android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
84 અગ્નિ કુંડ પ્રગટાવી સંતનું સિદ્ધ અગ્નિ તપનું અનુષ્ઠાન
calendar_today May 18, 2026

84 અગ્નિ કુંડ પ્રગટાવી સંતનું સિદ્ધ અગ્નિ તપનું અનુષ્ઠાન

ભીલડી : ડીસા તાલુકામાં આવેલા ઐતિહાસિક અને પવિત્ર વડાવળ ગામની પાવન ધરા પર એક અભ્દુત અને આધ્યાત્મિક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ગામના પ્રખ્યાત લાખણેશ્વર મહાદેવ મંદિર ખાતે સનાતન ધર્મના રક્ષણ, રાષ્ટ્રભાવના અને સમગ્ર વિશ્વના કલ્યાણના ઉમદા હેતુથી પરમ પૂજ્ય સંત મુકેશગીરી બાપુ દ્વારા કઠોર સિદ્ધ અગ્નિ તપ (ધૂણા તપ) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વૈશાખ વદ અમાસ અને શનિવારના પવિત્ર દિવસથી શરૂ થયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં સંત મુકેશગીરી બાપુ ધોમધખતા ઉનાળાની ભીષણ ગરમી વચ્ચે પણ પ્રભુ ભક્તિમાં લીન થયા છે. આ વર્ષે મંદિર પરિસરમાં આજુબાજુ ચારેય તરફ્ લાકડા અને છાણાંની મદદથી ધગધગતા 84 અગ્નિ કુંડ (ધૂણા) પ્રગટાવવામાં આવ્યા છે. આ અગ્નિની પ્રચંડ જ્વાળાઓ અને અસહ્ય તાપની વચ્ચે, અર્ધ નગ્ન શરીરે માત્ર એક કંતાન પાથરીને પૂજ્ય બાપુ યજ્ઞકુંડની સામે કઠોર તપસ્યા કરી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
સુઈગામ તાલુકાના પાડણ ગામે પવિત્ર અધિક માસમાં કથાનો પ્રારંભ કરાયો
calendar_today May 18, 2026

સુઈગામ તાલુકાના પાડણ ગામે પવિત્ર અધિક માસમાં કથાનો પ્રારંભ કરાયો

થરાદ : સુઈગામ તાલુકાના સરહદી વિસ્તાર અને સંતો મહંતોની ધરતી અને શિવની નગરી તરીકે ઓળખાતા પાડણ ગામમાં આજે પવિત્ર અધિક માસ, પુરુષોત્તમ માસના પ્રારંભના દિવસે પાડણ સરપંચ મુળજી ચૌધરીના ઘરેથી રામજી મંદિર સુધી પોથી યાત્રા નીકળી હતી. ત્યારબાદ કથાજ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો હતો. જીગ્નેશ શાસ્ત્રી કથાનું રસપાન કરાવશે. પોથી યાત્રામાં સરપંચ મુળજી ચૌધરી, તથા દીકરીઓએ સામૈયું કરી કુમ કુમ તિલક કરી કથાની શુભ શરૂઆત કરાવી હતી. અને ચા,પાણી અને યજ્ઞના દાતા સરપંચ રહ્યા છે. પાડણ રામજી મંદિર ખાતે સવારે 12 થી 02 દરમિયાન અધિક માસના દિવસો દરમિયાન કથા ચાલશે અને ગ્રામ્યજનો કથાનું રસપાન કરશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
મંત્રી પ્રવીણ માળીએ ડિજિટલ માધ્યમથી પોતાના પરિવારનું સેલ્ફ એન્યુમરેશન કર્યું
calendar_today May 18, 2026

મંત્રી પ્રવીણ માળીએ ડિજિટલ માધ્યમથી પોતાના પરિવારનું સેલ્ફ એન્યુમરેશન કર્યું

ડીસા : ગુજરાતમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જનગણના 2027 અન્વયે રવિવાર થી શરૂ થયેલી સ્વ ગણતરીનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે. ત્યારે તા.31/5/26 સુધીના નિર્ધારિત 15 દીવસમાં લોકો પોતાની જરૂરી વિગતો જાતે ઓનલાઈન ભરીને આ પ્રક્રિયામાં સહભાગી થઈ શકશે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને કલાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ રવિવારે પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઈન ભરીને સ્વ વસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે તેમની સાથે અન્ય સહયોગીઓ તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward