android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: પેટ્રોલ અને ડીઝલ સહિત CNGમાં ભાવવધારાને કારણે હવે કેબ સર્વિસ મોંઘી થશે
calendar_today May 17, 2026

Ahmedabad News: પેટ્રોલ અને ડીઝલ સહિત CNGમાં ભાવવધારાને કારણે હવે કેબ સર્વિસ મોંઘી થશે

પેટ્રોલ, ડીઝલ, સીએનજીના ભાવ વધારાને લઈને કેબ સર્વિસ પર માઠી અસર વર્તાઈ રહી છે.ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ઝડપથી વિકસતી કેબ ઈન્ડસ્ટ્રી હવે ઈંધણના વધતા ભાવોના દબાણ હેઠળ આવી રહી છે.પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNGના ભાવોમાં થયેલા વધારાએ પણ ઓલા, ઉબેર, રેપિડો, ભારત ટેક્સી અને સ્થાનિક ટ્રાવેલ્સ ઓપરેટરો માટે ખર્ચનું ગણિત બગાડી નાખ્યું છે.હવે CNGના વધતા દરને કારણે કેબ ડ્રાઈવરો અને ઓપરેટરો બંને માટે નફો જાળવવો મુશ્કેલ બની ગયો છે.મુસાફરોના ભાડા, ડ્રાઈવરોની આવક,વાહન ખરીદીના ટ્રેન્ડ અને સમગ્ર અર્બન મોબિલિટી પેટર્ન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. કેબ માર્કેટમાં ભારે વૃદ્ધિ નોંધાઈ ગુજરાતમાં હાલમાં અંદાજે 1.5 લાખથી વધુ કેબ અને મોટર કેબ વાહનો કાર્યરત હોવાનું માનવામાં આવે છે.તેમાં સૌથી વધુ વાહનો અમદાવાદ,સુરત અને વડોદરામાં છે.છેલ્લા પાંચ વર્ષમાં એપ આધારિત ટેકસી સેવાઓના વધારા સાથે કેબ માર્કેટમાં ભારે વૃદ્ધિ નોંધાઈ છે.ડ્રાઈવરોના જણાવ્યા મુજબ અગાઉ CNG કારનો દૈનિક ખર્ચે 700 થી 900 આવતો હતો,જે હવે 1200 થી 1600 સુધી પહોંચી રહ્યો છે.ડીઝલ એસયુવીઅને ઇનોવા જેવી કેબમાં તો દૈનિક ઈધણ ખર્ચ 3000 સુધી પહોંચી જતો હોવાનું ઓપરેટરો જણાવી રહ્યા છે. 30 ટકામાં પેટ્રોલ-ડીઝલ ગાડીઓ દિવસભર ડ્રાઈવિંગ કર્યા પછી ઈએમઆઈ,કમિશન અને ઈધણ ખર્ચ કાઢીએ તો બચત ખૂબ ઓછી રહે છે.વિવિધ કેબ એસોશિએશનો બેઠક બોલાવી ભાડા વધારા અંગે નિર્ણય લેશે તેવુ જાણવા મળે છે.અમદાવાદ-ગાંધીનગર કેબ એસોશિએશનના પ્રમુખ રોનક પટેલના મતે બંને શહેરોમાં 29 હજારથી વધુ કેબ ગાડીઓ છે.જેમાંથી 70 ટકા ગાડીઓ CNG છે.જ્યારે 30 ટકામાં પેટ્રોલ-ડીઝલ ગાડીઓ છે.વિદેશી પર્યટકો, એનઆરઆઇની સખ્યા ઘટી હોવાથી 50 ટકાથી વધુ હોટલો ખાલી છે.જેથી હોટલના ફેરા મળતા નથી. ઉદ્યોગને બચાવી લેવા માટેના પ્રયાસો આગામી બે-ત્રણ દિવસમાં એસોશિએશનની બેઠકમાં ભાડા વધારો મૃદ્દો ઉઠાવી આ ઉદ્યોગને બચાવી લેવા પ્રયાસ કરાશે. કોરોનાકાળ પછીની આ સૌથી વધુ મદીનો સમય ચાલી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ ટેક્સી હોનર્સ એસોશિએશનના વાઇસ પ્રેસિડેન્ટ તારીક કાઝીના જણાવ્યા મુજબ એરપોર્ટ પર 300 જેટલી ટેક્સીઓ છે. મુસાફરોની સંખ્યા ઘટી હોવાથી હાલ ધંધો મંદીમા છે.તેમાય ઇંધણનો ભાવ વધારો પોષાય તેમ નથી. ફલાઇટો અને મુસાફરો બંને ઘટી જતા દૈનિક ફેરા ઘટી ગયા છે. આગામી દિવસોમાં બેઠક યોજી આ ઉદ્યોગને બચાવી લેવા માટેના પ્રયાસો કરાશે. હવે CNGનો દર 86.02 પ્રતિ કિલો થયો અમદાવાદમાં CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 2.25નો વધારો થતાં હવે CNGનો દર 86.02 પ્રતિ કિલો થયો છે.ભાવ વધારાના વિરોધમાં અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા બેઠક યોજી આગામી તા .18 મેના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવાયો છે.યુનિયનના આગેવાનોનું કહેવું છે કે છેલ્લા ત્રણ વર્ષથી રિક્ષા ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.જ્યારે બીજી તરફ CNGના ભાવ સતત વધી રહ્યા છે.રિક્ષા ચાલકોનું કહેવું છે કે વધતા ઇંધણ ખર્ચ, મોંઘવારી, વાહન મેન્ટેનન્સ અને EMI વચ્ચે હાલની પરિસ્થિતિમાં જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ પણ વાંચોઃ NTAમાં મોટા વહીવટી ફેરબદલ, અનુજા બાપટ અને રૂચિતા વિજની જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ

Read Full Story arrow_forward
Mandal: માંડલના હાંસલપુર માર્ગ પર ટ્રાફ્કિ જામ થતા કર્મચારીઓના વાહનો સપડાતા હાલાકી
calendar_today May 16, 2026

Mandal: માંડલના હાંસલપુર માર્ગ પર ટ્રાફ્કિ જામ થતા કર્મચારીઓના વાહનો સપડાતા હાલાકી

માંડલ : માંડલ તાલુકાના હાસલપુર ગામ પાસેના માર્ગ પર ખાનગી કંપનીના ગેટ નંબર-2 સામે શનિવારે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ અચાનક ભારે ટ્રાફ્કિ જામ સર્જાતા સ્થાનિક લોકો, કંપની કર્મચારીઓ અને હાઇવે પરથી પસાર થતાં મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સવારના પીક અવર્સમાં સર્જાયેલા ટ્રાફ્કિ જામને કારણે માર્ગ પર નાના-મોટા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને લોકો લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અત્રેની ખાનગી કંપની નજીક સવાર અને સાંજના સમયે કર્મચારીઓની ભારે અવરજવર રહેતી હોવા છતાં પૂરતી ટ્રાફ્કિ વ્યવસ્થા ન હોવાને કારણે વારંવાર આવી પરિસ્થિતિ ઊભી થાય છે. ત્યારે સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે અત્રે ટ્રાફ્કિ પોલીસની કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: પાણશીણા પોલીસે 25 કિલોમીટર સુધી કારનો પીછો કરી દારૂના 3,360 ચપલા જપ્ત કર્યા
calendar_today May 16, 2026

Surendranagar: પાણશીણા પોલીસે 25 કિલોમીટર સુધી કારનો પીછો કરી દારૂના 3,360 ચપલા જપ્ત કર્યા

પાણશીણા પોલીસને દારૂ ભરેલ ક્રેટા કારની બાતમી મળતા કટારીયા ટોલનાકે વોચ રાખી હતી. જેમાં જોઈ કાર ચાલક પોલીસની ખાનગી કારને ઠોકર મારી ફરાર થયો હતો. જેમાં પોલીસે કટારીયા ટોલનાકાથી ટોકરાળા, ગેડી અને પરનાળા સુધી 25 કીમી પીછો કરતા ચાલક પરનાળા ગામની શેરીમાં કાર મુકી ફરાર થઈ ગયો હતો. જેમાં પોલીસે દારૂના 3360 ચપલા અને કાર સહિત રૂપીયા 16.04 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરિયાદ નોંધી છે.પાણશીણા ઈન્ચાર્જ પીઆઈ કે.ડી.જાદવ, ઈન્દ્રજીતસિંહ રાઠોડ સહિતનાઓને અમદાવાદથી રાજકોટ તરફ જતી ક્રેટા કારમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા ખાનગી વાહનમાં સ્ટાફે કટારીયા ટોલનાકા પાસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળી કાર આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે પોલીસની ખાનગી કારને ટક્કર મારી હતી. અને યુ ટર્ન લઈ બગોદરા હાઈવે પર ફરાર થઈ ગયો હતો. આથી પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો કરતા ચાલક ટોકરાળા, ગેડી થઈને પરનાળા તરફ ભાગતા પોલીસે પોતાની કાર પાછળ દોડાવી હતી. જેમાં પરનાળા ગામની શેરીમાં કાર મળી આવી હતી. જેમાં તપાસ કરતા દારૂના વીવીધ બ્રાન્ડના 3360 ચપલા મળી આવ્યા હતા. આથી પોલીસે કાર અને દારૂ સહિત રૂપીયા 16,04,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ફરાર થનાર કારના ચાલક, દારૂ મોકલનાર, મંગાવનાર સહિતનાઓ સામે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. આરોપીઓને ઝડપી લેવા વધુ તપાસ પાણશીણા પોલીસ ચલાવી રહી છે. જયારે પાણશીણા પોલીસ સ્ટાફને સુરતથી જુનાગઢ તરફ જતી રૂદ્ર ટ્રાવેલ્સ નામની બસમાં એક મુસાફર દારૂ સાથે પસાર થતો હોવાની બાતમી મળતા પાણશીણા ચેકપોસ્ટ પાસે વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી બસ આવતા તેના ચાલકને હાથ ઉંચો કરી ઉભા રહેવાનો ઈશારો કરતા ચાલકે બસ ઉભી રાખી હતી. જયારે મુસાફરોની તપાસ કરતા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પ્રાસલી ગામનો 46 વર્ષીય રાજેન્દ્ર ઉર્ફે રાજુ જેઠાભાઈ દયાતર વિદેશી દારૂના 116 ચપલા કિંમત રૂપીયા 17,160 સાથે પકડાયો હતો. આ શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward