Banaskantha: સ્વિફ્ટની ટક્કરથી ઇકો કાર પલટી ખાઈ રોડ પર સીધી ઊભી રહી ગઈ!
દાંતા તાલુકાના નારગઢ સીએનજી પંપ પાસે ગઈકાલે એક હૃદયધબકાવતો અને વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે આગળ જઈ રહેલી ઇકો ગાડીને પાછળથી એટલી જોરદાર ટક્કર મારી હતી કે, ઇકો કાર રોડ પર આખી પલટી ખાઈને સીધી ઊભી થઈ ગઈ હતી. અકસ્માતની આ ભયાનકતા જોઈને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.ઇકોમાં સવાર 3 મુસાફરોને ઇજામળતી વિગતો અનુસાર, અકસ્માત સમયે ઇકો ગાડીમાં કુલ ૮ જેટલા મુસાફરો સવાર હતા. સ્વિફ્ટ કારની જોરદાર ટક્કર વાગતા જ ઇકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. સદ્દનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઇકોમાં સવાર મુસાફરોમાંથી ત્રણ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.‘ભારત સરકાર ઓન ડ્યુટી’નું બોર્ડ મળતા સવાલોઅકસ્માત સર્જ્યા બાદ સ્વિફ્ટ ડિઝાયર કારનો ચાલક પોતાની ગાડી ઘટનાસ્થળે જ મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. જો કે, સ્થાનિક લોકો અને પોલીસે જ્યારે અકસ્માતગ્રસ્ત સ્વિફ્ટ કારની અંદર તપાસ કરી ત્યારે તેમાંથી "ભારત સરકાર ઓન ડ્યુટી રેલવે" લખેલું એક શંકાસ્પદ બોર્ડ મળી આવ્યું છે. આ બોર્ડ અસલી છે કે પોલીસ કે ટોલટેક્સથી બચવા માટે ખોટી રીતે લગાવવામાં આવ્યું હતું, તે દિશામાં રહસ્ય ઘેરાયું છે.આ પણ વાંચો: Gujarat News : ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં 20મીએ રાજ્યના મેડિકલ સ્ટોર્સમાં પ્રતીકાત્મક બંધ
Read Full Story arrow_forward