android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ડિંડોલી વોર્ડ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની કરપીણ હત્યા, સમગ્ર ઘટના કેમેરામાં કેદ
calendar_today May 18, 2026

Surat: ડિંડોલી વોર્ડ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જય દલાલની કરપીણ હત્યા, સમગ્ર ઘટના કેમેરામાં કેદ

સુરત શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વધુ એક સરેઆમ હત્યાની ઘટનાથી સમગ્ર પંથક ધ્રુજી ઉઠ્યો છે. શહેરના ઉધના રોડ નંબર ૬ વિસ્તારમાં ડિંડોલીના રહેવાસી અને ભાજપના યુવા નેતાની ચાર જેટલા ઇસમોએ ઘેરીને ઘાતકી હત્યા કરી નાખી છે. હાઈપ્રોફાઈલ રાજકીય કનેક્શન ધરાવતા આ યુવકની હત્યાના પગલે સુરતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તપાસમાં જોતરાયો છે.ધારાસભ્યના નજીકના મહિલા અગ્રણીનો પુત્ર હતો મૃતકઆ ચકચારી ઘટનાની મળતી વિગતો અનુસાર, મૃતક યુવકની ઓળખ જય દલાલ તરીકે થઈ છે, જે ડિંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષમાં સક્રિય જવાબદારી સંભાળતો હતો. જય દલાલની માતા જયશ્રીબેન દલાલ સુરત ભાજપના જાણીતા મહિલા અગ્રણી છે અને તેઓ લિંબાયત વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય સંગીતાબેન પાટીલના અત્યંત નજીકના ગણાય છે તેમજ પક્ષની કામગીરીમાં સતત સક્રિય રહે છે. ભાજપના અગ્રણીના પુત્રની જ ધોળા દિવસે હત્યા થતાં સુરત પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.CCTV માં કેદ થઈ હૃદયકંપાવનારી ઘટનાહત્યાની આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઉધના રોડ નંબર ૬ વિસ્તારમાં ચાર જેટલા માથાભારે ઈસમોએ જય દલાલને રસ્તા પર આંતર્યો હતો. કોઈ જૂની અદાવત કે ત્વરિત વિવાદમાં આ ચારેય ઇસમોએ પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયારો વડે જય પર ઉપરાછાપરી ઘાતકી હુમલો કરી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડેલા જય દલાલને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારના અંતે તેણે દમ તોડી દીધો હતો. યુવાન દીકરાના મોતના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.ઉધના પોલીસે હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાઘટનાની ગંભીરતાને જોતા ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચારેય હુમલાખોરોની ઓળખ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ હત્યા પાછળ કોઈ અંગત અદાવત છે, નાણાકીય વિવાદ છે કે પછી કોઈ રાજકીય અદાવત, તે દિશામાં પોલીસે જુદી-જુદી ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરી છે. ધોળા દિવસે થયેલી આ ક્રૂર હત્યાના વિરોધમાં સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ પણ વાંચો: Dwarka: ગોમતી નદીમાં ડૂબેલા રાજકોટના યુવકનો મૃતદેહ મોડી રાત્રે મળ્યો, હસતો-રમતો પરિવાર શોકમાં ડૂબ્યો

Read Full Story arrow_forward
Ahmedabad: ઉસ્માનપુરામાં અડધી રાત્રે બે કાર વચ્ચે જોરદાર ટક્કર, ગાડીમાંથી દારૂની બોટલો મળી
calendar_today May 18, 2026

Ahmedabad: ઉસ્માનપુરામાં અડધી રાત્રે બે કાર વચ્ચે જોરદાર ટક્કર, ગાડીમાંથી દારૂની બોટલો મળી

અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે બેફામ સ્પીડે વાહનો ચલાવવાના કારણે સર્જાતા અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં ગઈકાલે અડધી રાત્રે બે લક્ઝુરિયસ કાર વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અકસ્માત સર્જનાર કારચાલક પોતે જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.ટક્કર બાદ કારમાંથી મળી આવી દારૂની બોટલસ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, મધરાતે શાંત રસ્તા પર બે કાર ધડાકાભેર એકબીજા સાથે અથડાઈ હતી, જેનો અવાજ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા કારચાલકને બહાર કાઢતી વખતે સ્થાનિક લોકો અને પોલીસને કારની અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. દારૂની બોટલ મળવાના કારણે ઘટનાસ્થળે હાજર લોકોમાં ભારે ચર્ચા જાગી હતી કે કારચાલક દારૂના નશામાં ચૂર થઈને બેફામ ગતિએ ગાડી ચલાવી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.ટ્રાફિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઘટનાની જાણ થતાં જ સ્થાનિક ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઉસ્માનપુરા ખાતે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કર્યો હતો. ઇજાગ્રસ્ત કારચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે દારૂની બોટલ જપ્ત કરી લીધી છે અને ચાલક ખરેખર દારૂ પીને ડ્રાઇવિંગ કરી રહ્યો હતો કે કેમ, તે સ્પષ્ટ કરવા માટે તેના બ્લડ સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. પ્રોહિબિશન એક્ટ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન હેઠળ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.આ પણ વાંચો:Surat: ઉધના રોડ નંબર 6 પર યુવક પર સરેઆમ જીવલેણ હુમલો, સારવાર દરમિયાન નીપજ્યું મોત

Read Full Story arrow_forward
Rajkot:જામનગર રોડ પર 'સાંઢિયા પુલ'નું કામ પૂર્ણતાની આરે, લાખો વાહનચાલકોનો સમય અને ઈંધણ બચશે
calendar_today May 18, 2026

Rajkot:જામનગર રોડ પર 'સાંઢિયા પુલ'નું કામ પૂર્ણતાની આરે, લાખો વાહનચાલકોનો સમય અને ઈંધણ બચશે

રાજકોટ શહેરના લાખો વાહનચાલકોની દૈનિક હાલાકીનો હવે ટૂંક સમયમાં અંત આવવા જઈ રહ્યો છે. રાજકોટના પશ્ચિમ વિસ્તારને જોડતા અત્યંત મહત્વપૂર્ણ અને વ્યસ્ત એવા જામનગર રોડ પર આવેલા ઐતિહાસિક સાંઢિયા પુલને નવો અને ફોર-લેન બનાવવાની કામગીરી હવે તેના આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આ બ્રિજ ટૂંક સમયમાં જ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવાની હલચલ તેજ બની છે.સમય અને મોંઘા ઈંધણની થશે મોટી બચતહાલમાં આ બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે જામનગર રોડ, સિવિલ હોસ્પિટલ ચોક અને આસપાસના વિસ્તારોમાં પીક અવર્સ દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાય છે. ડાયવર્ઝનના કારણે વાહનચાલકોને દરરોજ અંદાજે ૨૦ મિનિટ જેટલો સમય ટ્રાફિકમાં વેડફવો પડે છે, જેના કારણે ઈંધણનો પણ મોટો બગાડ થાય છે. પરંતુ સાંઢિયા પુલ બ્રિજ શરૂ થતાં જ આ વિસ્તારમાંથી પસાર થતા લાખો વાહનોને નોન-સ્ટોપ કનેક્ટિવિટી મળશે અને લોકોના સમય તેમજ ઈંધણની મોટી બચત થશે.આકાશી દ્રશ્યો આવ્યા સામે, નવા પદાધિકારીઓ કરશે લોકાર્પણતાજેતરમાં જ આ પ્રોજેક્ટના આકાશી દ્રશ્યો (Drone Footage) સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બ્રિજનું સિવિલ કન્સ્ટ્રક્શન, કાર્પેટિંગ અને કલરકામ સહિતની મુખ્ય કામગીરી આટોપી લેવામાં આવી છે અને બ્રિજ આકર્ષક લુકમાં નજરે પડી રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, રાજકોટ મહાનગરપાલિકા (RMC) માં આગામી દિવસોમાં નવા પદાધિકારીઓની વિધિવત નિમણૂક કરવામાં આવશે. આ નવી બોડી અને પદાધિકારીઓ ચાર્જ સંભાળે તે સાથે જ આ મેગા બ્રિજનું ભવ્ય લોકાર્પણ કરીને તેને પ્રજા માટે ખુલ્લો મુકી દેવામાં આવશે.આ પણ વાંચો: Ahmedabad: ઉસ્માનપુરામાં અડધી રાત્રે બે કાર વચ્ચે જોરદાર ટક્કર, ગાડીમાંથી દારૂની બોટલો મળી

Read Full Story arrow_forward