android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ankleshwar: કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો રિવોલ્વોર સાથેનો જુનો વીડિયો વાઈરલ થયો
calendar_today May 19, 2026

Ankleshwar: કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો રિવોલ્વોર સાથેનો જુનો વીડિયો વાઈરલ થયો

અંકલેશ્વર નગર પાલિકાના વોર્ડ નં.9 માંમાંથી કોંગ્રેસ પેનલમાંથી જીતેલા ઉમેદવાર ખુશ્બુ કુમારી વસાવા (خુશ્બુબેન પરમાર)નો એક જોખમી વિડિઓ સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ જોખમી વીડિયો 2021માં અપલોડ કરાયો હતો,જે 2026 ની ચુટણીમાં ચૂંટાયા બાદ વાયરલ થયો છેસોશિયલ મીડિયા ઈન્જન્ફ્લુઅન્સર તરીકે જાણીતી ખુશબૂ વસાવાએ ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે નર્મદા નદીના સિલ્વર બ્રિજ ઉપર બે રેલવે ટ્રેકની વચ્ચે હાથમાં રીવોલ્વર સાથે વિડીયો બનાવ્યો છે.રેલવેના કાયદાના ધજાગરા ઉઠાવીને બનાવાયેલા વિડિઓથી હાલ અનેક સવાલ ઉભા થયા છે. ખુશી પરમારના સોશિયલ મીડિયા આઈડી પર આ વિડીયો તા. 19 ઓગષ્ટ 2021ના રોજ અપલોડ કરાયો હતો પરંતુ હાલમાં તેઓ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવતાં આ જૂનો વિડીયો ફરી વાયરલ થયો રેલવે પોલીસ કાર્યવાહી કરે તેવી શક્યતા છે. ભરૂચ રેલ્વે સ્ટેશન પર નર્મદા નદીના સિલ્વર બ્રિજના ટ્રેક ઉપર ખુશ્બુ વસાવાએ વિડિયો બનાવ્યો હોવાનું વાયરલ થતાં તપાસ ચાલી રહી છે.પોલીસે ખુશ્બુ વસાવની શોષખોળ કરી ફ્રિયાદ દાખલ કરવાની કામગીરી ચાલુ છે. રેલ્વેની હદમાં વિડીયો બનાવવોએ ગંભીર બાબત છે.તેથી લોકોએ કાયદાના દાયરામાં રહેવું જોઈએ તેમ રેલવે પોલીસ પીએસઆઈ સુરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યુ હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: નર્મદા કિનારે સ્નાન કરવા ઊમટી પડતાં ભાવિક ભક્તો
calendar_today May 19, 2026

Narmada: નર્મદા કિનારે સ્નાન કરવા ઊમટી પડતાં ભાવિક ભક્તો

અધિક માસ તરીકે ઓળખાતો પુરૂષોત્તમ માસ શરૂ થઈ ગયો છે અને નર્મદા જિલ્લાના નર્મદા કિનારે આવેલા વિવિધ મંદિરો અને આશ્રામોમાં દર્શન કરવા અને જપ,તપ, વ્રત અને દાન કરવા ઉમટી પડ્યા છે.નર્મદા કિનારે જેવા કે શૂલપાણેશ્વર મહાદેવ મંદિરે, ગરૂડેશ્વર દત્તાત્રેય મંદિરે , રામપુરા રણછોડ રાયજી મંદિરે, મણીનાગેશ્વર મહાદેવ મંદિરે,રામાનંદ આશ્રામ, નર્મદા જિલ્લાને અડીને વડોદરા જિલ્લામાં આવેલ નાની મોટી પનોતી, રામેશ્વર મહાદેવ મંદિરે, હનુમાનતેશ્વર, પોઇચા નીલકંઠધામ, સામે કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી,ચાંદોદ, ગંગનાથ મહાદેવ મંદિરે, શુકદેવજી મહાદેવ મંદિરે, વ્યાસેશ્વર મહાદેવ મંદિરે, મૃત્યુંજય આશ્રામે, બદ્રિકાશ્રામ અને અન્ય મંદિરોએ પવિત્ર અધિક માસ હોવાથી ભક્તજનો મંદિરોએ દર્શન કરવા અને નર્મદામાં સ્નાન કરવા ઉમટી પડ્યા છે. અધિક માસમાં દાન, પુણ્ય,જપ, તપ વ્રત અને ભક્તિનું ઘણું મહત્વ છે.આ પવિત્ર માસે દરેક તીથિએ દાનનું ઘણું જ મહત્વ દર્શાવાયું છે.ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ અને અન્ય દેવી દેવતાઓના દર્શનનું મહત્વ સમજાવ્યું છે. કલિયુગમાં અધિક માસ કે જેને પુરુષોત્તમ માસકહેવામાં આવે છે. આ ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. નર્મદા કિનારે યજ્ઞ કરવામાં આવે છે. નર્મદા કિનારે મંદિરો અને આશ્રામો ખાતે યજ્ઞ કરવામાં આવે છે. ગુજરાત મહારાષ્ટ્ર રાજ્ય, મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને ભારત વર્ષના અનેક રાજ્યોમાંથી અધિક માસમાં ભક્તો નર્મદા સ્નાન કરવા ઉમટી પડે છે. અને પુણ્ય કમાઇને પવિત્ર થાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: આમોદના પ્રવેશદ્વારના પોપડા ખરતા લોકોમાં નાસભાગ મચી
calendar_today May 19, 2026

Bharuch: આમોદના પ્રવેશદ્વારના પોપડા ખરતા લોકોમાં નાસભાગ મચી

આમોદ ચાર રસ્તા ઉપર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ એન્ટ્રી ગેટના પોપડા ખરતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. પાલિકા તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે કારણ કે આમોદ નગરમાં અનેક ઇમારતો જર્જરિત થઈ ગયેલી છે.જે બાબતે તંત્રનું અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યું હતું છતાં તંત્ર બેફ્કિર હોય તેમ લાગી રહ્યું છે.આમોદ નગર ટ્રાફ્કિથી ધમધમતા ચાર રસ્તા ઉપર આવેલા પાલિકાના એન્ટ્રી ગેટના પોપડા ખરી પડતા લોકો ભયભીત બન્યા છે.આમોદ પાલિકાએ બનાવેલો એન્ટ્રી ગેટ કોઈ રાહદારી કે વાહનચાલક માથે જીવનું જોખમ સમાન બની ગયો હોય તેમ લાગી રહ્યું તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી જે તંત્રની બેદરકારી અને અયોગ્ય વહીવટની ચાડી ખાય છે.આમોદની દયનીય સ્થિતિ માત્ર આ એક પાલિકાના એન્ટ્રી ગેટ પૂરતી સીમિત નથી પરંતુ સમગ્ર નગર અત્યારે જર્જરિત અને જોખમી ઇમારતો જોવા મળી રહી છે.આમોદના હાર્દ સમાન મુખ્ય બજારમાં આવેલો ઐતિહાસિક ટાવર, ચામડિયા હાઇસ્કુલમાં આવેલું રંગ ઉપવન,આમોદની જૂની કોર્ટની બિલ્ડિંગ તેમજ મામલતદાર કચેરી પાસે આવેલી બહુમાળી બિલ્ડીંગ સહિત ના અનેક જાહેર માળખાઓ અત્યારે મોતનું તાંડવ કરી રહ્યા હોય તેમ જોખમી સ્તરે ઊભા છે.અગાઉ પણ આવા જર્જરિત બાંધકામોમાંથી પોપડા અને દીવાલો પડવાને કારણે નિર્દોષ નાગરિકો લોહીલુહાણ થયાના કિસ્સા નોંધાઈ ચૂક્યા છે ત્યારે તંત્ર વહેલી તકે જોખમી બનેલી ઇમારતો જમીનદોસ્ત કરે તેવી નગરજનો માં ચર્ચાઓ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward