android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Monsoon Update: બંગાળની ખાડીમાં ચોમાસાએ પકડી ગતી
calendar_today May 19, 2026

Monsoon Update: બંગાળની ખાડીમાં ચોમાસાએ પકડી ગતી

ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ગતિ પકડી રહ્યુ છે અને બંગાળની ખાડી સાથે અંડમાન-નિકોબાર તથા અરબી સમુદ્રના અનેક વિસ્તારોમાં પહોંચી ગયુ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3થી 4 દિવસમાં ચોમાસું વધુ ઝડપથી આગળ વધી શકે છે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદી માહોલ શરૂ થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે  IMD અનુસાર 19 મેના રોજ દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, આંધી અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે ઓડિશા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ અને કેરળ સહિત 8 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ લોકોની મુશ્કેલી વધારી શકે છે. બંગાળની ખાડીમાં માનસૂન સક્રિય, વરસાદી માહોલની શરૂઆત હવામાન વિભાગ મુજબ દક્ષિણ-પશ્ચિમ માનસૂન 18 મેના રોજ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર, દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી, અંડમાન સમુદ્ર અને સમગ્ર અંડમાન-નિકોબાર દ્વીપસમૂહ સુધી આગળ વધી ગયો છે. આગામી દિવસોમાં તેની ગતિ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 26 મે સુધી કેરળમાં માનસૂનની એન્ટ્રીની શક્યતા હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો ચોમાસાંની ગતિ આવી જ રહી તો 26 મે સુધીમાં કેરળમાં તેની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. સમયસર ચોમાસું પહોંચવાથી ખેડૂતો તેમજ સામાન્ય લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે લોકોને વરસાદ અને તોફાની પવન દરમિયાન સાવચેત રહેવાની તેમજ ખરાબ હવામાનમાં સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આજે રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળશે, તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે
calendar_today May 19, 2026

Gujarat Latest News Live : આજે રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળશે, તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Petrol Diesel Price: દેશમાં પાંચ દિવસમાં ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો
calendar_today May 19, 2026

Petrol Diesel Price: દેશમાં પાંચ દિવસમાં ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો

સરકારે અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા બાદ ચાર વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો કર્યો હતો. હવે પાંચ દિવસ બાદ ફરીવાર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 90 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 87 પૈસાનો વધારો થયો છે. અગાઉ કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ઈંધણની કિંમતોમાં વધારો થશે તેવા સંકેતો આપ્યા હતાં. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ 98 રૂપિયાને પાર થઈ ગયું છે. જ્યારે ડિઝલની વાત કરીએ તો 91.58 રૂપિયા ભાવે વેચાશે. ઈંધણ કંપનીઓ આજથી જ નવા ભાવ લાગુ કરશે સરકારી ઈંધણ કંપનીઓ આજથી જ નવા ભાવ લાગુ કરશે. પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો આજથી જ લાગુ થઈ જશે. અગાઉ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે, જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં નહીં આવે તો કંપનીઓનું એક ક્વાર્ટરમાં નુકસાન એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હવે જે ભાવ વધારો થયો છે તે સરકારી કંપનીઓને થઈ રહેલા નુકસાનની તુલનાએ ખૂબ ઓછો છે. રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ગુજરાતમાં પેટ્રોલના ભાવની વાત કરીએ તો, રાજકોટમાં પેટ્રોલ 90 પૈસા વધતાં નવો ભાવ 98.17 રૂપિયા પ્રતિ લિટર થયો છે. જ્યારે ડીઝલનો નવો ભાવ 94.50 રૂપિયા થયો છે. સુરત શહેરની વાત કરીએ તો પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 95 પૈસાનો વધારો થયો છે. પેટ્રોલનો નવો ભાવ 98.26 અને ડીઝલનો નવો ભાવ 94.13 રૂપિયા થયો છે. અગાઉ વડોદરામાં પેટ્રોલ 97.10 અને ડીઝલ 92.79 રૂપિયાના ભાવે વેચાયું હતું. સુરતની વાત કરીએ તો, પેટ્રોલ 97.40 અને ડીઝલ 93.17નો ભાવ નોંધાયો હતો. રાજકોટની વાત કરીએ તો, પેટ્રોલ 97.27 અને ડીઝલ 93.60 રૂપિયા પ્રતિ લિટરના ભાવે પહોંચ્યું હતું. આ પણ વાંચોઃ Auto News: હવે મોંઘા પેટ્રોલ-ડીઝલથી મેળવો રાહત: આ ઇલેક્ટ્રિક કારોની ખરીદી પર મળશે રૂ.3.8 લાખ સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ!

Read Full Story arrow_forward