android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: મક્તમપુરમાં 8 વેદમૂર્તિઓ દ્વારા વેદ ઘનપાઠનો પ્રારંભ
calendar_today May 18, 2026

Bharuch: મક્તમપુરમાં 8 વેદમૂર્તિઓ દ્વારા વેદ ઘનપાઠનો પ્રારંભ

શહેરના મક્તમપુર સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર ખાતે શેઠ ગોકળભાઈ બ્રિજલાલ ટ્રસ્ટ દ્વારા એક અત્યંત દિવ્ય અને અનોખા આધ્યાત્મિક ઉત્સવનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. પુરાતન કાળથી ચાલી આવતી આપણી ભવ્ય વૈદિક પરંપરાઓ જીવંત રહે અને પવિત્ર મંત્રોના દિવ્ય મોજાં જન-જન સુધી પહોંચે તેવા પવિત્ર ઉદ્દેશ્ય સાથે અહીં 21 દિવસીય 'ઘનપારાયણ મહોત્સવ'નું ભવ્ય આયોજન કરાયું છે. આજના આધુનિક સમયમાં જ્યાં મૌખિક વૈદિક પરંપરાઓ ધીમે-ધીમે ક્ષીણ થઈ રહી છે, ત્યાં ઘનપાઠનો પદ્ધતિસર અભ્યાસ કરનારા વૈદિક વિદ્વાનો અતિ દુર્લભ ગણાય છે. આવા સમયમાં ભરૂચના આંગણે અધિક માસના પવિત્ર દિવસોમાં વૈદિક ઊર્જાનો આ અનોખો અવસર પ્રાપ્ત થયો છે.આ મહોત્સવ અધિક જેઠ સુદ એકમ એટલે કે 17મી મે થી શરૂ થઈને આગામી 7મી જૂન 2026ના રોજ પૂર્ણાહુતિ પામશે. આ 21 દિવસ દરમિયાન રોજ સવારે 8:00 થી 12:00 વાગ્યા સુધી 8 જેટલા પ્રકાંડ વેદમૂર્તિ પારાયણકર્તાઓ દ્વારા ઘનપાઠ પદ્ધતિથી વેદમંત્રોનું ગાન કરવામાં આવશે. સમગ્ર મહોત્સવ દરમિયાન કુલ 1975 મંત્રોનું પારાયણ થવાનું છે, જેના પ્રથમ દિવસે શાસ્ત્ર્રોક્ત વિધિ સાથે એક મંત્રનું સફ્ળ પારાયણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઘન પારાયણ મહોત્સવના આયોજક ખુમાનસિંહ વાંસીયાએ જણાવ્યું હતું કે ભરૂચના ઇતિહાસમાં પ્રથમવાર આટલા લાંબા સમય સુધી વેદોના પવિત્ર સ્વરો ગુંજવાના હોવાથી સમગ્ર મક્તમપુરનું સિદ્ધિ વિનાયક મંદિર દિવ્ય આધ્યાત્મિક ઊર્જાનું કેન્દ્ર બની ગયું છે. અધિક માસના આ પુણ્યશાળી અવસરેભરૂચની ધર્મપ્રેમી જનતાને આ ઘન પારાયણ મહોત્સવનો લાભ લેવા જાહેર આમત્રંણ છે,ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: શુક્લતીર્થ ખાતે જેસીબીના બકેટથી ગળું દબાવી યુવકની કરપીણ હત્યા
calendar_today May 18, 2026

Bharuch: શુક્લતીર્થ ખાતે જેસીબીના બકેટથી ગળું દબાવી યુવકની કરપીણ હત્યા

ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામની સીમમાં નદીની લીઝ વિસ્તારમાં રવિવારે ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક જેસીબીના બકેટથી ગળું દબાવી દેવાથી મૃત્યું પામેલાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે ઘટના અકસ્માતે બની છે કે, કોઇએ ઇરાદાપુર્વક યુવાનની હત્યાનો કારસો રચ્યો છે તે અંગે હાલમાં અનેક તર્કવિતર્ક ચાલી રહ્યાં છે. ભરૂચ તાલુકામાં આવેલા શુક્લતીર્થ ગામની સીમમાં રવિવારેએક યુવાનનો મૃતદેહ મળ્યો હોવાની વાત ફેલાતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. ઘટનાથી જાણ થતાં નબીપુર પોલીસ સ્ટેશનનો કાફ્લો પણ સ્થળ પર ધસી આવ્યો હતો. સ્થળ પર પહોંચતાં વિચિત્ર બાબત ધ્યાનમાં આવી હતી. એક યુવાનનો મૃતદેહ જમીન પર પડેલો જણાયો હતો. જેના ગળાના ભાગે જેસીબીનું બકેટ રાખેલું જણાયું હતું. જેના પગલે ઘટના કોઇ અકસ્માતને કારણે બની હતી કે પછી કોઇએ ઇરાદાપુર્વક યુવાનની નિર્મમ રીતે હત્યા કરાઇ છે તે અંગે તર્કવિતર્ક સર્જાયાં હતાં. બનાવને પગલે પોલીસે પ્રાથમિક તબક્કે સ્થળ પંચનામુ કરી મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નબીપુર પોલીસે મામલામાંમૃતક યુવાનની ઓળખ મેળવવાની કવાયત હાથ ધરાવા સાથે ફ્રિયાદ નોંધી મામલાની તપાસમાં જોતરાઇ ગઇ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: યોગીજી મહારાજના પ્રાગટય દિનની ભક્તિમય ઉજવણી
calendar_today May 18, 2026

Bharuch: યોગીજી મહારાજના પ્રાગટય દિનની ભક્તિમય ઉજવણી

જંબુસર : જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના 134મા પ્રાગટયદિન નિમિત્તે યોગીપર્વ અંતર્ગત શ્રીહરિલીલામૃત સંત પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. પારાયણ દરમિયાન પૂ. વૈરાગ્યપ્રિય સ્વામી દ્વારા ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો,સત્સંગના મહિમા અને આધ્યાત્મિક જીવન અંગે પ્રેરણાદાયી પ્રવચનો રજૂ કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ માયાના બંધનમાંથી મુક્ત કરી અક્ષરધામ પ્રાપ્ત કરાવવા જપ,તપ,વ્રત સહિત સત્કાર્ય કરી બધા તપનું ફ્ળ આપવાનું છે. બધાનું કલ્યાણ કરવાનું ભગવાન સ્વામિનારાયણ એ સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે સંત પારાયણ યજમાન, પ્રસાદ સેવા, સંત રસોઈ સેવા સહિત વિવિધ સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હરિભક્તો એ ઉત્સાહ અને સમર્પણ ભાવથી સેવા આપી હતી. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠયું હતું. આયોજકોએ તમામ હરિભક્તોને પરિવાર અને મિત્રમંડળ સાથે ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી. આ પ્રસંગે સાધુ જ્ઞાનવીર સ્વામી,યશોનિલય સ્વામિ સહિત આગેવાન સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward