android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dakor: મંદિર વિસ્તારમાં ટ્રફિક જામ થતા 108ની વાન અટવાઈ
calendar_today May 17, 2026

Dakor: મંદિર વિસ્તારમાં ટ્રફિક જામ થતા 108ની વાન અટવાઈ

યાત્રાધામ ડાકોરમાં રવિવારથી અધિક જેઠ માસનો પ્રારંભ થતો હોવાની સાથે રજાનો દિવસ હોય ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો. તેમ છતાંય સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા વાહન વ્યવહારના નિયમન માટે મંદિર વિસ્તારમાં કોઈ આયોજન કે નજર ન રખાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. એથી નગરજનો સહિત બહારગામથી દર્શને આવેલા ભાવિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. એટલું જ નહીં મંદિર નજીકના ટાવર વિસ્તારના માર્ગ પર ઈમરજન્સીના દર્દીને લઈને જઈ રહેલી 108 એમ્બ્યુલન્સ વાન પણ ટ્રાફિક જામમાં સપડાઈ હતી. તેમ છતાં ટ્રાફિક પોલીસ સ્થળ પર ન જોવા મળતા સ્થાનિકોમાં રોષની લાગણી ઉઠવા પામી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: આસોદર સીમ વિસ્તારમાં પ્રતિબંધિત પાટલા ઘોના વેપલાનું કરતૂત ઉજાગર
calendar_today May 17, 2026

Anand: આસોદર સીમ વિસ્તારમાં પ્રતિબંધિત પાટલા ઘોના વેપલાનું કરતૂત ઉજાગર

આંકલાવ તાલુકામાં વન્યજીવોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે, જ્યાં સુરક્ષિત પ્રાણીઓની યાદીમાં આવતા ક્કપાટલા ઘોક્રને વેચવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આસોદર ગામે પાટલા ઘો વેચવા આવેલા એક શંકાસ્પદ શખ્સને સ્થાનિક જાગૃત નાગરિક રતિલાલભાઈએ ઝડપી પાડી આ અંગે તાત્કાલિક આંકલાવ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને તેને વન વિભાગને સોંપ્યો હતો. જોકે, ફોરેસ્ટ વિભાગની ટીમ આ શંકાસ્પદ શખ્સને કચેરી ખાતે લઈ ગયા બાદ કોઈ કારણોસર છોડી મૂકવામાં આવતા સ્થાનિકોમાં વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવા પામ્યા છે આ સમગ્ર મામલે જાગૃત નાગરિક રતિલાલભાઈ દ્વારા વન વિભાગના કર્મચારીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. તેઓના જણાવ્યા અનુસાર, તેમણે આ સમગ્ર ઘટનાક્રમનો એક વિડીયો પોતાના મોબાઈલમાં શૂટ કર્યો હતો, પરંતુ ફોરેસ્ટ વિભાગના કર્મચારીએ તેમના જ મોબાઈલમાંથી વિડીયોને ડીલીટ કરી નાખ્યો હતો. વન વિભાગની આ શંકાસ્પદ ભૂમિકા અને વિડીઓ ડીલીટ કરવાના પ્રયાસથી નારાજ થઈને આખરે જાગૃત નાગરિક દ્વારા આ સમગ્ર બાબતે ઉચ્ચ સ્તરે જિલ્લા ફોરેસ્ટ અધિકારીને ફરિયાદ કરીને ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે. બીજી તરફ્, વન વિભાગે પોતાના બચાવમાં આ તમામ આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવ્યા છે. ફોરેસ્ટ વિભાગના નિવેદન અનુસાર, ઝડપાયેલો પાટલા ઘો મરણ ગયેલી હાલતમાં હતો,જેથી વિભાગ દ્વારા નિયમાનુસાર તેનું સત્તાવાર પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ કાયદેસરની આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આંકલાવ પંથકમાં પાટલા ઘોને હેરાન કરવાના વિડીયો વાયરલ થતાં વન વિભાગે કડક પગલાં લીધા હતા, ત્યારે આસોદરની આ ઘટનામાં આંકલાવ ફોરેસ્ટ વિભાગ શંકાસ્પદ શખ્સ સામે આગામી દિવસોમાં શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: મહેમદાવાદ વિધાનસભા વિસ્તારના 251થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
calendar_today May 17, 2026

Kheda: મહેમદાવાદ વિધાનસભા વિસ્તારના 251થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

મહેમદાવાદ ખાતે પૂજ્ય રવિશંકર મહારાજ હોલમાં મહેમદાવાદ વિધાનસભા વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમદાવાદ અને ખેડા તાલુકામાં ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં સર્વોચ્ચ ટકાએ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહેમદાવાદ તાલુકાના તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ રવિવારે યોજાયો હતો આ સન્માન સમારોહનું આયોજન પૂર્વ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન 251થી વધુ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને સન્માન ચિહન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, વિવિધ ધારાસભ્યો, વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સન્માન સમારોહમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward