android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપર 120થી વધુની સ્પીડે વાહન હંકારશો તો 1500 રૂપિયાનો દંડ
calendar_today May 18, 2026

Gujarat News: વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપર 120થી વધુની સ્પીડે વાહન હંકારશો તો 1500 રૂપિયાનો દંડ

વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે પર બેફામ દોડતા વાહન ચાલકો તેમજ ટૂંકા સમયમાં અકસ્માતોની વણઝાર વચ્ચે એનએચએઆઈ અને આરટીઓ દ્વારા એક્સપ્રેસ વે ઉપર વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવી છે. એનએચએઆઈ સૂત્રો અનુસાર એક્સપ્રેસ વે પર 120થી વધુ ગતિએ દોડતા કાર ચાલકોને વરુણીમાં લેવા 1500 રૂપિયાનું ચલાણ હવે ઓનલાઈન વાહન ચાલકોના મોબાઈલ પર જ આવી જશે. 10 જાન્યુઆરીથી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે ને બંને દિશા માટે ખુલ્લો મૂકાયો છે. મોબાઈલ ઉપર 1500 રૂપિયા ચલાણનો મેસેજ આવશે આ 8 લેનના એક્સપ્રેસ વે પર બંને દિશામાં વાહનચાલકો સ્પીડ અંતર નહીં જાળવતા હોવાથી પાંચ મહિનાના ટૂંકા સમયગાળામાં જ ઉપરોક્ત એક્સપ્રેસ વે પર 60 જેટલા અકસ્માતોમાં 10થી વધુ લોકોનાં મોત થયા છે. અકસ્માતોની આ વણઝારને નિયંત્રણમાં લેવા એનએચએઆઈ અને આરટીઓ દ્વારા નવસારીનાં ગણદેવાથી વડોદરા સુધી એક્સપ્રેસ વે પર વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાડાઈ છે.પ્રત્યેક 10 કિ.મી.એ સ્પીડ ચકાસવા બંને દિશામાં 10 કેમેરાઓ લગાડાયા છે.ઓવર સ્પીડિંગ વાહનચાલકોને મોબાઈલ ઉપર 1500 રૂપિયા ચલાણનો મેસેજ આવી જશે. વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાડી ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નાઇઝર અને વ્હીકલ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ લગાડી બેફામ દોડતા વાહનચાલકો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.જેમાં કારચાલકો માટે 120ની અને બસ અને ટ્રક માટે 100ની સ્પીડ ઉપરાંત 4 એક્સએલથી મોટા વાહનો માટે 80ની સ્પીડ નક્કી કરાઈ છે.10 કિ.મી.ની એક એન્ટ્રી પર 1500 રૂપિયા ચલાણ આવ્યા પછી પણ બીજી એન્ટ્રી ઉપર પણ આજ સ્પીડ યથાવત રહેશે તો બે હજારનો દંડ વસૂલાશે. આ પણ વાંચોઃ PM Modi Netherlands Visit: ગુજરાતના કલ્પસર પ્રોજેક્ટ માટે થયા મહત્વના કરાર

Read Full Story arrow_forward
Bharuch: જંબુસરના ડેપો વિસ્તારમાં ખૂલ્લી વરસાદી કાંસો બંધ કરવા માગ
calendar_today May 18, 2026

Bharuch: જંબુસરના ડેપો વિસ્તારમાં ખૂલ્લી વરસાદી કાંસો બંધ કરવા માગ

જંબુસર શહેરના ડેપો વિસ્તારમાં જંબુસર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ ફટી નીકળ્યો છે. વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે વરસાદી પાણીના નિકાલ માટે આવેલી કાંસોના ઢાંકણો તોડી નાખ્યા બાદ આજદિન સુધી યોગ્ય કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે અનેક વરસાદી કાંસ ખુલ્લી હાલતમાં પડેલી છે અને લોકો માટે જોખમરૂપ બની ગઈ છે.ખુલ્લી પડેલી આ વરસાદી કાંસો મૂંગા પશુઓ તેમજ સામાન્ય નાગરિકો માટે અકસ્માતનું મોટું કારણ બની રહી છે. આજરોજ ડેપો વિસ્તારમાં આવેલી એક ખુલ્લી કાંસમાં ગાય ખાબકી જતાં અફ્રાતફ્રીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓએ ભારે જહેમત ઉઠાવી ગાયને સુરક્ષિત બહાર કાઢી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ ઘટનાએ નગરપાલિકાની બેદરકારીને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુલ્લી કાંસો હાલમાં મોતના ખાડા સમાન બની ગઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદી માહોલમાં લોકો અને વાહન ચાલકો માટે વધુ જોખમ ઉભું થઈ રહ્યું છે. નાના બાળકો, વૃદ્ધો અને પશુઓ માટે આ સ્થિતિ અત્યંત ખતરનાક સાબિત થઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુદ્દે જંબુસર નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સાકીર મલેક દ્વારા અનેકવાર લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી હોવાનું જણાવાયું છે. તેમણે તાત્કાલિક ખુલ્લીકાંસો પર મજબૂત ઢાંકણો મૂકવા અને યોગ્ય પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. વિસ્તારના રહીશો દ્વારા પણ નગરપાલિકા સામે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ ઉઠાવવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જો સમયસર કામગીરી નહીં કરવામાં આવે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાશેતો તેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકા તંત્રની રહેશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: હાઇ-વે ઉપર ટેમ્પો પલટી ખાઇ ગયો, ડ્રાઇવર-ક્લિનરનો બચાવ
calendar_today May 18, 2026

Narmada: હાઇ-વે ઉપર ટેમ્પો પલટી ખાઇ ગયો, ડ્રાઇવર-ક્લિનરનો બચાવ

દેડિયાપાડા થી 15 કિલોમીટર દૂર પણગામ પાસે કરજણ નદી ઉપરના મોવી પુલ પાસે હાઇવે રોડ ઉપર આઈસર ટેમ્પો પલ્ટી ખાઈ જતાં ટેમ્પો ચાલક અને કિલનરનો બચાવ થયો હતો અને મોટો અકસ્માત થતાં રહી ગયો હતો. દેડિયાપાડા તાલુકાના પણગામ પાસે કરજણ નદી ઉપરના મોવી પુલ પાસે આઈસર ટેમ્પો પૂર ઝડપે અને ગફ્લતભરી રીતે હંકારી લાવી ટેમ્પો ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અચાનક ટેમ્પો હાઇવે રોડ ઉપર પલ્ટી ખાઈ ગયો હતો. ટેમ્પો ચાલક અને કિલનરનો આબાદ બચાવ થયો હતો.નજીકમાં પેટ્રોલ પંપ આવેલો છે. ત્યાં સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. મોટી જાનહાનિ ટળી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward