android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
કતલખાનેથી બચાવાયેલા પશુઓના નિભાવ માટે પાંજરાપોળને આર્થિક સહાય
calendar_today May 18, 2026

કતલખાનેથી બચાવાયેલા પશુઓના નિભાવ માટે પાંજરાપોળને આર્થિક સહાય

કતલખાનેથી બચાવાયેલા પશુઓના નિભાવ માટે પાંજરાપોળને આર્થિક સહાયગેરકાયદેસર કતલખાને લઈ જવાતા પશુઓને પોલીસે એફઆઈઆર હેઠળ પકડી તેમની દેખભાળ અને ભરણપોષણ માટે રાજપુર પાંજરાપોળ, ડીસા ખાતે મોકલવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીને આ પશુઓના નિભાવ ખર્ચ પેટે ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા વર્ષ 2025-26 દરમ્યાન ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા પશુઓને બનાસકાંઠા પોલીસ વિભાગના સહયોગથી પકડીને રાજપુર પાંજરાપોળ, ડીસા ખાતે મોકલવામાં આવ્યા હતા. આ પશુઓના નિભાવ હેતુ રાજપુર પાંજરાપોળ ડીસાને પશુઓની દેખભાળ અને ભરણપોષણ માટે કુલ રૂા.20,002,50 નો ચેક બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના અધ્યક્ષ તથા કલેકટર મિહિર પટેલના હસ્તે સંસ્થાના ટ્રસ્ટીઓ ભરતભાઈ વારિયા અને જગદીશભાઈ સોલંકીને એનાયત કરવામાં આવ્યો હતો. રાજપુર પાંજરાપોળ, ડીસા સંસ્થા બનાસકાંઠા જિલ્લામાં કતલખાને લઈ જવાતા પશુઓને આશ્રાય, ખોરાક અને સારવાર પુરી પાડી ઉત્તમ જીવદયાનું કાર્ય કરી રહી છે. અધ્યક્ષ તથા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન અને પ્રેરણાથી બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા જીવદયા અને પ્રાણી કલ્યાણ સંબંધિત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે તેમ નાયબ પશુપાલન અધિકારી બનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
જિલ્લા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિની બેઠક મળી
calendar_today May 18, 2026

જિલ્લા સંકલન અને ફરીયાદ નિવારણ સમિતિની બેઠક મળી

બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પુછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ટા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં વિવિધ પ્રશ્નો બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પૂર્ણ કરવા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું.બેઠકના અધ્યક્ષ વ કલેકટરે જણાવ્યું હતું કે જિલ્લાના નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ પહોંચે તથા તમામ કાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી છે. પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સુચન કરાયા હતા. આ બેઠકમાં પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ભાર મુકાયો હતો. જેમાં સંબંધિત વિભાગે ઝાડી-ઝાખરા દુર કરવા, પાણી ભરાતા હોય તેવા સ્થળોએ પૂર્વ તૈયારીઓ કરી રાખવા જણાવ્યું હતું. બેઠકમાં પાણી પુરવઠા, વન વિભાગ, રોડ-રસ્તા, તાલુકા કક્ષાએ મંજૂર થયેલ નવીન એસ.ટી.બસ સ્ટેશનની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સુચના અપાઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ઓગડનાં થરા બજારમાં ખુલ્લી ગટરમાં પીકઅપ ખાબકી ગઈ
calendar_today May 18, 2026

ઓગડનાં થરા બજારમાં ખુલ્લી ગટરમાં પીકઅપ ખાબકી ગઈ

ઓગડ તાલુકાના થરા બજારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર NHAIની ઘોર બેદરકારી ફ્રી એકવાર સામે આવી છે. રૂની રોડ નજીક લાંબા સમયથી ખુલ્લી હાલતમાં પડેલી ગટર લાઈનમાં મૃત પાડા ભરીને જતી એક પીકઅપ ગાડી અચાનક ખાબકી જતાં ભારે અફ્રાતફ્રી મચી ગઈ હતી. ઘટનામાં સદનસીબે ચાલકનો બચાવ થયો હતો, પરંતુ વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક વેપારીઓ અને રહિશોના જણાવ્યા મુજબ આ ગટર લાઈન છેલ્લા ઘણા સમયથી ખુલ્લી હાલતમાં છે અને અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. ચાર દિવસ અગાઉ પણ આ જ સ્થળે એક કાર ગટરમાં ખાબકી હતી. છતાં પણ NHAI દ્વારા ગટરને ઢાંકવા કે કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માટે કાર્યવાહી કરવામાં આવી નથી. અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ ના આવતા અંતે લોકોએ ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward