Bharuch: પાણીની લાઇનમાં ભંગાણ થતાં ગ્રામજનોએ બ્રિજનું કામ અટકાવ્યું
દહેજ આમોદ વચ્ચે બનતા ફેરલેન રોડમાં આછોદ ગામે બનતા બ્રિજના કારણે પાણીની લાઇનમાં પંચર પડતા ગામલોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જેથી ગ્રામજનોએ આજ રોજ બ્રિજનું કામ અટકાવી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.દહેજ થી આમોદ વચ્ચે આશરે રૂા. 300 કરોડના ખર્ચે ફેરલેન રોડ બની રહ્યો છે.જેમાં આછોદ ગામ નજીક મોટા પુલ પાસે બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરંતુ જે બ્રીજ બની રહ્યો છે તેની નીચેથી પીવાના પાણીની લાઇન પસાર થઈ રહી છે.ત્યારે પાણીની લાઇનમા વારવાર પંચર પડતા પાણીનો ફેર્સ ઓછો મળતા આછોદ ગામમાં રહેતા 10 હજાર લોકોને પીવાના પાણીના ફંફ પડી રહ્યા છે.જેથી કાળજાળ ગરમીમાં આછોદ ગ્રામજનોનો ગુસ્સો ગરમાયો હતો અને મોટા પુલ પાસે નવા બનતા બ્રીજની કામગીરી અટકાવી દીધી હતી જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આછોદ ગામના તાલુકા પંચાયતના સદસ્ય ઇકબાલ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી અમારી પાણીની લાઇન બદલવામાં નહીં આવે ત્યાં સુધી બ્રીજની કામગીરી કરવા દેવામાં આવશે નહીં.કારણકે ચોમાસાને હજુ વીસ દિવસ વાર છે.જો ચોમાસા પહેલા પાણીની લાઇન બદલી નાખવામાં આવે તો ગ્રામજનોને રાહત થાય તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગ હેઠળ દહેજ- આમોદ રોડનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે.જ્યાં મોટા પુલ પાસે મીઠા પાણીની લાઇન પસાર થઈ રહી છે જે પાણીની લાઇન વારવાર લીકેજ થતા આછોદ ગામના 10 હજાર લોકોને અસર થઈ રહી છે.ત્યારે નવા બનતા બ્રીજ નીચેથી પસાર થતી પાણીની લાઇન બદલવા ગ્રામજનોની માંગ બુલંદ બની હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward