દાગીના રિકવર કર્યા છે, જ્યારે બે દાગીના વેચાઈ ગયા હોવાની માહિતી મળી છે. બંનેનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ તપાસ દરમિયાન બંનેના અંગત જીવનના ચોંકાવનારા પાસાઓ પણ સામે આવ્યા છે. હર્ષિદાના અગાઉ ગોંડલ મુકામે લગ્ન થયા હતા, પરંતુ પારિવારિક તકરારને કારણે તે પિતાના ઘરે રહી નોકરી કરતી હતી. તણાવના કારણે તેણે અગાઉ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. બીજી તરફ મયુર માળી પણ પરણિત છે અને બંને ઉત્તર પ્રદેશમાં સેટલ થવાના હતા. હાલ પોલીસ બાકીના દાગીના જપ્ત કરવા માટે વધુ તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચો----      Gandhinagar : ભાજપે પદાધિકારીઓની નિમણૂક મુદ્દે આપ્યું મોટું નિવેદન,વાંચો ક્યારે થશે નામો જાહેર

Read Full Story arrow_forward