android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: અછાલિયામાં મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ
calendar_today May 18, 2026

Bharuch: અછાલિયામાં મહાલક્ષ્મી મંદિરનો પાટોત્સવ

અછાલીયા : ઝઘડીયા તાલુકાના અછાલીયા ગામે રાવ પરિવાર ની કૂળદેવી મહાલક્ષ્મી માતા ના મંદિર ના પાટોત્સવ ની ઉજવણી અવસરે નવચંડી યાગ સંપન્ન થયો હતો , નરપતભાઇ રાવ પરિવાર ના મુખ્ય યજમાનપદે યોજાયેલ યજ્ઞકાર્ય પૂર્વે પ્રતિમોઓ શૃંગાર નૂતન ધ્વજારોહણ કરાયા બાદ બ્રહ્મવૃંદ દ્વારા વેદોક્ત વિધિસર યજ્ઞ પ્રારંભ કરાયો હતો , સાંજના છ વાગ્યે પૂર્ણાહુતિ નું શ્રીફ્ળ માતાજીના જય જયકાર સાથે હોમાયું હતું , મોટી સંખ્યામાં ભક્તિપ્રિય જનતાએ ભાવવાહી સ્વરે આરતી ધૂન સ્તુતિ ગાન દર્શન , માતાજી ને વંદના કરી યજ્ઞની ભસ્મ તિલક મસ્તકેચઢાવી મહાપ્રસાદ ગ્રહણ કરી કૃતાર્થ થયા હતા ,પરગામ વસવાટ કરતા જ્ઞાતિજનો એ નગરના મંદિર નિભાવ માટે રોકડ રકમ એનાયત કરી ધર્મ કાર્યને સહયોગ પ્રદાન કર્યો હતોગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: સરકાર ગ્રૂપ યુવા મંડળ દ્વારા 300 લિટર ઠંડી છાશનું વિતરણ
calendar_today May 18, 2026

Bharuch: સરકાર ગ્રૂપ યુવા મંડળ દ્વારા 300 લિટર ઠંડી છાશનું વિતરણ

ભરૂચ સરકાર ગ્રુપ યુવા મંડળ દ્વારા શહેરના પાંચબત્તી સર્કલ ખાતે આશરે 300 લીટર ઠંડી છાશનું વિતરણ કરી ગરમીથી ત્રસ્ત લોકોને રાહત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બપોરની તાપમાનભરી ગરમીમાં લોકોને ઠંડક અને તાજગી મળતા આ સેવાકીય કામગીરીને સ્થાનિકોમાંથી સારો પ્રતિસાદ અને સરાહના મળી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: ભરૂચ ખાતે પુષ્પમ ગ્રૂપ ની સામાન્ય સભા મળી
calendar_today May 18, 2026

Bharuch: ભરૂચ ખાતે પુષ્પમ ગ્રૂપ ની સામાન્ય સભા મળી

ભરૂચ : રવિવારના રોજ સમાજ સેવા ક્ષેત્રે સક્રીય પુષ્પમ ગૃપની સામાન્ય સભા તથા સ્નેહ સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચ-નર્મદા જિલ્લાના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ તથા ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ઉપ પ્રમુખ ભરતભાઈ શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કલ્પના શેઠે પ્રાર્થના સાથે કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.બાબુભાઇ ગાંધી,સ્મિતાબેન શાહ તથા વાસંતીબેન દેસાઈએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. યતીન શેઠે ગ્રુપનો વાર્ષિક અહેવાલ અને હિસાબો રજૂ કર્યા હતા. મુકેશભાઈ શાહ તરફ્થી સભ્યોને પણ સ્મૃતિ ચિહન આપવામાં આવ્યા હતા. દર વર્ષે રાકેશભાઈ પરીખ ના સૌજન્યથી સ્નેહ મિલન કાર્યક્રમ યોજાય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward