android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: ટુંડાવ ખાતે નવીન રોડ તોડીને ગટર લાઇન નાખતા કામગીરી અટકાવાઇ
calendar_today May 18, 2026

Vadodara: ટુંડાવ ખાતે નવીન રોડ તોડીને ગટર લાઇન નાખતા કામગીરી અટકાવાઇ

સાવલી તાલુકાના ટુંડાવ ગામે રૂા.15 લાખના ખર્ચે બનેલ નવીન રોડને તોડીને ગટરની પાઇપલાઇન નાખતા વિફ્રેલા ગ્રામજનોએ વિવિધ આક્ષેપ સાથે કામગીરી અટકાવતા પંચાયતની કામગીરી સામે સવાલો ખડા કર્યા છે. ટુંડાવ ગામે બે વર્ષ પહેલાં બનેલા આશરે રૂા.15 લાખના રોડને તોડી ગટર લાઈન નાખવાના નિર્ણય સામે ભારે વિરોધ જાગ્યો છે. ટુંડાવ ગામમાં ગટર લાઈન નાખવાના કામને લઈને ગ્રામજનો અને ગ્રામ પંચાયત વચ્ચે વિવાદ સર્જાયો છે. ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગટર યોજનાનું કામ શરૂ કરાયું હતું. પરંતુ બે વર્ષ પહેલાં અંદાજે રૂા.15 લાખના ખર્ચે બનાવેલા રોડને જેસીબી વડે તોડીને પંચાયત દ્વારા બુધ્ધિનું પ્રદર્શન કરીને ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ થતાં ગ્રામજનોએ ભારે વિરોધ કરીને કામ રોકાવ્યું હતું. આ બાબતે એડવોકેટ અનિલ રાણાએ જણાવ્યું હતું કે, અમે વિકાસના કામના વિરોધી નથી.પૂર્વ સરપંચ દ્વારા થોડા સમય પહેલાં જ ગામમાં આ રોડનું નિર્માણ કરાયું હતું. રોડ હજુ પણ સારી સ્થિતિમાં છે. છતાં યોગ્ય આયોજન વિના રોડ તોડીને ગટરનું કામ શરૂ કર્યું છે. તેનો અમારો વિરોધ છે. રોડ તોડવા કરતા રોડની સાઇડમાં અથવા અન્ય વૈકલ્પિક રીતે ગટર લાઇન નાખી શકાય તેમ છે. ભાજપ સરકારમાં વિકાસના વિવિધ કામો આવે છે અને થવાના છે. તેમાં અમારો સાથ સહકાર છે જ અને આપીશું.પરંતુ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરવા માટે નાણા આમતેમ વાપરી રહ્યાં છે.આ વિકાસ નથી વિનાશ છે તેવો આક્ષેપ કર્યો હતો. જ્યારે રોડ તોડી કામગીરી કરાતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. રોડનો એક ભાગ તોડાયા બાદ ગ્રામજનો સ્થળ પર દોડી આવીને તાત્કાલિક કામ બંધ કરાવ્યું હતું.ગ્રામજનોએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ કરવાની અને જવાબદાર અધિકારીઓ તથા સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. હાલ માટે ગ્રામજનોના વિરોધને પગલે ગટરનું કામ સ્થગિત કરાયું છે. હવે આ મુદ્દે સંબંધિત તંત્ર આ મામલે શું નિર્ણય લે છે. તેના પર ગ્રામજનોની નજર મંડાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ડભોઇમાં બદ્રીનારાયણ મંદિર ખાતે ભાગવત કથાનો પ્રારંભ
calendar_today May 18, 2026

Vadodara: ડભોઇમાં બદ્રીનારાયણ મંદિર ખાતે ભાગવત કથાનો પ્રારંભ

ડભોઇ વડોદરી ભાગોળ શ્રી બદ્રીનારાયણ મંદિર ખાતે અધિક માસ નિમિત્તે આયોજિત પુરુષોત્તમ-ભાગવત કથા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી. પરંતુ ભારતીય સંસ્કૃતિ, ભક્તિ અને આધ્યાત્મિક પરંપરાનું જીવંત પ્રતિક છે.હિંદુ ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે વિશેષ મહત્વ અપાયું છે.આ માસ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત મનાય છે. વર્ષના અન્ય મહિનાઓ કરતાં અનેકગણું પુણ્યદાયી ગણાય છે. સ્વામી સુદર્શનાચાર્યજી મહારાજના પાવન સાનિધ્યમાં યોજાતી આ કથા ભક્તોને ધર્મપ્રેમ અને સંસ્કૃતિ સાથે જોડવાનો ઉત્તમ પ્રયાસ છે. કથાના મુખ્ય યજમાન હરીશ પંચાલ અને કિરણબેન પંચાલ દ્વારા યોજાયેલી પોથીયાત્રા, પોથી પૂજન, ભગવાન પુરુષોત્તમની આરતી અને પૂજા-અર્ચનાએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: વાવણી ટાણે હાલાકી : હળવદ ગ્રામ્યના પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી
calendar_today May 17, 2026

Halvad: વાવણી ટાણે હાલાકી : હળવદ ગ્રામ્યના પેટ્રોલ પંપ પર ડીઝલ મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રવિવારે સવારે હાલ ડીઝલ લેવા માટે નજીકના પેટ્રોલ પંપ પર ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. ડીઝલ મેળવવા માટે લાગી રહેલી આ લાંબી લાઈનો જોઈને લોકોને નોટબંધીના સમયની યાદ તાજી થઈ ગઈ છે. આસપાસના ગામોમાંથી 200થી વધુ ખેડૂતો ડીઝલ મેળવવા માટે અહીં પહોંચ્યા છે. હાલ ખેતીની સીઝન હોવાથી ખેડૂતોને કપાસ, મગફ્ળી સહિતના પાકની વાવણી કરવા માટે ડીઝલની અત્યંત જરૂરિયાત ઊભી થઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ડીઝલ વગર ટ્રેક્ટર ચાલે નહીં અને વાવણી થઈ શકે નહીં. જો પાક ઉગશે નહીં તો માલ બજારમાં પહોંચશે કેવી રીતે? તેવો સવાલ જગતનો તાત ઉઠાવી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય સમસ્યા એ છે કે હાલ માત્ર 2000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે 2000 રૂપિયાના ડીઝલથી તેમના ટ્રેક્ટર ચાલી શકે તેમ નથી. ખેતીના કામ માટે તેઓને દરરોજ 4000થી વધુના ડીઝલની જરૂરિયાત રહે છે. પૂરતું ડીઝલ ન મળવાના કારણે વાવણીના મહત્વપૂર્ણ સમયે જ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward