Chhotaudepur: છોટાઉદેપુરની ગુરુકૃપા સોસા.માં આખલાએ તોફાન મચાવ્યું
છોટાઉદેપુર ગુરૂકૃપા સોસાયટી ઘણો મોટો વિસ્તાર આવેલો છે. જેમાં રવિવારે સવારે એક આખલો હડકાયો થતા આતંક મચાવ્યો હતો. આ આખલાએ બે મહિલાને હડફેટમાં લઈ ઇજા પહોંચાડી ઘાયલ કરી હતી. જ્યારે હડકાયા થયેલા આખલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર ગુરૂકૃપા સોસાયટી વિસ્તારમાં આવેલ દ્વારકાધામ અને ગણેશ મંદિર પાસે રવિવારે વહેલી સવારે આખલો હડકાયો થયો હતો.બે મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી હોય અને નુકસાન પહોંચાડયું હતું.જેથી સમગ્ર સોસાયટી વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક આગેવાનો દ્વારા રેસ્ક્યૂ ટીમને બોલાવી આખલાને પકડવાની કામગીરી હાથ ધરાઇ હતી. જ્યારે આગેવાનો દ્વારા આવા હડકાયા થયેલા પશુઓને રસી આપવાની પણ કામગીરી કરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward