android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો
calendar_today May 18, 2026

Bharuch: જૂના તવરા ગામે પાંચમો પાટોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો

ભરૂચ : ભરૂચ તાલુકાના નર્મદા નદીના પવિત્ર તટ પર આવેલ જૂના તવરા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના પાંચમા પાટોત્સવની શ્રાદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ધાર્મિક આયોજન ગોહિલ રાજપૂત પરિવારના અગ્રણી પ્રવિણસિંહ પ્રભાતસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. નવચંડી યજ્ઞ યોજાયો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભગવાન શ્રી સત્યનારાયણ અને ગંગા ભવાની માતાજીની મહાઆરતી ઉતારાઇ આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: પાણીની બોટલો ભરેલું કન્ટેનર હાઇવે રોડની સાઈડમાં ખાબકયું
calendar_today May 18, 2026

Narmada: પાણીની બોટલો ભરેલું કન્ટેનર હાઇવે રોડની સાઈડમાં ખાબકયું

નાંદોદ તાલુકાની વિશાલ ખાડી જંગલ ખાતાના પ્રવેશ દ્વાર પાસે પાણીની બોટલો ભરેલું કન્ટેનર હાઇવે રોડની સાઈડમાં ખાબકયું હતું અને પાણીની બોટલોની રેલમછેલ થઇ હતી. ડ્રાઈવર અને કિલનરનો આબાદ બચાવ થયો હતો. મોટી જાનહાનિ ટળી હતી. રાજપીપળા થી 15 કિલોમીટર દૂર જંગલમાં વિશાલ ખાડીના પ્રવેશ દ્વાર પાસે કન્ટેનર પાણીની બોટલ ભરેલું કન્ટેનરના ડ્રાઈવરે અચાનક સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા પાણીની બોટલો ભરેલું કન્ટેનર હાઇવે રોડની સાઈડમાં ખાબકયું હતું અને પાણીની બોટલોની રેલમછેલ થઇ હતી. જોકે આ અકસ્માતમાં ડ્રાઈવર અને કિલનરનો આબાદ બચાવ થયો હતો. મોટી જાનહાનિ ટળી હતી. કન્ટેનરને નુકસાન થયું હતું.થોડા સમય માટે આ વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: અંકલેશ્વર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ
calendar_today May 18, 2026

Ankleshwar: અંકલેશ્વર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા રક્તદાન શિબિર યોજાઇ

અંકલેશ્વર : આર્ટ ઓફ્ લિવિંગ દ્વારા ફઉન્ડેશનની પૂર્ણતાના 45 વર્ષ પૂર્ણ થવાના અવસરે કમલામ પાર્ટી પ્લોટ, જીઆઈડીસી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 50થી વધુ દાતાઓએ ભાગ લઈને રક્તદાન કરી સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવાનો અને તેના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો ઉદ્દેશ હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward