android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
માધવ યુનિવર્સિટી ખાતે એપ્રેન્ટિસશીપ એક્સટેન્શન લેક્ચરનું આયોજન કરાયું
calendar_today May 18, 2026

માધવ યુનિવર્સિટી ખાતે એપ્રેન્ટિસશીપ એક્સટેન્શન લેક્ચરનું આયોજન કરાયું

પાલનપુર : માધવ યુનિવર્સિટીના તાલીમ અને પ્લેસમેન્ટ સેલે, ગેઈલ ઈન્ડિયા લિમિટેડના સહયોગથી એપ્રેન્ટિસશીપ અને કારર્કિદીની તકો પર એક ખાસ વિસ્તરણ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 100 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને એપ્રેન્ટિસશીપ પસંદગી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ યુનિવર્સિટીના તાલીમ અને પ્લેસમેન્ટ સેલના ડિરેક્ટર ર્ડા.અતુલ કુમાર મિશ્રાના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગેઈલ ઈન્ડિયા લિમિટેડના એચઆર પ્રતિનિધિઓ રાહુલકુમાર અને સુમિત ખાસ હાજર રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા ચિંતન શિબિર - 2026નું આયોજન કરાયું
calendar_today May 18, 2026

બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા ચિંતન શિબિર - 2026નું આયોજન કરાયું

પાલનપુર : બનાસકાંઠાના ઉજાણી ખાતે બનાસકાંઠા વન્યજીવ વિભાગ દ્વારા ચિંતન શિબિર 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિભાગના વડા નાયબ વન સંરક્ષક, બંને મદદનીશ વન સંરક્ષકો, તમામ પરિક્ષેત્ર વન અધિકારીઓ તેમજ ફોરેસ્ટ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિર દરમ્યાન બનાસકાંઠા નાયબ વન સંરક્ષક દ્વારા આગામી વર્ષોમાં ગુજરાત સરકાર તથા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા નિર્ધારીત કરાયેલા રોડ મેપ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ ચિંતન શિબિરમાં થયેલી ચર્ચાઓના આધારે ભાવિ કામગીરી સુનિશ્ચિત રીતે અમલમાં મુકી શકાય તે માટે સંલગ્ન સ્ટાફને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
માધવ યુનિવર્સિટીમાં દિશા રાણપુરાને પીએચડીની ઉપાધી એનાયત કરવામાં આવી
calendar_today May 18, 2026

માધવ યુનિવર્સિટીમાં દિશા રાણપુરાને પીએચડીની ઉપાધી એનાયત કરવામાં આવી

પાલનપુર : માધવ યુનિવર્સિટીના વિજ્ઞાન ફેકલ્ટીએ વધુ એક નોંધપાત્ર સંશોધન સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટીના સંશોધક દિશાબેન અરવિંદભાઈ રાણપુરાને બનાસકાંઠા જિલ્લાના ગુણવત્તા ચકાસણી અને પર્યાવરણીય સ્વાસ્થ્યના મૂલ્યાંકન માટે પાણીના રાસાયણિક અને સૂક્ષ્મજીવવિજ્ઞાન વિશ્લેષણની જટિલતાનો ઉકેલ વિષય પરના તેમના ઉત્કૃષ્ટ સંશોધન કાર્ય માટે પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સંશોધન ફેકલ્ટી ઓફ સાયન્સના સંશોધન સુપરવાઈઝર એસોસિયેટ પ્રોફેસર ર્ડા.નરેન્દ્રકુમાર શર્મા અને સંશોધન સહ સુપરવાઈઝર એસોસિયેટ પ્રોફેસર ર્ડા.જીગર સોનીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું,ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward