પાલનપુર RTO કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટમાટે આવતા રિક્ષાચાલકોને ભારે હાલાકી
પાલનપુર RTO કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટમાટે આવતા રિક્ષાચાલકોને ભારે હાલાકીગુજરાત રાજ્યમાં પાલનપુર આરટીઓ કચેરીમાં કંઈક અલગ જ નિયમો બનાવવામાં આવ્યા છે જે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગમાં જેનો કોઈ પરિપત્ર થયેલ નથી અથવા તો આ બાબતે કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ નથી. આમ છતાં માલિકીની રિક્ષા હોય તો જ તે ટેસ્ટ આપી શકે તેવા ફટવાથી રિક્ષાચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને ફી ભર્યા બાદ પણ ટેસ્ટ ન આપી શકતા તેમની ફીનું નુકશાન જઈ રહ્યું છે. આવા અનેક લોકોને મુશ્કેલી પડી રહ્યાની રાવ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરમાં આવેલી આરટીઓ કચેરીમાં જિલ્લાભરમાંથી વાહન ચલાવવા માટેનું લાયસન્સ લેવા માટે અરજદારો આવતા હોય છે અને અરજદારો સરકારના નિયમોનુસાર તેમના વાહન લઈને આવતા હોય છે જો કોઈની પાસે વાહન ન હોય તો કોઈ મિત્રનું અથવા તો કોઈ સગા સંબંધીનું વાહન લઈને પણ ટેસ્ટ આપવા આવતા હોય છે જેમાં હાલના સિસ્ટમ પ્રમાણે ઓટો ઈન્ટેલિજન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે. તેથી હાલનો ડ્રાઈવિંગ ટેસ્ટ ખુબ જ અઘરો બન્યો છે જેમાં જરા પણ ચુક થાય તો કેમેરાની નજરમાંથી તે બચી શકતા નથી અને ડ્રાઈવિંગ લાઈસન્સ માટે તેને અપ્રુવલ મળતી નથી. આમ હાલના સંજોગોમાં 100 માંથી 15 થી 20 ટકા લોકો જ તેમાં સફળ થાય છે. આમ એ.આઈ.જનરેટ થયા બાદ કોઈની શરમ કે ભલામણ ચાલતી નથી પરંતુ જે વાહન ચાલકો ફોર વ્હીલના લાયસન્સ લેવાના હોય તેવા લોકો પણ ફોર વ્હીલ ન મળવાને કારણે ક્યારેક રિક્ષા સગા સંબંધીની મળી જાય તો લઈને આવતા હોય છે તો કેટલાક લોકો અહિં રિક્ષા ભાડે આપી અને રોજગારી મેળવે છે પરંતુ આરટીઓ અધિકારીઓને આ બાબત યોગ્ય લાગતી ન હોય તેમણે લાઈટ વ્હીકલનું લાયસન્સ લેવાનું હોય ત્યારે ફરજીયાત પણે પુછપરછ કરે છે અને જો રીક્ષા પોતાની હોય તો જ અથવા તો સગા સંબંધી હોય તો જ તેમને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા દે છે. આમ રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આવો કોઈ પરિપત્ર કરવામાં આવેલ નથી કે ભાડાનું વ્હીકલ લઈને આવે તો તેને ટેસ્ટ ન આપવા દેવું પરંતુ પાલનપુરના અધિકારીઓ આ બાબતે તેમની મનમાની ચલાવી રહ્યાની રાવ ઉઠી છે ત્યારે બીજી તરફ જ્યાં ડ્રાઈવિંગ ટેસ્ટ આપવામાં આવે છે તેને ચારે બાજુથી એટલી ઉંચી દિવાલ અને દરવાજા બનાવ્યા છે તેની સ્ક્રીન પર બહાર મુકવામાં આવી નથી. આથી બહારની કોઈપણ વ્યક્તિ જોઈ શકે નહિં કે અંદર વ્યક્તિ ક્યાં ભુલ કરે છે જો આ સ્ક્રીન જો દેખવામાં આવે તો પોતાની ભુલ સમજાઈ શકે અને તે પોતાની ભુલ સુધારી શકે જો કે પરીક્ષા પહેલા તેમને બહાર સ્ક્રીનમાં બતાવવામાં આવે છે ટેસ્ટ કઈ રીતે આપવો પરંતુ લાઈવ ટેસ્ટ બતાવવામાં આવતો નથી. આમ પાલનપુર આરટીઓ કચેરીમાં અનેક પ્રકારની ફરીયાદો ઉઠી છે ત્યારે આ બાબતે વાહન વ્યવહાર વિભાગના સેક્રેટરી દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે અને અરજદારોને ન્યાય મળે તે અંગે મુલાકાત લઈ અને નિર્ણય કરે તેવી લોકમાંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward