android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahisagar: લુણાવાડા કલેક્ટર કચેરી અને એસપી કચેરીને જોડતા રોડ ઉપર જ ખાડાઓ
calendar_today May 19, 2026

Mahisagar: લુણાવાડા કલેક્ટર કચેરી અને એસપી કચેરીને જોડતા રોડ ઉપર જ ખાડાઓ

મહીસากร જિલ્લાના વહીવટી તંત્રના નાક સમાન ગણાતા સેવા સદન વિસ્તારમાં જ માર્ગોની હાલત અત્યંત દયનીય બની છે. લુણાવાડા ખાતે આવેલી કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને એસપી ઓફ્સિ જેવા મહત્વના સરકારી ભવનોની બિલકુલ બાજુમાં આવેલા આરસીસી રોડ પર મસમોટા ખાડા પડી જતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.જ્યાંથી સમગ્ર જિલ્લાનો વહીવટ ચાલે છે અને જ્યાં દિવસભર ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓની અવરજવર રહે છે, તેવા કલેક્ટર કચેરી પાસેના મુખ્ય આરસીસી રોડના કાંકરા ઉખડી ગયા છે. રોડ પર ઠેર-ઠેર ખાડા પડી જવાથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કરોડોના ખર્ચે બનેલા આરસીસી રોડની આટલી ટૂંકા સમયમાં આવી હાલત થતા કામની ગુણવત્તા સામે પણ શંકાની સોય સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર ચર્ચા છે કે, શું આ રસ્તેથી પસાર થતા જવાબદાર અધિકારીઓને આ મસ્ત મોટા ખાડા દેખાતા નથી? કે પછી જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે? કલેક્ટર ઓફ્સિ અને એસપી ઓફ્સિ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં પણ જો રસ્તાની આવી સ્થિતિ હોય,તો અંતરિયાળ ગામડાઓના રસ્તાઓની હાલત કેવી હશે તે કલ્પના કરવી જ રહી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: શહેરાના ધારાસભ્યએ લક્ઝરી કાર છોડીને ઈ-રિક્ષામાં કરી મુસાફરી
calendar_today May 19, 2026

Panchmahal: શહેરાના ધારાસભ્યએ લક્ઝરી કાર છોડીને ઈ-રિક્ષામાં કરી મુસાફરી

શહેરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ આજે એક તદ્દન અનોખા અને પ્રેરણાદાયી અંદાજમાં જોવા મળ્યા હતા. સામાન્ય રીતે નેતાઓ મોંઘીદાટ ગાડીઓના કાફ્લા સાથે ફ્રતા હોય છે, ત્યારે જેઠાભાઈ ભરવાડે ગ્રીન એનર્જી અને પર્યાવરણ બચાવવાનો મોટો संदेश આપવા માટે ઇલેક્ટ્રિક રિક્ષાની સવારી પસંદ કરી હતી.શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ અને પંચામૃત ડેરીના ચેરમેન ચાંદણગઢ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને હાજર રહ્યા હતા.જ્યાં તેમના મત વિસ્તારના મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆતો લઈને આવ્યા હતા. ધારાસભ્યએ તમામ લોકોની રજૂઆતો ખૂબ જ શાંતિપૂર્વક સાંભળી હતી અને તેનો હકારાત્મક નિકાલ લાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ, તેઓ પોતાના આગામી કાર્યક્રમ માટે નીકળ્યા હતા,પરંતુ આ વખતે કોઈ વીઆઈપી કારના બદલે તેઓ પોતે ઇલેક્ટ્રિક રિક્ષામાં સવાર થયા હતા. ચાંદણગઢથી શહેરા ખાતે આવેલી તેમના ધારાસભ્ય કાર્યાલય સુધીનું 15 કિલોમીટર જેટલું અંતર તેમણે ઈ-રિક્ષામાં જ કાપ્યું હતું. ધારાસભ્યને રિક્ષામાં મુસાફરી કરતા જોઈને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જોવા મળ્યું હતું. કાર્યાલયની કામગીરી પૂર્ણ કર્યા બાદ તેઓ પંચામૃત ડેરી ખાતે પહોંચ્યા હતા.આ મુસાફરી દરમિયાન ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પ્રદૂષણ મુક્ત ભારત અને ઈંધણ બચાવવાના પીએમ નરેન્દ્ર મોદીના વિઝનને આગળ ધપાવતા લોકોને ખાસ અપીલ કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: દરજી સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બાલાસિનોરની ટીમ વિજેતા બની
calendar_today May 19, 2026

Panchmahal: દરજી સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બાલાસિનોરની ટીમ વિજેતા બની

શહેરા : ખાનપુર તાલુકાના ખડોદી ગામ સ્થિત ગ્રીનફ્લ્ડિ ગ્રાઉન્ડ ખાતે શ્રી 212 દરજી વિકાસ મંડળ દ્વારા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને જ્ઞાતિમાં એકતા તેમજ સંગઠનની ભાવના વધુ મજબૂત બને તેવા ઉમદા હેતુથી યોજાયેલી આ પ્રતિયોગિતામાં સમગ્ર પંચમહાલ અને મહીસાગર સહિત આસપાસના વિસ્તારોની ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રોમાંચક મુકાબલાઓથી ભરેલી આ ટુર્નામેન્ટના હાઈ-વોલ્ટેજ ફઇનલ મેચમાં બાલાસિનોરની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજેતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.ટુર્નામેન્ટનો પ્રારંભ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી તેમજ તમામ હોદ્દેદારો અને કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં કરાયો હતો. આ ટુર્નામેન્ટમાં શહેરા, ગોધરા, ખાનપુર, બાલાસિનોર, બાકોર સહિત અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ મળીને 14 જેટલી દિગ્ગજ ટીમોએ ભાગ લીધો હતો. ફઇનલ મેચ પીપાવંશી ઇલેવન ખાનપુર અને બાલાસિનોર ઇલેવનક્ર વચ્ચે રમાઈ હતી.સમાજના પ્રમુખ તથા ઉપસ્થિત તમામ હોદ્દેદારોના હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમોને ચમકતી ટ્રોફીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત,સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન શ્રોષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓ માટે વ્યક્તિગત એવોર્ડ્સ પણ અપાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward