Citizenship Rules: નાગરિકતાને લઇને ભારત સરકાના નિયમો બન્યા કડક! આ ૩ દેશના અરજદારો પર બાજ નજર
ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA) દ્વારા દેશની આંતરિક સુરક્ષા અને નાગરિકતા પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ સુધારાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી સૂચના અનુસાર, 'નાગરિકતા નિયમો 2009' માં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ હવે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવીને નાગરિકતા મેળવવા ઈચ્છતા અરજદારો માટે તેમના મૂળ દેશના પાસપોર્ટની સંપૂર્ણ વિગતો આપવી કાયદેસર રીતે ફરજિયાત બનાવવામાં આવી છે. નવા નિયમો અને પાસપોર્ટ સબમિટ કરવાની સમયમર્યાદા નવી જોગવાઈઓ અનુસાર, ઉપરોક્ત ત્રણેય પડોશી દેશોના અરજદારોએ અરજી કરતી વખતે સ્પષ્ટપણે જાહેર કરવું પડશે કે તેમની પાસે તેમના મૂળ દેશનો માન્ય અથવા મુદત પૂરી થયેલો પાસપોર્ટ છે કે નહીં. જો તેમની પાસે પાસપોર્ટ ઉપલબ્ધ હોય, તો તેમણે તેની ઓળખ, મુસાફરીનો ઇતિહાસ અને અન્ય સંબંધિત દસ્તાવેજો ચકાસણી માટે આપવાના રહેશે. નિયમો બન્યા વધુ કડક આ સુધારા અંતર્ગત સૌથી કડક નિયમ એ છે કે, જે અરજદારો પાસે પાસપોર્ટ છે, તેમણે પોતાની ભારતીય નાગરિકતાની અરજી મંજૂર થયાના 15 દિવસની અંદર સંબંધિત સરકારી અધિકારીઓ સમક્ષ પોતાનો મૂળ પાસપોર્ટ સબમિટ કરાવવો પડશે. આ માટે ગૃહ મંત્રાલયે નાગરિકતા નિયમોના 'શેડ્યૂલ આઈસી' માં એક નવી કલમ ઉમેરીને કાનૂની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ કરી દીધી છે. હેતુ અને આંતરિક સુરક્ષા સરકારી સૂત્રો અને વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય દસ્તાવેજીકરણની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવાનો અને નાગરિકતાની પ્રક્રિયામાં થતી કોઈપણ પ્રકારની અનિયમિતતા, ગેરરીતિ કે દસ્તાવેજી છેતરપિંડી અટકાવવાનો છે. આનાથી અરજદારોની પૃષ્ઠભૂમિ અને તેમની સાચી ઓળખની ઝીણવટભરી તપાસ શક્ય બનશે. આ કડક સ્ક્રીનિંગ પ્રક્રિયાને કારણે દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા પણ વધુ મજબૂત બનશે અને માત્ર કાયદેસરની યોગ્યતા ધરાવતા લોકોને જ નાગરિકતા મળી શકશે. આ પણ વાંચોઃ Iran યુદ્ધના દલદલમાં ફસાયું અમેરિકા, ટ્રમ્પ સરકારે વિદેશ વિભાગના 250 અધિકારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા!
Read Full Story arrow_forward