android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreliના રાજુલામાં ત્રણ દિવસ બાદ ડીઝલનો જથ્થો આવતાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો, હાઈવે ચક્કાજામ!
calendar_today May 17, 2026

Amreliના રાજુલામાં ત્રણ દિવસ બાદ ડીઝલનો જથ્થો આવતાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો, હાઈવે ચક્કાજામ!

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી ડીઝલ ન હોવાના કારણે વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા. જોકે, આજે રાજુલા શહેરના બાયપાસ રોડ પર આવેલા પેટ્રોલ પંપ પર ડીઝલનો નવો જથ્થો આવી પહોંચતાની સાથે જ વાહનચાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઈંધણ પુરાવવા માટે જોતજોતામાં વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી ગઈ હતી.હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ, રોડ ચક્કાજામ પેટ્રોલ પંપ પર એકસાથે સેંકડો વાહનો લાઈનમાં આવી જતાં રાજુલા બાયપાસ રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રક, ટ્રેક્ટર અને અન્ય કોમર્શિયલ વાહનોની લાંબી લાઈનોના કારણે આખો હાઈવે ચક્કાજામ થઈ ગયો હતો. કલાકો સુધી વાહનોના પૈડાં થંભી જતાં સામાન્ય મુસાફરો અને સ્થાનિક વાહનચાલકો પણ ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા. સ્થિતિ પર કાબૂ મેળવવા રાજુલા પોલીસ ઘટનાસ્થળે ડીઝલ લેવા માટે વાહનચાલકો વચ્ચે કોઈ ઘર્ષણ કે અરાજકતા ન સર્જાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજુલા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પેટ્રોલ પંપ પર વાહનોની લાઈનો વ્યવસ્થિત કરાવીને મામલો થાળે પાડ્યો હતો. આ સાથે જ રસ્તા પરથી વાહનોને ધીમે-ધીમે પસાર કરાવીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha News: રણુજાથી પરત ફરતા ધાનેરાના પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોના મોત
calendar_today May 17, 2026

Banaskantha News: રણુજાથી પરત ફરતા ધાનેરાના પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોના મોત

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાનમાં બનેલી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટનામાં ધાનેરાના ત્રણ ગુજરાતી શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ તમામ લોકો રાજસ્થાનના પ્રખ્યાત ધાર્મિક સ્થળ રણુજા (રામદેવરા) ખાતે બાબારીના દર્શન કરીને પોતાના માદરે વતન પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન કાળનો પંજો ત્રાટક્યો હતો.નીલગાય આડી ઉતરતાં કાર પરથી કાબૂ ગુમાવ્યો મળતી પ્રાથમિક માહિતી અને સ્થાનિક ચર્ચાઓ અનુસાર, શ્રદ્ધાળુઓ જ્યારે કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તાની વચ્ચે એક નીલગાય (રોઝડું) આવી ગયું હતું. પૂરપાટ ઝડપે જતી કાર સામે અચાનક વન્યજીવ આવી જતાં ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. ધાનેરાના થાવર ગામના લોકો મોતને ભેટ્યા આ અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય મૃતકો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. એક જ ગામના ત્રણ આશાસ્પદ લોકોના અકસ્માતમાં મોતની ખબર મળતા જ થાવર ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે અને પરિવારોમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. મૃતદેહોને વતન લાવવા ધાનેરા પોલીસની તજવીજ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રાજસ્થાન પોલીસ તેમજ ગુજરાતની ધાનેરા પોલીસ એક્શનમાં આવી છે. અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધાનેરા પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસ અને વહીવટી તંત્ર સાથે સતત સંપર્ક સાધીને ત્રણેય મૃતકોના શબનું પોસ્ટમોર્ટમ કરાવી, તેમના જલ્દીથી જલ્દી માદરે વતન લાવવા માટેની જરૂરી તજવીજ અને કાનૂની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો - Banaskantha News: અમીરગઢના કપાસિયા ઘોટા પાસે ડામર ભરેલી ટ્રકે બાઈકને કચડી, યુવકનું કમકમાટીભર્યું મોત

Read Full Story arrow_forward
Moscowમાં ડ્રોન હુમલામાં 1 ભારતીય કર્મચારીનું મોત, 3 અન્ય લોકો ઘાયલ : ભારતીય દૂતાવાસ
calendar_today May 17, 2026

Moscowમાં ડ્રોન હુમલામાં 1 ભારતીય કર્મચારીનું મોત, 3 અન્ય લોકો ઘાયલ : ભારતીય દૂતાવાસ

ભારતના રશિયાના દૂતાવાસે માહિતી આપી છે કે મોસ્કો વિસ્તારમાં થયેલા ડ્રોન હુમલામાં એક ભારતીય કર્મચારીએ જીવ ગુમાવ્યો છે, જ્યારે ત્રણ અન્ય ભારતીય કામદારો ઘાયલ થયા છે. આ ઘટના પછી દૂતાવાસના અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ ઘાયલ કામદારોની મુલાકાત લીધી હતી. દૂતાવાસે ભારતીય કામદારના પરિવાર પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો દૂતાવાસે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ભારતીય કામદારના પરિવાર પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. સાથે જ ઘાયલ થયેલા કામદારોને તમામ જરૂરી સારવાર અને મદદ મળી રહે તે માટે સ્થાનિક સત્તાવાળાઓ અને સંબંધિત કંપનીના મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં હોવાનું જણાવ્યું છે. માહિતી મુજબ, આ હુમલો મોસ્કો વિસ્તારમાં ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે કામદારો રહેતા અથવા કામ કરતા સ્થળને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનાથી ત્યાં કાર્યરત ભારતીય સમુદાયમાં ચિંતા અને શોકનું વાતાવરણ ફેલાયું છે. ભારત સરકારે ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સમગ્ર ઘટનાની નજીકથી દેખરેખ રાખી રહ્યા છે અને ઘાયલ કામદારોની તબીબી સ્થિતિ અંગે સતત માહિતી લઈ રહ્યા છે. ઉપરાંત, જરૂરી દસ્તાવેજી અને કાનૂની પ્રક્રિયામાં પણ મદદ કરવામાં આવી રહી છે. દૂતાવાસના અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ સ્થાનિક પ્રશાસન સાથે મળીને ઘટનાની સંપૂર્ણ તપાસ માટે સહયોગ આપી રહ્યા છે, જેથી હુમલાની સાચી પરિસ્થિતિ અને કારણો જાણી શકાય. આ ઘટના પછી ભારત સરકારે પણ રશિયામાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ત્યાં કાર્યરત તમામ ભારતીય કામદારોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવા પર ભાર મૂક્યો છે. આ ઘટનાએ ફરી એકવાર યુદ્ધ અને સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કામ કરતા વિદેશી કામદારોની સુરક્ષાના મુદ્દાને ચર્ચામાં લાવ્યો છે. હાલ દૂતાવાસ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તમામ પીડિતોને સહાય પહોંચાડવા માટે તત્પર છે. આ પણ વાંચો : Nigeria: આતંકીઓએ કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, 45થી વધુ બાળકોનું કરાયુ અપહરણ

Read Full Story arrow_forward