android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Lakhtar: ગ્રામ્યના સોલાર પ્લાન્ટમાં ચોરીને અંજામ આપનાર બે શખ્સો ઝડપાયા, 1 વોન્ટેડ
calendar_today May 17, 2026

Lakhtar: ગ્રામ્યના સોલાર પ્લાન્ટમાં ચોરીને અંજામ આપનાર બે શખ્સો ઝડપાયા, 1 વોન્ટેડ

લખતરના તલસાણા ગામે સોલાર પ્લાન્ટમાં ચોરીની ઘટના બની હતી. જેમાં એલસીબી ટીમે ચોરીના મુદ્દામાલ, કાર, બાઈક, બે મોબાઈલ સહિત ગુજસીટોકના આરોપી સહિત બે શખ્સોને ઝડપી લીધા છે. ચોરીમાં હજુ 1 શખ્સ વોન્ટેડ છે.વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના નાના નવાગામના 27 વર્ષીય રાજદીપસિંહ પૃથ્વીરાજસિંહ ગોહીલ હાલ સુરેન્દ્રનગર શિવ હોટલ સામે આવેલ પંચવટી સોસાયટીમાં રહે છે. તેઓ લખતર તાલુકાના તલસાણા ગામે આવેલ અવાડા સનરાઈઝ એનર્જી પ્રા. લી.ના 300 મેગાવોટ સોલાર પ્લાન્ટમાં સીનીયર સીકયુરીટી એકઝીકયુટીવ તરીકે ફરજ બજાવે છે. તા. 25-4-26 અને તા. 11-5-26ના રોજ સોલાર પ્લાન્ટના એમસીઆર બીલ્ડીંગ પાછળ રાખેલ ઈલેકટ્રીક સામાનના કન્ટેનરમાંથી તાંબાની પ્લેટ અને કોપર વાયર ચોરાયો હતો. આ અંગે તપાસ કરાતા તસ્કરો 14.75 મીટરની 100 કિલો તાંબાની પ્લેટ અને 225 મીટર 140 કિલો વજનના કોપર વાયર મળી કુલ રૂપીયા 2,60,688ની મત્તા ચોરી કરી લઈ ગયા હતા. આથી રાજદીપસિંહ ગોહીલે તા. 12ના રોજ મોડી સાંજે લખતર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાતા જ સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફ હરકતમાં આવ્યો હતો. અને સ્ટાફના અજયસિંહ, અશ્વીનભાઈ સહિતનાઓએ વોચ રાખી લખતર તાલુકાના ઝમર પાસેથી આ ચોરીને અંજામ આપનાર મુળ પાટડી તાલુકાના ગેડીયાનો અને હાલ સુરેન્દ્રનગરના સુવીધી એપાર્ટમેન્ટમાં રહેતા રોમીઝખાન મહોમદખાન મલેક અને મુળ ગેડીયાનો તથા હાલ સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ રહેતા અતીક ધરમશીભાઈ ચાણસ્માને ઝડપી લીધા હતા. આ બન્ને શખ્સો પાસેથી ચોરી થયેલ તાંબાની પ્લેટ, કોપર વાયર, કાર, બાઈક અને ર મોબાઈલ સહિત રૂપીયા 5,30,688નો મુદ્દામાલ કબજે કરાયો છે. ઝડપાયેલ રોમીઝખાન સામે ગુજસીટોક સહિત 16 ગુના ધ્રાંગધ્રા તાલુકા, બગોદરા તાલુકા, બજાણા, ચાંગોદર, હળવદ, સાણંદ, વિરમગામ રૂરલ, લખતર સહિતના પોલીસ મથકે નોંધાયેલ હોવાનું ખુલ્યુ છે. આ ચોરીમાં રાહુલ ધરમશીભાઈ ચાણસ્મા પણ સામેલ હોવાનું ખુલતા પોલીસ તેની શોધખોળ કરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ઢોર પકડવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ
calendar_today May 17, 2026

Patan: ઢોર પકડવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ

પાટણ શહેરમાં દિનપ્રતિદિન રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. જેને લઈ પાલીકા તંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રખડતાં ઢોરોને પકડી ડબ્બામાં પુરવાની કામગીરી કરાઈ રહી છે. જેમાં અગાઉ પણ કેટલાક શખ્સોએ પાલીકાના રખડતાં ઢોર પકડવાની કામગીરી કરી રહેલા કર્મીઓ સાથે માથાકુટ કરી હતી.ત્યારે ફરી વખત શહેરમાં જુના પાવર હાઉસ નજીક પાલીકાના કર્મીઓ રખડતાં ઢોરોને પાંજરામાં પુરી રહ્યા હતા તે સમયે આવી ચડેલા ચાર જેટલા શખ્સોએ પાલીકાના કર્મીઓને અપશબ્દો બોલી પાંજરામાં પુરેલા ઢોર છોડાવી દેતાં રસ્તા પર નાસભાગ મચી જવા પામી હતી. જેને લઈ પાટણ નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટરે એ ડિવિઝન પોલીસ મથકે બે નામજોગ સહિત કુલ 4 શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે. પાટણ એ ડિવિઝન પોલીસ મથકે નગરપાલિકાના સેનેટરી ઈન્સ્પેકટર આસમાન પાલે નોંધાવેલી ફરિયાદ મુજબ પાટણ નગરપાલિકામાં રખડતાં ઢોર પકડવાની કરતાં ટ્રેક્ટર ચાલક સહિત 6 જેટલા કર્મીઓ શહેરમાં આવેલ જુના પાવર હાઉસ નજીક રખડતી ગાયોને પાંજરામાં પુરી હતી. તે દરમિયાન ભરવાડ લાલાભાઈ ગોકાભાઈ તથા ગોકાભાઈ ભરવાડ સહિત અજાણ્યા બે શખ્સોએ આવીને ઢોર પુરેલ પાંજરાનો દરવાજો ખોલી અંદર રહેલ ઢોરને છુટ્ટા મુકીને કર્મીઓને અપશબ્દો બોલી ફરથી ઢોર પકડશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા ચારેય વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધું તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે અગાઉ પણ પાટણ નગરપાલિકાની રખડતાં ઢોર પકડવાની કામગીરી કરતી ટીમ સાથે કેટલાક શખ્સોએ માથાકુટ કરી હોવાની ફરીયાદ નોંધાઈ હતી. ત્યારબાદ હવે ફરીથી આવો જ મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટનના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: શહેરમાં માનસરોવર રોડનો બ્રિજ બન્યો બિસ્માર
calendar_today May 17, 2026

Palanpur: શહેરમાં માનસરોવર રોડનો બ્રિજ બન્યો બિસ્માર

પાલનપુર શહેરમાં રેલ્વે લાઈનના કારણે માનસરોવર તળાવથી હાઈવે તરફ જવાના માર્ગમાં વચ્ચે રેલ્વે ટ્રેકના કારણે વારંવાર ફાટક બંધ થવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી હતી અને કેટલીક વાર એમ્બ્યુલેન્સ અટવાતા દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચી શકતા ન હતા તેવા કારણોસર રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જેમાં લોખંડના સળિયા બહાર આવી જતા અને ખાડા પડી જતા અકસ્માતનો ભય રહે છે અને બ્રિજની કામગીરી સામે સવાલ ઉઠયા છે.પાલનપુર શહેરના વ્યસ્ત ગણાતા માનસરોવર રોડ પર બનાવવામાં આવેલ ફલાયઓવર બ્રિજ ટૂંકા જ સમયમાં બિસ્માર બનતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. બ્રિજના મુખ્ય માર્ગ પર એક પછી એક એમ લાઈનસર મસમોટા ખાડા પડી ગયા છે જેને કારણે વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આશ્વર્યની વાત એ છે કે રોડનું ઉપરનું પડ સંપૂર્ણપણે ઉખડી જતાં અંદર ફિટ કરવામાં આવેલી લોખંડની ખીલાસરીઓ બહાર આવી ગઈ છે જે ગમે ત્યારે કોઈ મોટા અકસ્માતને નોતરી શકે છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ચોમાસું હજુ શરૂ પણ નથી થયું તે પહેલા જ બ્રિજની આ હાલત થઈ ગઈ છે. જો સામાન્ય દિવસોમાં જ ડામર અને ક્રોંક્રીટનું પડ ઉખડી જતું હોય તો ભારે વરસાદમાં આ બ્રિજની સ્થિતિ કેટલી બદતર થશે તેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી છે. આ બ્રિજ પાલનપુરના મુખ્ય વિસ્તારોને જોડતો હોવાથી દિવસ રાત અહિંથી હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. રોડની વચ્ચોવચ પડેલા ખાડા અને ઉભી થયેલી લોખંડના સળિયાઓએ કારણે ટુ-વ્હીલર વાહનચાલકો સ્લિપ થઈ રહ્યા છે. રાત્રિના સમયે અંધારામાં આ ખાડા ન દેખાવાને કારણે મોટી દુર્ઘટના થવાની પુરેપુરી સંભાવના છે. આ ઉપરાંત સળિયાઓને લીધે વાહનોના ટાયરો ફાટવાના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. તાત્કાલિક સમારકામ થાય અને જવાબદારો સામે પગલાં લેવાય સ્થાનિક રજૂઆતો છતાં હજુ સુધી તંત્ર દ્વારા આ ખાડા પુરવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ ઉપરાંત રોષે ભરાયેલા પાલનપુરવાસીઓએ માંગ કરી રહ્યા છે કે કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જાય તે પહેલાં બ્રિજનું તાત્કાલિક અસરથી ગુણવત્તાયુક્ત રિપેરિંગ કરવામાં આવે, આ નબળા બાંધકામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝિંગ અધિકારીઓ સામે તપાસ કમિટી નીમી કડક કાયદાકીય પગલાં ભરવામાં આવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward