android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: આમોદમાં પ્રેમપ્રકરણમાં યુવાનની કરપીણ હત્યા, ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી 'લાલા'ને મોતને ઘાટ ઉતારાયો
calendar_today May 17, 2026

Bharuch: આમોદમાં પ્રેમપ્રકરણમાં યુવાનની કરપીણ હત્યા, ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી 'લાલા'ને મોતને ઘાટ ઉતારાયો

ભરૂચના આમોદનગરમાં ગત રોજ મોડી રાત્રે એક યુવાનની કરપીણ હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રેમસંબંધની આંતરિક અદાવતમાં ઉશ્કેરાયેલા હુમલાખોરે એક યુવક પર ચપ્પુ વડે તૂટી પડીને તેને લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે, જ્યારે નગરમાં તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.સમગ્ર વિવાદ અને હત્યા પાછળનું કારણપોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ હત્યા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર છે. મૃતક યુવાન મહેબૂબ મહિડા ઉર્ફે લાલા (ઉંમર વર્ષ આશરે 25 થી 30) ના કૌટુંબિક ભાઈની પત્નીને હત્યારાના ભાઈ સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની ચાલતી આંતરિક અદાવત અને બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી. જેમાં સાહીલ રણજિત ચૌહાણ નામના યુવાને મહેબૂબ મહિડા પર ચપ્પુ વડે હિંસક હુમલો કરી દીધો હતો. સાહીલે મહેબૂબના ગળાના ભાગે તેમજ શરીરના અન્ય અંગો પર ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે અતિશય લોહી વહી જતાં મહેબૂબનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પકડ્યોહત્યાની આ ઘટના વાયુવેગે પ્રસરતા જ આમોદનગર હોસ્પિટલ ખાતે સ્થાનિક લોકો અને મુસ્લિમ સમાજના અગ્રણીઓના મોટા ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ ખાતે ગોઠવી દેવાયો હતો. ભરૂચ એસ.પી.ની સૂચનાથી ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને આમોદ પોલીસની અલગ-અલગ ટીમો હત્યારાને પકડવા દોડતી થઈ હતી.ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન' પણ કર્યુંપોલીસે આધુનિક હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સાહીલ રણજિત ચૌહાણની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કર્યા બાદ પોલીસે ગુનાની ગંભીરતાને જોતા કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે આરોપીને સાથે રાખીને ઘટનાસ્થળનું 'વિક્રેશ રિકન્સ્ટ્રક્શન' પણ કર્યું હતું. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કડક વહીવટી કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Amreli: વડિયા પંથકમાં પશુઓમાં રહસ્યમય રોગચાળો, પશુચિકિત્સકોની ટીમો દ્વારા બ્લડ સેમ્પલ લેવાયા

Read Full Story arrow_forward
Ahmedabad: ગોતામાં 13 લાખ ફૂટનું 'માઈન્ડ્સ ટેક પાર્ક' ખુલ્લું મુકતા ગૃહમંત્રી અમિત શાહ, AI પર મૂક્યો ભાર
calendar_today May 17, 2026

Ahmedabad: ગોતામાં 13 લાખ ફૂટનું 'માઈન્ડ્સ ટેક પાર્ક' ખુલ્લું મુકતા ગૃહમંત્રી અમિત શાહ, AI પર મૂક્યો ભાર

ડિજિટલ ઇન્ડિયા અને ગ્લોબલ આઇટી (IT) હબ બનવા તરફ અમદાવાદે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં નવનિર્મિત અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 'મિલિયન માઈન્ડ્સ ટેક પાર્ક'નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વિશાળ સ્કેલ પર બનેલું આ ટેક પાર્ક આગામી દિવસોમાં હજારો યુવાનો માટે રોજગારી અને સ્ટાર્ટઅપ્સ માટે નવું કેન્દ્ર બનશે.13 લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આધુનિક હબકાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આ સમગ્ર ટેક પાર્ક 13 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે. આ પ્રોજેક્ટના કારણે ગુજરાત સર્વિસ સેક્ટરમાં દેશના ટોપ ૩ રાજ્યોમાં સ્થાન મેળવશે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતે ઉત્પાદન (Manufacturing) ક્ષેત્રે હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, પરંતુ હવે આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સર્વિસ અને આઇટી સેક્ટરમાં પણ આપણે દેશનું નેતૃત્વ કરીશું. અમદાવાદે હવે હૈદરાબાદ અને બેંગલુરુ જેવા આઇટી સિટીઝથી પણ આગળ વધવાનું છે.ત્રાગડનો વિકાસ અને ટાઉન પ્લાનિંગનું મહત્વપોતાના જૂના રાજકીય દિવસો અને વિસ્તારના ભૂતકાળને યાદ કરતા અમિત શાહે ભાવુક સુરે કહ્યું કે, "હું જ્યારે આ વિસ્તારમાંથી પહેલીવાર ધારાસભ્ય (MLA) બન્યો, ત્યારે ત્રાગડ ગામમાં એસ.ટી. બસ પણ આવતી નહોતી. આજે હું પોતે ત્રાગડ ફરીને આવ્યો છું, ત્યાંનો વિકાસ જોઈને અત્યંત આનંદ થયો છે." તેમણે આ અદભુત વિકાસ પાછળ સચોટ 'ટાઉન પ્લાનિંગ' (TP) ને જવાબદાર ગણાવતા કહ્યું કે, જો યોગ્ય ટાઉન પ્લાનિંગ ન હોય તો ક્યારેય સારા અને સુવિધાજનક શહેરો બની શકતા નથી.AI ભવિષ્યની અર્થવ્યવસ્થાઆજના ડિજિટલ યુગ વિશે વાત કરતા ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે, AI (Artificial Intelligence) એ ભવિષ્યની ગ્લોબલ અર્થવ્યવસ્થા છે. ભારત આજે વિશ્વમાં AI ક્ષેત્રે ખૂબ જ મજબૂતી અને ક્ષમતા સાથે આગળ વધી રહ્યું છે. નવી ટેક્નોલોજી અને કુશળ માનવબળ (Talent) ની મદદથી ગુજરાત આગામી સમયમાં સમગ્ર ભારતના તકનીકી વિકાસનું નેતૃત્વ કરશે તેવો અડગ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.આ પણ વાંચો: Bharuch: આમોદમાં પ્રેમપ્રકરણમાં યુવાનની કરપીણ હત્યા, ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી 'લાલા'ને મોતને ઘાટ ઉતારાયો

Read Full Story arrow_forward
NEET Paper Leak 2026 News: વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર મનીષ મંધારેને મોકલાઇ 14 દિવસના CBI કસ્ટડીમાં
calendar_today May 17, 2026

NEET Paper Leak 2026 News: વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર મનીષ મંધારેને મોકલાઇ 14 દિવસના CBI કસ્ટડીમાં

કોર્ટે તેમને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા હતા. પુણેની રહેવાસી મનીષાની મથુરામાં ધરપકડ કરાઇ હતી. વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસરની ધરપકડ CBIએ NEET પેપર લીક કેસના આરોપી મનીષા મંધારેને રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે મનીષાને 14 દિવસની CBI કસ્ટડીમાં મોકલ્યા હતા. મનીષા વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર છે. મહારાષ્ટ્રના પુણેમાં વનસ્પતિશાસ્ત્રના શિક્ષક મંધારેની સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CBIએ ઉત્તર પ્રદેશના મથુરાની હોટલમાંથી તેમની ધરપકડ કરી હતી. દિલ્હીમાં વ્યાપક પૂછપરછ બાદ, CBIએ મંધારેને સ્પેશિયલ CBI જજ સમક્ષ રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓ પાસેથી લીધી મોટી લાંચકેન્દ્રીય તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, આરોપીને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના પ્રશ્નપત્રો સુધી સીધી પહોંચ મળી હતી. દિલ્હીમાં તેની ધરપકડ અને પૂછપરછ બાદ, CBIએ મંધારેને ખાસ CBI જજ સમક્ષ રજૂ કરાઇ હતી. CBIએ કોર્ટને જાણ કરી કે, NTAની સમગ્ર પ્રક્રિયા હાલમાં તપાસ હેઠળ છે. પ્રારંભિક તપાસની વિગતો દર્શાવે છે કે મંધારેએ પરીક્ષાના પ્રશ્નો લીક કરવાના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી મોટી લાંચ લીધી હતી. શુ હતો મામલો ? એજન્સીની કહવુ છે કે, આ કામગીરીમાં આંતરિક વ્યક્તિઓ, વચેટિયાઓ અને ઉમેદવારો સામેલ હતા. જેમણે સંભવિત પરીક્ષાના પ્રશ્નો માટે મોટી રકમ ચૂકવી હતી. શિક્ષણ મંત્રાલય હેઠળના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી ફરિયાદ મળ્યા બાદ CBIએ 12 મે, 2026 ના રોજ સત્તાવાર રીતે કેસ નોંધ્યો હતો. પરીક્ષા 21 જૂને ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. પી.વી. કુલકર્ણી રસાયણશાસ્ત્રના પ્રોફેસર છે. તેમણે ઘણા વર્ષો સુધી NEET પ્રશ્નપત્ર તૈયાર કરતી સમિતિઓમાં કામ કર્યું હતું. આ પણ વાંચોઃ Donald Trumpના $400 મિલિયન બોલરૂમ પ્રોજેક્ટને પડ્યો ફટકો સેનેટે અટકાવ્યું ભંડોળ

Read Full Story arrow_forward