android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad : સાસુ-જમાઈના અનૈતિક સંબંધોનો આવ્યો ભયાનક અંત, દુષ્કર્મ બાદ હત્યા કરનાર લંપટ જમાઈ ઝડપાયો
calendar_today May 19, 2026

Valsad : સાસુ-જમાઈના અનૈતિક સંબંધોનો આવ્યો ભયાનક અંત, દુષ્કર્મ બાદ હત્યા કરનાર લંપટ જમાઈ ઝડપાયો

વલસાડના અતુલ રેલવે સ્ટેશન નજીક અવાવરું જગ્યાએ આવેલા એક નાળામાંથી હાથ-પગ બાંધેલી હાલતમાં મળેલી અજાણી મહિલાની 'મર્ડર મિસ્ટ્રી'નો વલસાડ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. આ ચકચારી કેસમાં જે ખુલાસો થયો છે તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. મહિલા સાથે દુષ્કર્મ આચરી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર બીજું કોઈ નહીં, પરંતુ તેનો પોતાનો સગો જમાઈ જ નીકળ્યો છે. પોલીસે ઉત્તર પ્રદેશના ઉનાવની વતની અને મૃતક માયાદેવી પાસવાનની હત્યાના આરોપમાં તેના જમાઈ ભોજ કુમાર પાસીની ધરપકડ કરી છે.સાસુ સાથે જ અનૈતિક સંબંધો બંધાયા પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી ભોજ કુમાર મુંબઈના બોઈસરમાં રેલવેમાં પ્લમ્બિંગનું કામ કરતો હતો. વર્ષ 2023 માં તેના લગ્ન માયાદેવીની પુત્રી સાથે થયા હતા. લગ્ન બાદ લંપટ જમાઈના તેની સાસુ સાથે જ અનૈતિક સંબંધો બંધાયા હતા. આ વાતની જાણ થતાં પુત્રીએ ભોજથી છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ સાસુ માયાદેવી વલસાડના હરિયા ગામમાં ભાડે રહીને અતુલ નજીક એક કંપનીના બગીચામાં કામ કરતી હતી, જ્યાં પણ બંને વચ્ચે શારીરિક સંબંધો ચાલુ રહ્યા હતા. બીજા લગ્ન અને બ્લેકમેઇલિંગ બન્યું હત્યાનું કારણ આ દરમિયાન સાસુ જમાઈ પર લગ્ન કરવાનું દબાણ કરતી હતી. જો કે, ભોજે થોડા સમય પહેલાં જ બોઈસરમાં અન્ય યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ વાતની ખબર પડતાં જ ગુસ્સે ભરાયેલી સાસુએ ભોજની નવી પત્ની અને સાસુને ફોન કરીને પોતાના આડા સંબંધોની વાત કહી દીધી અને છૂટાછેડા લેવા દબાણ કર્યું હતું. આ રોજ-રોજના વિવાદથી પીછો છોડાવવા ભોજે સાસુની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જમાઈ ભોજે સાસુ માયાદેવીની હત્યા કરી નાખી હતી ઘટનાના દિવસે બંને અતુલ રેલવે સ્ટેશન નજીક સમાધાન માટે ભેગા થયા હતા. જ્યાં સમાધાન પહેલાં બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા અને ત્યારબાદ ફરી લગ્ન બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આવેશમાં આવીને જમાઈ ભોજે સાસુ માયાદેવીની હત્યા કરી નાખી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહગ સાડીથી બાંધી નાળામાં ફેંકી દીધી હતી. હાલ વલસાડ પોલીસે આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો----    Ahmedabad : 1.60 કરોડની દાગીનાની ચોરીમાં મોટો ધડાકો, બુલેટથી દિલ્હી સુધીની સફર અને પછી પ્રેમીએ જ કર્યો ખેલ

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદમાં AMC અધિકારીઓની કામગીરી વિવાદમાં
calendar_today May 19, 2026

Ahmedabad News : અમદાવાદમાં AMC અધિકારીઓની કામગીરી વિવાદમાં

અમદાવાદ મહાનગર પાલિકામાં ચૂંટણી બાદ હજી હોદ્દેદારોની નિમણૂક થઈ નથી. હોદ્દેદારો વિહોણી મનપામાં હવે અધિકારીઓ બેફામ બન્યાં છે. શહેરના સિંધુભવન વિસ્તારમાંથી ટાઈમ્સ સ્ક્વેર સામેનું AMTSનું સ્ટોપ હટાવી દેવાયું છે. આ ઉપરાંત પાકું બાંધકામ હટાવી બસ સ્ટેન્ડ 70 મીટર દૂર ખસેડી દીધુ હતું.બસ સ્ટેન્ડ લગાવવા ટ્રી ગાર્ડ ફેંકી દીધેલી હાલતમાં મૂકી રખાયું હતું. AMTS બસ સ્ટોપ મૂળ સ્થાનેથી આશરે 60 થી 70 મીટર દૂર ખસેડવામાં આવતાં ખાનગી કોમર્શિયલ કોમ્પ્લેક્સને લાભ કરાવવાના આક્ષેપો વચ્ચે વિવાદ ઊભો થયો છે. મનપાની આ કામગીરીને કારણે પાછળ આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સને ખુલ્લો ફ્રન્ટ વ્યુ મળતો હોવાના કારણે ખાનગી એકમને લાભ કરાવવાના આક્ષેપો થઈ રહ્યા છે. AMTSના જનરલ મેનેજર કહ્યું તપાસ કરાવીશું આ અંગેની માહિતી અનુસાર, બસ સ્ટોપ ખસેડવાની કામગીરી સાથે જ છોડને પણ ટ્રી-ગાર્ડ સાથે દૂર કરવામાં આવ્યા છે. તેમજ નવા બાંધકામના અવશેષો જોવા મળતા જાહેર સંપત્તિના ઉપયોગ અને પર્યાવરણ સંબંધિત નિયમોના પાલન અંગે પણ સવાલો ઊભા થયા છે. AMTSના મેનેજર પાંડેના જણાવ્યા મુજબ, બસ સ્ટોપ હટાવવાના મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે કોઈ સત્તાવાર ફાઈલ પ્રક્રિયામાં હતી કે નહીં અને નિર્ણય માટે કોણ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવશે. જ્યારે તપાસમાં જો કોઈ અનિયમિતતા સામે આવશે તો બસ સ્ટોપને ફરી મૂળ સ્થાન પર મૂકવામાં આવશે અને તોડફોડ તથા ફેરબદલનો ખર્ચ જવાબદારો પાસેથી વસૂલ કરવામાં આવશે.

Read Full Story arrow_forward
West Bengal: પુષ્પાએ ઝુકવુ પડ્યું ! TMC ઉમેદવાર જહાંગીર ખાનની ચૂંટણીમાંથી પીછેહઠ
calendar_today May 19, 2026

West Bengal: પુષ્પાએ ઝુકવુ પડ્યું ! TMC ઉમેદવાર જહાંગીર ખાનની ચૂંટણીમાંથી પીછેહઠ

પશ્ચિમ બંગાળના ફલતા વિધાનસભા મતવિસ્તારમાં 21 મેના રોજ ફરીથી મતદાન થવાનું છે; જોકે, મતદાનના માત્ર 48 કલાક પહેલા, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર જહાંગીર ખાને ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા છે. તેમણે ઔપચારિક રીતે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ વ્યક્તિગત કારણોસર પોતાનું નામ પાછું ખેંચી રહ્યા છે. તેમના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું છે.પોતાને ગણાવ્યા હતા પુષ્પા પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ દરમિયાન ભારે ચર્ચામાં રહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતા જહાંગીર ખાન અને ઉત્તર પ્રદેશના આકરા આઈપીએસ અધિકારી અજય પાલ શર્મા વચ્ચેનો 'ફિલ્મી ડાયલોગ વોર' ફરી એકવાર હેડલાઇન્સમાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન ઓબ્ઝર્વર તરીકે તૈનાત થયેલા આઈપીએસ અજય પાલ શર્માની ભૂમિકા સામે જહાંગીર ખાને સવાલો ઉઠાવ્યા હતા . તેમણે એક નિવેદન આપ્યું હતું કે, "આ બંગાળ છે, જો તે (અજય પાલ શર્મા) સિંઘમ છે, તો હું ‘પુષ્પા’ છું." આ નિવેદન વાયરલ થયું હતું. અજયપાલ શર્માએ આપી હતી ચેતવણી વાસ્તવમાં, ચૂંટણી ડ્યુટી પર આવેલા આઈપીએસ અધિકારી અજય પાલ શર્માને 'સિંઘમ' તરીકે ઓળખવામાં આવ્યા હતા. તેમણે જહાંગીર ખાનના પરિવારજનોને કડક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું હતું કે તેને કહી દેજો, જો તેના માણસો ધમકી આપવાનું ચાલુ રાખશે તો અમે તેની સાથે કડકાઈથી નિપટીશું, પછી રોતા કે પસ્તાતા નહીં. આ ચેતવણીના જવાબમાં જ જહાંગીર ખાને પોતાની સરખામણી 'પુષ્પા' સાથે કરી હતી.'પુષ્પા હવે મારી જવાબદારી છે': મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીનો પલટવારબંગાળના રાજકારણમાં આવેલા મોટા પરિવર્તન બાદ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ આ મામલે સીધો હસ્તક્ષેપ કર્યો છે. મુખ્યમંત્રીએ ટીએમસી નેતા જહાંગીર ખાનને એક કુખ્યાત ગુનેગાર ગણાવતા ખુલ્લી ચેતવણી આપી છે કે પુષ્પા હવે મારી જવાબદારી છે. સીએમ અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ કેસને તેઓ પોતે અંગત રીતે હેન્ડલ કરશે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.ડાયમંડ હાર્બર બેઠકનું રાજકીય મહત્વ અને ફાલતામાં પુનઃ મતદાનજહાંગીર ખાનનો પ્રભાવ ધરાવતો 'ફલતા' વિધાનસભા વિસ્તાર ડાયમંડ હાર્બર લોકસભા બેઠક હેઠળ આવે છે, જેનું પ્રતિનિધિત્વ ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી કરે છે. અભિષેક બેનર્જીનો સંસદીય વિસ્તાર હોવાને કારણે ફલતા સીટ પર યોજાઈ રહેલું પુનઃ મતદાન (Re-polling) સમગ્ર રાજ્યના રાજકીય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.એક નોંધનીય બાબત એ રહી કે 4 મેથી શરૂ થયેલા ચૂંટણી પ્રચાર દરમિયાન જહાંગીર ખાન, પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી કે ખુદ અભિષેક બેનર્જી જેવા તૃણમૂલના કોઈ મોટા નેતાએ આ વિસ્તારમાં કોઈ મોટી રેલી કે જનસભા યોજી નહોતી.મતદાનના અંતિમ દિવસે સીએમ શુભેન્દુ અધિકારીનો ભવ્ય રોડ શો21મેના રોજ ફલતા વિધાનસભા બેઠક પર યોજાનારા પુનઃ મતદાનના પ્રચારના અંતિમ દિવસે મંગળવારે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ દક્ષિણ 24 પરગણા જિલ્લામાં એક વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમણે સ્થાનિક મંદિરમાં પૂજા અને આરતી કરીને આ રોડ શોની શરૂઆત કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર 'જય શ્રી રામ'ના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ભાજપના ઉમેદવાર દેબાંશુ પાંડાના સમર્થનમાં ખુલ્લી જીપમાં સવાર થયા હતા. રોડ શો દરમિયાન રસ્તાઓ અને મકાનોની છત પર ભાજપના ઝંડા લહેરાતા જોવા મળ્યા હતા અને લોકોએ  ફૂલોનો વરસાદ કર્યો હતો.આ પણ વાંચો- Tamilnadu: 15 દિવસની અંદર દારૂની દુકાનો...CM બનતા જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય

Read Full Story arrow_forward