android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: આકાશમાંથી વરસી અગનજ્વાળા, સૌરાષ્ટ્રનાં 7 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર
calendar_today May 18, 2026

Gujarat Weather News: આકાશમાંથી વરસી અગનજ્વાળા, સૌરાષ્ટ્રનાં 7 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય હાલ ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટની લપેટમાં આવી ગયું છે.રવિવારે તાપમાનમાં વધારો થતા સૌરાષ્ટ્રના સાત શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો છે.રાજ્યમાં સતત બીજા દિવસે પણ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી નોંધાયું છે,જ્યારે રાજકોટમાં 43.5 ડિગ્રી અને અમરેલીમાં 43.3ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં ગરમીનો પારો વધતા કપડાની સાથે અંગ દઝાડતા આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાનની ખાસ ચેતવણી આપવામાં આવી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,છેલ્લા 24 કલાક દરમિયાન ભુજમાં 42.6, જુનાગઢમાં 42.3, કંડલા એરપોર્ટમાં 42, ભાવનગરમાં 41.2, કેશોદ અને મહુવામાં 39, દીવ 37.5, પોરબંદરમાં 35.4, ઓખામાં 35, વેરાવળમાં 32.4 અને દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.તા.18 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે બફારા અને અકળામણ આપતી 'હોટ એન્ડ હ્યુમિડ' હવામાનની ખાસ ચેતવણી આપવામાં આવી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો સામાન્ય ઘટાડો યલો એલર્ટના બે દિવસ પછી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો સામાન્ય ઘટાડો થવાની આશા છે, પરંતુ આગામી પાંચ દિવસ સુધી ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર જ રહેશે. બીજી તરફ, પ્રિમોન્સૂન એક્ટિવિટી વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 2થી3 દિવસમાં બંગાળની ખાડી અને આંદામાન તરફ આગળ વધશે અને આગામી 26મી મેની આસપાસ કેરળમાં દસ્તક દે તેવી પ્રબળ સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે. આ પણ વાંચોઃ Gujarat News: વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપર 120થી વધુની સ્પીડે વાહન હંકારશો તો 1500 રૂપિયાનો દંડ

Read Full Story arrow_forward
Bihar: સ્ટેશન પર ઉભેલી સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનમાં લાગી અચાનક આગ, કોઇ જાનહાનિ નહીં
calendar_today May 18, 2026

Bihar: સ્ટેશન પર ઉભેલી સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનમાં લાગી અચાનક આગ, કોઇ જાનહાનિ નહીં

બિહારના રોહતાસ જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા વ્યસ્ત સાસારામ રેલ્વે સ્ટેશન પર ઉભેલી સાસારામ-પટણા પેસેન્જર ટ્રેનના એક ડબ્બામાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી. ટ્રેન સ્ટેશનના પ્લેટફોર્મ પર પાર્ક કરેલી હતી તે જ સમયે આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે સ્ટેશન પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, રાહતની વાત એ છે કે રેલ્વે પ્રશાસનની તત્પરતા અને સ્થાનિક સ્ટાફની સમયસૂચકતાને કારણે એક બહુ મોટી જાનહાનિ અને રેલ્વે હોનારત ટળી ગઈ છે. કેવી રીતે બની ઘટના? મળતી માહિતી મુજબ, સાસારામ-પટણા પેસેન્જર ટ્રેન પોતાના નિર્ધારિત સમયે સ્ટેશન પર આવીને ઉભી હતી. હજુ મુસાફરો ટ્રેનમાં સવાર થાય કે અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ થાય તે પહેલાં જ ટ્રેનના એક કોચમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. જોતજોતામાં આ ધુમાડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને ડબ્બામાં આગની જ્વાળાઓ દેખાવા લાગી. ઘટનાસ્થળે હાજર લોકોએ આ દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ટ્રેનના ડબ્બામાંથી કાળો-ડિબાંગ ખતરનાક ધુમાડો આકાશ તરફ ઉડતો સ્પષ્ટ જોઈ શકાય છે. રેલ્વે તંત્ર અને ફાયર બ્રિગેડ એક્શન મોડમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ રેલ્વે પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને સમજીને વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરો આવે તે પહેલાં જ સ્ટેશન પર તૈનાત રેલ્વે કર્મચારીઓએ અદભુત સાહસ અને સમજદારી બતાવી હતી. તેમણે રેલ્વે સ્ટેશન પર લગાવેલી કટોકટીના સમયની પાણીની પાઇપો લંબાવીને તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ આવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને તેને ટ્રેનના અન્ય ડબ્બાઓમાં ફેલાતી અટકાવી દીધી હતી. હાલ તમામ મુસાફરો સુરક્ષિત આ અકસ્માત અંગે સાસારામ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના ઇન્સ્પેક્ટર સંજીવ કુમારે સત્તાવાર પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં કોઈ પણ મુસાફરને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રેન સ્ટેશન પર સ્થિર ઉભી હોવાથી અને આગની શરૂઆતમાં જ સ્ટાફ એલર્ટ થઈ જવાથી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા હતા. આ પણ વાંચોઃ PM Modi Sweden Visit: 'આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આજે રાજ્યમાં ગરમી અને ઉકળાટ અનુભવાશે, તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચવાની શક્યતા
calendar_today May 18, 2026

Gujarat Latest News Live : આજે રાજ્યમાં ગરમી અને ઉકળાટ અનુભવાશે, તાપમાનનો પારો 43 ડિગ્રી પહોંચવાની શક્યતા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 18 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward