અમદાવાદમાં રહેતા એટા ગામના નવદંપતીનું બાઈક અકસ્માતમાં મોત
ધાનેરા તાલુકા માટે รવિવિારનો દિવસ ભારે આઘાતજનક, કાળચક્ર સમાન અને ગોઝારો સાબિત થયો છે. માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં સર્જાયેલા બે અલગ-અલગ ભયાનક અને કાળજું કંપાવી દે તેવા માર્ગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. થાવર ગામના ત્રણ યુવાનો અને ધાનેરાના જાણીતા ડૉક્ટર અને તેમના પત્નીનાં અકાળે થયેલા અવસાનથી સમગ્ર ધાનેરા પંથક સ્તબ્ધ થઈ ગયો છે. હજી થાવર ગામના અકસ્માતનો આઘાત શમ્યો ન હતો ત્યાં જ રવિવારની સાંજે બીજી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી હતી.મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના એટા ગામના વતની અને હાલ અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા દરજી સમાજના અગ્રણી 25 વર્ષીય ડૉ. મિતેશકુમાર મુંગાભાઈ મકવાણા વિરમગામના શાહપુર ગામે આવેલી 'શિવમ ડે કેર ક્લિનિક' ખાતે મેડિકલ ઓફ્સિર તરીકે ફ્રજ બજાવતા હતા. અને તેઓ રવિવારની રજા માણવા માટે પત્ની હેતલબેન સાથે મોટરસાઇકલ પર અમદાવાદથી નળસરોવર તરફ્ ગયા હતા. સાંજે આશરે પાંચ વાગ્યે નળસરોવરથી ખુશખુશાલ વાતાવરણમાં પરત ફ્રી રહ્યા હતા, ત્યારે સાણંદ - નળસરોવર રોડ પર રેથલ ગામની સીમમાં ગ્રીનવુડ સરોવર વિલેજ રિસોર્ટ પાસે અચાનક બાઇક પરથી કાબૂ ગુમાવ્યો હતો જ્યાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અત્યંત હૃદયદ્રાવક બાબત એ છે કે ડૉ. મિતેશભાઈના લગ્નને હજી માત્ર બે માસ પણ પૂરા થયા નહોતા અને પૂરપાટ ઝડપે જઈ રહેલી બાઇક રોડ સાઇડમાં આવેલી ગટરની કોંક્રિટની દીવાલ સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત અેટો ભયાનક હતો કે દંપતી રોડ પર ફ્ંગોળાયું હતું અને માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર જીવલેણ ઇજાઓ થવાના કારણે બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડયો હતો. આ અકસ્માતની ઘટનાથી તબિબિ આલમ અને પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward