android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: જાગનાથ પ્લોટમાં બે બાઇક સામસામે અથડાઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
calendar_today May 19, 2026

Rajkot: જાગનાથ પ્લોટમાં બે બાઇક સામસામે અથડાઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટ શહેરના જાણીતા જાગનાથ પ્લોટ વિસ્તારમાં ગઈકાલે બે મોટરસાયકલ વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને બાઇક સવારો રોડ પર ફંગોળાયા હતા.બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત આ અકસ્માતની સમગ્ર ઘટના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આંતરિક રોડ પરથી પસાર થતી બે બાઇકો પળભરની બેદરકારીના કારણે એકબીજા સાથે ધડાકાભેર અથડાય છે. અકસ્માત થતાં જ આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનચાલકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનિકોની સ્પીડ બ્રેકર મૂકવા મનપાને ઉગ્ર રજૂઆતજાગનાથ પ્લોટના રહીશોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અકસ્માતો થવા એ હવે રોજની વિગત બની ગઈ છે. વાહનચાલકો આંતરિક રસ્તાઓ હોવા છતાં અતિશય સ્પીડમાં વાહનો હંકારે છે, જેના કારણે રાહદારીઓ અને ખાસ કરીને વડીલો તેમજ બાળકોના જીવ જોખમમાં મુકાય છે.આ પણ વાંચો: Dang: પૂર્વ પટ્ટીના વનવિસ્તારમાં લાગી ભયાનક આગ, ભારે જહેમત બાદ વન વિભાગે સ્થિતિ થાળે પાડી

Read Full Story arrow_forward
Banaskantha: ઐતિહાસિક અંબા મહેલ પરિસરમાં આગ લાગતાં અફરાતફરી, ફિલ્મ સિટીના અનેક સેટ અને ઓરડા બળીને ખાખ
calendar_today May 19, 2026

Banaskantha: ઐતિહાસિક અંબા મહેલ પરિસરમાં આગ લાગતાં અફરાતફરી, ફિલ્મ સિટીના અનેક સેટ અને ઓરડા બળીને ખાખ

બનાસકાંઠા જિલ્લાના ઐતિહાસિક અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતા દાંતાના અંબા મહેલ પરિસરમાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે તેણે જોતજોતામાં મહેલના આંતરિક ભાગો અને તેની બાજુમાં આવેલા શૂટિંગ લોકેશનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.મંદિરની છત અને ફિલ્મ સિટી આગની ઝપેટમાંમળતી વિગતો અનુસાર, આગની શરૂઆત અંબા મહેલ પરિસરમાં આવેલા મંદિરથી થઈ હતી. શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર લાગેલી આગે પળભરમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે મંદિરની પૌરાણિક છત આખેઆખી આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. આટલું જ નહીં, આગ વધુ પ્રસરતા મહેલની બિલકુલ બાજુમાં આવેલી આધુનિક 'ફિલ્મ સિટી' (Film City) સુધી પહોંચી ગઈ હતી. ફિલ્મ સિટીમાં શૂટિંગ માટે બનાવવામાં આવેલા કેટલાક ખાસ ઓરડા અને સેટ આ ભીષણ આગમાં બળીને ખાખ થઈ ગયા છે.કોઈ જાનહાનિ નહીં, ફાયર ફાઈટરો દ્વારા બચાવ કાર્યઆગ લાગતાની સાથે જ મહેલના સ્ટાફ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રને જાણ કરી હતી. સદનસીબે, જ્યારે આગ લાગી ત્યારે તે વિસ્તારમાં કોઈ લોકો હાજર ન હોવાથી અથવા સમયસર બહાર નીકળી જવામાં સફળ રહેતા આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક મોટી રાહતની બાબત છે. ફાયર ફાઇટરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જો કે, આ આગમાં ઐતિહાસિક ધરોહર સમાન મંદિરના ભાગને અને ફિલ્મ સિટીને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે.આ પણ વાંચો: Rajkot: જાગનાથ પ્લોટમાં બે બાઇક સામસામે અથડાઈ, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Read Full Story arrow_forward
Ahmedabad News : જિલ્લામાં 26 હજારથી વધુ વાલીઓએ બાળકોને આગળ ભણાવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો!
calendar_today May 19, 2026

Ahmedabad News : જિલ્લામાં 26 હજારથી વધુ વાલીઓએ બાળકોને આગળ ભણાવવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો!

અમદાવાદ શહેર અને ગામ્ય ડીઈઓ કચેરી સંલગ્ન શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને શાળા બહારના બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે હાથ ધરાયેલો મહાસર્વે અંતિમ તબક્કામાં પહોંચ્યો છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં થઈને કુલ 83 હજાર થી વધુ બાળકોના સર્વેક્ષણની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાંથી અત્યાર સુધીમાં 9432 જેટલા ડ્રોપઆઉટ બાળકોને શોધીને સફળતાપૂર્વક શાળાઓમાં પુન: નામાંકિત કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કુલ 26662 જેટલા ચોંકાવનારા કેસમાં વાલીઓએ પોતાના બાળકોને શિક્ષણ આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે.જો કે, હજુ પણ શહેર-ગ્રામ્યમાં થઈને કુલ 6348 બાળકોના સર્વેની કામગીરી પેઝિયા હોવાનું સામે આવ્યું છે. ડ્રોપઆઉટ બાળકોને સ્કૂલમાં દાખલ કરવા માટે અભિયાન શૈક્ષણિક વર્ષ 2025-26માં રાજ્યભરમાં નોંધાયેલા ડ્રોપઆઉટ બાળકોને ફરી સ્કૂલમાં દાખલ કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદ શહેર અર્થે ગામ્યમાં આવા 83415 બાળકો મળી આવ્યાં હતા. જેમાંથી 77067 બાળકો ટ્રેસ કરી દેવાયા છે. અમદાવાદ શહેરમાં કુલ 43720 બાળકોના વિશાળ લક્ષ્યાંક સામે કામગીરી તેજીથી ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં કુલ 14156 કેસમાં વાલીઓ અથવા બાળકોએ શિક્ષણ મેળવવાનો કે માહિતી આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. આ ઈનકાર કરનારાઓમાં સૌથી વધુ 7392 કેસ ગવર્મેન્ટ એઇડેડ શાળાઓના અને 5087 કેસ પ્રાઈવેટ શાળાઓના છે. આ ઉપરાંત, સમગ્ર શહેરમાં 4243 બાળકો એવા નોંધાયા છે જેઓ અનટ્રેસેબલ છે. 25985 બાળકોનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે અમદાવાદ ગામ્ય કચેરી હેઠળના કુલ 29695 વિદ્યાર્થીઓમાંથી 25985 બાળકોનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં 3255 બાળકોનું રિ-એનરોલમેન્ટ કરવામાં આવ્યું છે. જ્યારે 4962 બાળકો અન્ય જગ્યાએ અભ્યાસ કરતા હોવાનું માલૂમ પડયું છે. આશ્ચર્યજનક રીતે 12506 બાળકોના વાલીઓએ સર્વે દરમિયાન શિક્ષણ માટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. જે તંત્ર ચિંતાનો વિષય છે. આ સિવાય 3332 બાળકો અન્યત્ર સ્થળાંતરિત થઈ ગયા છે અને 1108 બાળકો એવા છે જેમનો કોઈ પતો લાગી શક્યો નથી. 5351 બાળકો એવા નોંધાયા છે જેઓ 'અનટ્રેસેબલ' છે. સ્થળાંતરના કારણે શિક્ષણ પ્રવાહ તટવો એ આ સર્વેનું સૌથી મોટું ચિંતાજનક પાસું છે. અમદાવાદ શહેરમાંથી કુલ 13489 બાળકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી3332 બાળકો મળીને સમગ્ર જિલ્લામાં કુલ 16821 બાળકો અન્યત્ર સ્થળાંતરિત થઈ ગયા છે. આ પણ વાંચોઃ Petrol Diesel Price: દેશમાં પાંચ દિવસમાં ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો

Read Full Story arrow_forward