Surat News : બારડોલીમાં તત્કાલિકન PI અને પોલીસ કોન્સ્ટેબલને એક વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકારાયો
2008માં બારડોલી તાલુકાના અસ્તાન ગામે ચકચારી હત્યાકેસમાં પોલીસે લાશની બારોબાર અંતિમ વિધિ કરાવી પુરાવાનો નાશ કર્યો હતો. અસ્તાન ગામે યુવાનની મળેલી લાશના ગુનામાં આ બેદરકારી દાખવવા બદલ બારડોલીના તત્કાલીન પીઆઈ વીએ પટેલ અને પો.કો.ને એક વર્ષની કેદ અને દંડની સજા ફટકારવામાં આવી છે. પુરાવાના નાશ કરવાની કલમો હેઠળ ગુનો આ કેસની વિગતો અનુસાર, બારડોલીના અસ્તાન ગામની નહેરમાંથી આશિષ દૈવીલાલ નામના યુવકની લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.આ યુવાનને પૈસાની લેતીદેતીમાં તેના મિત્રએ બિયર પીવાના બહાને બોલાવી આ નહેર પર તેની સાથે મારપીટ કરી તેનું મોત નિપજાવી લાશને નહેરના પાણીમાં નાખી દીધી હતી. પોલીસે આ બનાવમાં હત્યા સહિતનો ગુનો નોંધવાના બદલે લાશને નહેરમાંથી કાઢી બારોબાર અંતિમ વિધિ કરાવી દીધી હતી. મૃતક આશિષના પિતાની ફરિયાદ આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના અંતે આ બનાવમાં બારડોલીના તત્કાલીન પીઆઈ. એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ હત્યા સહિત પુરાવાના નાશ કરવાની કલમો હેઠળ ગુનો દાખલ થયો હતો. આ કેસમાં ASIનું મૃત્યુ થયું છે આ કેસ સમવારે બારડોલી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ફરજમાં બેદરકારી બદલ બારડોલીના તત્કાલીન પી.આઈ. વી.એ. પટેલ, પો. કો. મહેન્દ્ર લાલચંદને એક વર્ષની સાદી કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં એ.એસ. આઈ. નટુ ચૌધરીનું અગાઉ મૃત્યુ થયું છે. મરનાર આશિપના પિતા ફરિયાદી દેવીલાલ ભેરૂલાલ પારેખે બારડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં બારડોલી પોલીસ સ્ટેશનમાં જે તે સમયના પોલીસ ઈન્સ્પેક્ટર વી. એ. પટેલને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવેલા હતા. રજૂ થયેલ પુરાવાઓને ધ્યાને લઈ કોર્ટે આરોપી બારડોલી પોલીસ સ્ટેશનના તત્કાલીન પી. આઈ. વી.એ.પટેલ અને પો.કો.મહેન્દ્રભાઈ લાલચંદ પાટિલ સામે ફરજ પ્રત્યે બેદરકારી પુરવાર થતાં 1 વર્ષની કેદ તથા રૂ. 10 હજારનો દંડ મુજબની સજા કરતો હુકમ કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા બારડોલી પોલીસ સ્ટેશનના તત્કાલીન એ.એસ.આઈ. નટુભાઈ ચૌધરી અગાઉ મૃત્યુ પામી ચૂક્યા છે. આ પણ વાંચોઃ Petrol Diesel Price: દેશમાં પાંચ દિવસમાં ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો
Read Full Story arrow_forward