રાહ ગામમાં 20 હેક્ટર ગૌચર અને 4 કિમીનો જાહેર રસ્તો દબાણમુક્ત કરાયો
નવા બનેલા રાહ તાલુકાના વડા મથક રાહ ગામ ખાતે સરકારી મિલકતો અને ગૌચર જમીનો પચાવી પાડનારા તત્વો સામે વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતે લાલઆંખ કરી છે. રાહ ગામમાં ગૌચરની કિંમતી જમીન તેમજ જાહેર રસ્તાઓ પર થયેલા વર્ષો જૂના દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર અને ગ્રામ પંચાયતના સંયુક્ત સહયોગથી એક વિશેષ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં ગત તારીખ 13/05/2026 થી 16/05/2026 એમ સતત ચાર દિવસ સુધી ચાલેલી આ કડક ઝુંબેશ દરમિયાન તંત્ર દ્વારા કોઈ પણ જાતના ભેદભાવ વગર 243 જેટલા દબાણદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દબાણો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આ સફ્ળ કામગીરીને પગલે ગૌચરની અંદાજિત 20 હેક્ટર જેટલી વિશાળ જમીન દબાણમુક્ત બની છે, જે હવે પશુઓના ચરિયાણ માટે ઉપયોગમાં આવી શકશે. આ ઉપરાંત, ગામના આશરે 4 કિલોમીટર જેટલા લાંબા જાહેર રસ્તા પર દબાણદારોએ કરેલા પાકા-કાચા દબાણો પણ સફ્ળતાપૂર્વક હટાવી લેવામાં આવ્યા છે. રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો થતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ટ્રાફ્કિની સમસ્યામાંથી મોટી રાહત મળી છે.તંત્રની આ કડક કામગીરી અંગે વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, સરકારી મિલકતો, ગૌચર જમીન અનેજાહેર રસ્તાઓ એ પ્રજાની સુખાકારી માટે છે. આ મિલકતો પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ સાંખી લેવામાં નહીં આવે અને આગામી સમયમાં પણ દબાણ હટાવવાની આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.રાહ ગામને સુવ્યવસ્થિત અને સુંદર બનાવવા માટે તંત્ર દ્વારા લેવાયેલા આ કડક પગલાંને સ્થાનિક ગ્રામજનોએ પણ બિરદાવ્યું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward