Gandhinagar News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મનપાના 600 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સાંસદ અમિત શાહ આજે ગાંધીનગરની મુલાકાતે આવી રહ્યા છે.અમિત શાહ આગમનના પગલે ગાંધીનગરમાં ઠેરઠેર તેમના સ્વાગત માટેના હોર્ડિંગ્સ તથા જાહેર સર્કલો પર ભાજપના ધજાપતાકા લગાવી દેવામાં આવ્યા છે.અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોની સુખાકારી અને આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી રૂ.620 કરોડના પ્રજાલક્ષી વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે.જે અંતર્ગત ટાઉનહોલ ખાતે બપોરે 3.30 ક્લાકે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત કરશે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના પરિપ્રેક્ષ્યમાં આવતા ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં થયેલા કાર્યોનું તેઓ નિરીક્ષણ પણ કરનાર છે.જે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવનાર છે એ તમામ સ્થળોએ તેઓ પ્રથમ મુલાકાત કરશે.ત્યારબાદ ટાઉનહોલ ખાતેથી આ તમામ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહુર્ત કરશે તેવી વિગતો છે. આજના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર મીરા પટેલ, મ્યુનિ કમિશનર જે.એન.વાયેલા ઉપરાંત ધારાસભ્યો વગેરે વિશેષરૂપે ઉપસ્થિત રહેશે.છેલ્લા બે દિવસથી મહાપાલિકાનું વહીવટી તંત્ર અમિત શાહના રૂટની વિશેષ સાફસફાઈ હાથ ધરવામાં આવી છે. રસ્તાઓમાં જયાં છેલ્લા લેયરનું કામ બાકી હતું તે ઝડપથી પુરા કરી દેવામાં આવ્યા છે. નગરસેવકોને પણ પોતપોતાના વિસ્તારમાં દોડતા કરાયા ચરેડીથી લઈને કોલવડા, ટાઉનહોલ, સેક્ટર-22થી 25 સહિતના વિસ્તારોમાં લારી-ગલ્લા સહિતના દબાણોને તાત્કાલિક અસરથી હટાવવામાં આવ્યા છે. ગઈકાલે રાતે ચરેડી ખાતે દબાણ ઝુંબેશ હાથ ધરી સફાયો કરવામાં આવ્યો હતો. ઢોર પકડ પાર્ટીને પણ સતત રાઉન્ડ લગાવવાની સૂચના છે.જાહેર માર્ગો કે સ્થળ પર ક્યાંય રખડતાં ઢોર ના જોવા મળે તેની તકેદારી રાખવા કડક આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિ તંત્રના અધિકારીઓ-પદાધિકારીઓ તથા શહેર ભાજપ સંગઠન તમામ દ્વારા પણ રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નગરસેવકોને પણ પોતપોતાના વિસ્તારમાં દોડતા કરવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ Ahmedabad News: પેટ્રોલ અને ડીઝલ સહિત CNGમાં ભાવવધારાને કારણે હવે કેબ સર્વિસ મોંઘી થશે
Read Full Story arrow_forward