android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tharad News: રાડકા ગામ નજીક નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો
calendar_today May 16, 2026

Tharad News: રાડકા ગામ નજીક નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો

વાવ-થરાદ જિલ્લાના થરાદમાંથી એક દુઃખદ અને ચકચારી ઘટના સામે આવી છે. થરાદના રાડકા ગામ નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કેનાલના પાણીમાં મૃતદેહ તરતો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.કેનાલમાં મૃતદેહ તરતો જોઈ સ્થાનિકોએ તંત્રને નણ કરી ઘટનાની મળતી માહિતી અનુસાર, થરાદ તાલુકાના રાડકા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલના પાણીમાં એક યુવકનો મૃતદેહ તરતો હોવાનું સ્થાનિક રાહદારીઓ અને ગ્રામજનોના ધ્યાને આવ્યું હતું. કેનાલમાં મૃતદેહ હોવાની ખાતરી થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક આપત્તિ વ્યવસ્થાપન અને સ્થાનિક પ્રશાસનને આ અંગે જાણ કરી હતી. ફાયર બ્રિગેડની 1 કલાકની ભારે જહેમત ઘટનાની માહિતી મળતાની સાથે જ થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ રાડકા ફાટક નજીક કેનાલના પાણીમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી રેસ્કયૂ ઓપરેશન શરૂ કર્યું હતું. આશરે એક કલાકની ભારે જહેમત અને કડક મથામણ બાદ યુવકના મૃતદેહને કેનાલના ઊંડા પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. મોતનું કારણ અકબંધ, પરિવારમાં માતમ કેનાલમાંથી મૃતદેહ બહાર કાઢ્યા બાદ સ્થાનિકોની મદદથી તેની ઓળખ વિધિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. યુવકની ઓળખ થતાં જ તેના પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને કાયદેસરની પ્રક્રિયા બાદ મૃતદેહ પરિવારને સુપ્રત કરવામાં આવ્યો છે. યુવકના અકાળે અવસાનથી પરિવારમાં ભારે માતમ છવાઈ ગયો છે. જોકે, આ યુવક કેનાલમાં કેવી રીતે પડ્યો? આ આત્મહત્યાનો મામલો છે, અકસ્માતે પગ લપસવાની ઘટના છે કે પછી અન્ય કોઈ કારણ, તે હજુ સુધી જાણી શકાયું નથી. યુવકના મોતનું ચોક્કસ કારણ હાલ અકબંધ છે. સ્થાનિક પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Tharad News: વાવમાં ડીઝલની અછતની અફવાએ ખેડૂતોમાં ફફડાટ, પેટ્રોલ પંપ પર કેરબાઓની લાંબી કતારો, સુરક્ષાના નિયમો નેવે મૂકી જોખમી સંગ્રહ!

Read Full Story arrow_forward
Ahmedabadમાં 'ઓપરેશન મ્યુલ હંટ': સાયબર ગેંગનો સાગરીત ઝડપાયો, દેશભરના 11 ફ્રોડ સાથે કનેક્શન
calendar_today May 16, 2026

Ahmedabadમાં 'ઓપરેશન મ્યુલ હંટ': સાયબર ગેંગનો સાગરીત ઝડપાયો, દેશભરના 11 ફ્રોડ સાથે કનેક્શન

અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ફ્રોડ આચરતી ટોળકીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયબર ગુનેગારોને પકડી પાડવા માટે શરૂ કરવામાં આવેલા ખાસ “ઓપરેશન મ્યુલ હંટ” હેઠળ પોલીસને એક મોટી સફળતા મળી છે. “કે” ડિવિઝન એસીપી (ACP) કચેરીની સ્ક્વોડ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને એક રીઢા સાયબર ગેંગના સભ્યને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ મોહમદ મુસ્તુઝા શેખ તરીકે થઈ છે, જે અમદાવાદના દાણીલીમડા વિસ્તારનો રહેવાસી છે.9 લાખના ફ્રોડ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી મોહમદ મુસ્તુઝા અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. સાયબર ફ્રોડના નેટવર્કમાં તેની ભૂમિકા અત્યંત મહત્વની હતી. જ્યારે પણ કોઈ નિર્દોષ નાગરિક સાથે ઓનલાઈન છેતરપિંડી થતી, ત્યારે પ્રથમ લેયરમાં (First Layer) એટલે કે ફ્રોડના નાણાં સૌથી પહેલા જે બેંક ખાતામાં ટ્રાન્સફર થતા, તે મેળવવાની જવાબદારી આ આરોપી સંભાળતો હતો. પ્રાથમિક તપાસમાં તેના ખાતા અને કનેક્શનમાંથી અંદાજે રૂપિયા 9 લાખના શંકાસ્પદ ફ્રોડ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. વધુમાં, તે સાયબર ગેંગના મુખ્ય લીડરો સાથે સીધા સંપર્કમાં હોવાનું પણ બહાર આવ્યું છે. દેશભરની 11 સાયબર ફરિયાદો ઉકેલાવાની શક્યતાઆરોપીની કડક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેનું આ નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત નહોતું. દેશભરના જુદા જુદા રાજ્યોમાં નોંધાયેલી અંદાજે 11 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદોમાં આ આરોપીની સીધી સંડોવણી હોવાના પુરાવા મળી રહ્યા છે. આ ઓપરેશન બાદ નારોલ પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નારોલ પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીના બેંક એકાઉન્ટ્સ, અન્ય સાગરીતો અને ગેંગના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે આગળની સઘન તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara News: ગોત્રીમાં કન્ટેનર ફૂડ ઝોન પાર્કમાં સિલિન્ડર બ્લાસ્ટ, 1 શ્રમિકનું કમકમાટીભર્યું મોત, 1 ઈજાગ્રસ્ત
calendar_today May 16, 2026

Vadodara News: ગોત્રીમાં કન્ટેનર ફૂડ ઝોન પાર્કમાં સિલિન્ડર બ્લાસ્ટ, 1 શ્રમિકનું કમકમાટીભર્યું મોત, 1 ઈજાગ્રસ્ત

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી એક અત્યંત વિચિત્ર અને કાળજું કંપાવી દેનારો અકસ્માત સામે આવ્યો છે. ગોત્રી સ્થિત 'કન્ટેનર ફૂડ ઝોન પાર્ક' ખાતે અચાનક ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો. આ સિલિન્ડર લાંબા સમયથી કાળઝાળ તડકામાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તડકાની અતિશય ગરમીના કારણે સિલિન્ડરમાં પ્રેશર વધી ગયું હતું અને તે અચાનક બ્લાસ્ટ થયો હતો. આ ભયાનક ધડાકાના કારણે આસપાસના લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી.નજીકમાં વેલ્ડિંગનું કામ ચાલતું હતુંઘટના સમયે ફૂડ ઝોન પાર્કની બિલકુલ નજીકમાં જ વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં શ્રમિકો મજૂરી કામ કરી રહ્યા હતા. સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તે હવામાં ફંગોળાઈને સીધો ત્યાં કામ કરી રહેલા બે શ્રમિકો પર જઈને પડ્યો હતો. આ દુર્ઘટનામાં 36 વર્ષીય શ્રમિક મુકેશગિરીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે કામ કરી રહેલો ધર્મેન્દ્ર ગિરી નામનો અન્ય એક શ્રમિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.તડકામાં મુકેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં સર્જાઈ વિચિત્ર ઘટનાબપોરના સમયે બનેલી આ કરુણ ઘટનાની જાણ થતાં જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક મુકેશગિરીના શબને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તડકામાં સિલિન્ડર રાખવામાં આવ્યો હોવાથી આ દુર્ઘટના સર્જાઈ કે વેલ્ડિંગના તણખાના કારણે બ્લાસ્ટ થયો, તે તમામ પાસાઓ પર લક્ષ્મીપુરા પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે. ફેક્ટરી કે ફૂડ પાર્ક સંચાલકોની કોઈ બેદરકારી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward