Palanpur: ભારજા ગામમાં ટીબી જાગૃતિ અને જળ સંરક્ષણ અભિયાન
માધવ યુનિવર્સિટીના વિશેષ શિક્ષણ વિભાગ અને રાષ્ટ્રીય સેવા યોજનાના સંયુક્ત ઉપક્રમે ભરજા ગામમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગ્રામીણ વસ્તીમાં આરોગ્ય અને પર્યાવરણીય સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમનું ઉદ્ધાટન યુનિવર્સિટીના હોમિયોપેથિક વિભાગના નિયામક ર્ડા. ભારતી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ખાસ શિક્ષણ વિભાગે ગ્રામજનોને ટીબીના લક્ષણો, નિવારણ, સમયસર પરીક્ષણ અને સારવાર વિશે વિગતવાર માહિતી પુરી પાડી વિભાગના વડા પ્રો.ર્ડા.દેવ પ્રકાશ શર્માએ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ સાથે મળીને ગ્રામજનોમાં ટીબી વિશે જાગૃતિ લાવી અને તેમને આરોગ્ય અને સ્વચ્છતા અંગે જરૂરી માહિતી પુરી પાડી હતી. આ પ્રસંગે શિક્ષણ ફેકલ્ટીના ડીન ર્ડા.અવધેશ આધા પેશ્વા, ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા. તેમણે બધાએ ગ્રામજનોને નિયમિત આરોગ્ય તપાસ, સ્વચ્છતા અને સંતુલિત જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward