android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: પ્રાકૃતિક ખેતીના અભ્યાસ માટે અલગ યુનિવર્સિટી સ્થપાશે, વિધાનસભામાં રજૂ થશે વિધેયક
calendar_today August 31, 2026

Gandhinagar News: પ્રાકૃતિક ખેતીના અભ્યાસ માટે અલગ યુનિવર્સિટી સ્થપાશે, વિધાનસભામાં રજૂ થશે વિધેયક

ગુજરાતમાં ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત કરવામાં આવી હતી. આગામી 8થી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું સત્ર યોજાશે. ત્રણ દિવસના આ ટૂંકા સત્રમાં સરકારી કામગીરી, વિધેયક અને પ્રશ્નોત્તરી સહિતના મુદ્દાઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચાઓ થશે. 6 સપ્ટેમ્બરે સલાહકાર સમિતીની બેઠક મળશે જેમાં સત્રના એજન્ડા અને ગૃહમાં થનારી કામગીરી અંગે ચર્ચાઓ કરાશે. જીતુ વાઘાણી વિધાનસભામાં આ વિધેયક રજૂ કરશેઆગામી વિધાનસભાના સત્રમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિશેષ અભ્યાસ અર્થે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના અંગેનું વિધેયક લાવવામાં આવશે.રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી વિધાનસભા ગૃહમાં આ વિધેયક રજૂ કરશે.આ યુનિવર્સિટીની સ્થાપના થવાથી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સંશોધન અને શિક્ષણને નવો આયામ મળશે.યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ ડિપ્લોમા, અનુસ્નાતક અને વ્યાવસાયિક કોર્સ શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત રાસાયણિક ખાતરોથી મુક્ત, ઝીરો બજેટ ખેતી અને દેશી પદ્ધતિઓ પર આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સંશોધન થશે.સ્વરોજગારી અને કૃષિ ક્ષેત્રે નવી તકો પૂરી પાડવામાં આવશેઆ યુનિવર્સિટીની સ્થાપના થવાથી યુવાનોને પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નિષ્ણાત બનાવી સ્વરોજગારી અને કૃષિ ક્ષેત્રે નવી તકો પૂરી પાડવામાં આવશે.આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મળશે અને જમીનની ફળદ્રુપતા જાળવવાની સાથે લોકોના સ્વાસ્થ્ય સુરક્ષામાં પણ મોટો સુધારો થશે.ગુજરાત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે દેશભરમાં મોડેલ રાજ્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રયાસોથી રાજ્યમાં અનેક ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે.  આ પણ વાંચોઃ Patan News: લઠ્ઠાકાંડના આક્ષેપ વચ્ચે SPએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

Read Full Story arrow_forward
Ahmedabad: તુલશી ઈન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરો 20 લાખ રોકડ ભરેલી આખેઆખી તિજોરી અને લોકર ઉપાડી ગયા
calendar_today August 31, 2026

Ahmedabad: તુલશી ઈન્ડસ્ટ્રીઝમાંથી તસ્કરો 20 લાખ રોકડ ભરેલી આખેઆખી તિજોરી અને લોકર ઉપાડી ગયા

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ-કઠવાડા GIDC માં તસ્કરો બેફામ બન્યા છે. નિકોલ GIDC માં આવેલી તુલશી ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ૨૫ ઓગસ્ટની રાત્રે 8:00 વાગ્યાથી 26 ઓગસ્ટની વહેલી સવાર દરમિયાન તસ્કરો કારખાનામાં ઘૂસ્યા હતા અને ઓફિસના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ નિકોલ GIDC માં ચોરીની મોટી ઘટનાતસ્કરોએ ઓફિસમાં મૂકેલી તિજોરી તોડવાનો પ્રયાસ કરવાને બદલે ચાલાકી વાપરી 20 લાખની રોકડ રકમ ભરેલી આખેઆખી તિજોરી અને લોકર જ ગાયબ કરી દીધું હતું. બીજા દિવસે સવારે જ્યારે કારખાનું ખોલવામાં આવ્યું ત્યારે ચોરી થયાની જાણ થતાં જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે તુરંત જ નિકોલ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા ઈન્ડસ્ટ્રીઝના CCTV કેમેરા તપાસ્યા હતા.CCTV ના આધારે નિકોલ પોલીસની તપાસસીસીટીવી ફુટેજમાં અજાણ્યા તસ્કરો લોકર અને રોકડ ભરેલી તિજોરી ઊંચકીને લઈ જતા સ્પષ્ટપણે કેદ થયેલા જોવા મળ્યા છે. ઘટના અંગે કારખાનાના માલિકની ફરિયાદના આધારે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તસ્કરોનું સગડ મેળવવા અને તેમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Surat: પફ ખાતા ઉંદરનો વીડિયો વાઇરલ થતાં સુરત રેલવે સ્ટેશનનો સ્ટોલ કાયમ માટે બંધ

Read Full Story arrow_forward
Anand News: શકરપૂરના તળાવમાં ડૂબી જવાથી 3 સગી બહેનોના મોત, એકસાથે નીકળી અંતિમયાત્રા
calendar_today August 31, 2026

Anand News: શકરપૂરના તળાવમાં ડૂબી જવાથી 3 સગી બહેનોના મોત, એકસાથે નીકળી અંતિમયાત્રા

આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલા શકરપૂર ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રમવા-ભણવાની નાની ઉંમરે એક જ પરિવારની 3 માસૂમ સગી બહેનોના તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા છે. આ કાળજું કંપાવનારી દુર્ઘટનાને પગલે સમગ્ર શકરપૂર ગામ સહિત આસપાસના પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાળી ડિબંગ છાયા ફરી વળી છે.કાગળની હોડી તરાવતી વખતે બની દુર્ઘટનાપ્રાપ્ત માહિતી અનુસાર, ઘર નજીક આવેલા તળાવ પાસે ત્રણેય માસૂમ બહેનો રમી રહી હતી. રમતા રમતા તળાવના પાણીમાં કાગળની હોડી તરાવતી વખતે આ દુર્ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રમત-રમતમાં પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેવાના કારણે એક પછી એક ત્રણેય બહેનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ડૂબી જવાના કારણે તેમના શ્વાસ રુંધાતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.ગ્રામજનોએ ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કાઢ્યાબનાવની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક તળાવ ખાતે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને ત્રણેય દીકરીઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. રમવાની ઉંમરે વ્હાલસોયી દીકરીઓના આ રીતે અચાનક વિદાય લેવાથી પરિજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. એકસાથે 3 દીકરીઓની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચડ્યુંએક જ ઘરની 3 દીકરીઓના મૃતદેહ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે માતા-પિતા અને સ્વજનોના કરુણ આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. જ્યારે એકસાથે ત્રણેય માસૂમોની અંતિમયાત્રા નીકળી ત્યારે ત્યાં હાજર રહેલા તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. આ કરુણ ઘટનાના આઘાતમાં શકરપૂર ગામના અનેક પરિવારોમાં સાંજનો ચૂલો પણ સળગ્યો ન હતો.આ પણ વાંચો - Anand News : ખંભાતના ખડઉમાં ગમખ્વાર દુર્ઘટના, તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની 3 માસૂમ બાળકીઓના મોત

Read Full Story arrow_forward