android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live: નેધરલેન્ડ્સમાં સીઈઓ રાઉન્ડ ટેબલમાં PM મોદીએ આપ્યું નિવેદન
calendar_today May 16, 2026

Gujarat Latest News Live: નેધરલેન્ડ્સમાં સીઈઓ રાઉન્ડ ટેબલમાં PM મોદીએ આપ્યું નિવેદન

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Valsad News: અતુલમાં રેલવે ટ્રેક નજીકથી મહિલાનો હાથ-પગ બાંધેલી હાલતમાં સડેલો મૃતદેહ મળતાં મચી ચકચાર
calendar_today May 16, 2026

Valsad News: અતુલમાં રેલવે ટ્રેક નજીકથી મહિલાનો હાથ-પગ બાંધેલી હાલતમાં સડેલો મૃતદેહ મળતાં મચી ચકચાર

વલસાડ જિલ્લાના અતુલ વિસ્તારમાં એક સનસનીખેજ અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. અતુલમાં રેલવે ટ્રેક નજીક આવેલી એક ખુલ્લી વાડીવાળી જગ્યામાંથી એક અજાણી મહિલાનો ક્ષત-વિક્ષત અને સડેલી (ડિકમ્પોઝ) હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ એટલી હદે સડી ગયો હતો કે તેની પ્રાથમિક ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાઈ જતાં સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી અને ચકચાર મચી ગઈ છે.હાથ-પગ બાંધેલી હાલત મળતાં હત્યાની પ્રબળ આશંકા મળતી માહિતી અનુસાર, જ્યારે પોલીસ અને સ્થાનિકોએ મૃતદેહ જોયો ત્યારે મહિલાના હાથ અને પગ દોરડા કે કપડાથી બાંધેલી હાલતમાં હતા. આ પરિસ્થિતિ પરથી સ્પષ્ટપણે જણાઈ આવે છે કે મહિલાની અન્ય કોઈ સ્થળે ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે લાશને રેલવે ટ્રેક નજીકની આ અવાવરુ વાડીમાં ફેંકી દેવામાં આવી છે. આ ઘાતકી હત્યા પાછળ કોઈ અંગત અદાવત કે પ્રેમ પ્રકરણ હોવાની આશંકા સેવાઈ રહી છે. FSL, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ઘટનાની ગંભીરતાને જોતાં વલસાડ જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ડીવાયએસપી (DySP), સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) નો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગુનાના આસપાસના પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ. (FSL) અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે. હાલ વલસાડ રૂરલ પોલીસ અને LCB ની ટીમોએ મહિલાની સાચી ઓળખ મેળવવા અને હત્યારાઓ સુધી પહોંચવા માટે અલગ-અલગ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari News: ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે ACBની સફળ ડીકોય, સ્ટેમ્પ પેપર પર વધુ રૂપિયા વસૂલતું દંપતી ઝડપાયું
calendar_today May 16, 2026

Navsari News: ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે ACBની સફળ ડીકોય, સ્ટેમ્પ પેપર પર વધુ રૂપિયા વસૂલતું દંપતી ઝડપાયું

નવસારીમાંથી ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર વસૂલાત વિરૂદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) ની એક મોટી અને સફળ કાર્યવાહી સામે આવી છે. નવસારીની ડિસ્ટ્રિક્ટ કોર્ટની બિલકુલ સામે આવેલા એક સીએસસી (CSC - કોમન સર્વિસ સેન્ટર) માં સ્ટેમ્પ પેપરના નિયત ભાવ કરતાં વધુ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ બાતમીના આધારે એસીબીની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ એક ડમી ગ્રાહક તૈયાર કરીને 'ડીકોય ઓપરેશન' ગોઠવ્યું હતું.સરકારી લાયસન્સનો દુરુપયોગ કરી ગ્રાહકોને લૂંટતા હતા એસીબીની કાર્યવાહી દરમિયાન સામે આવ્યું છે કે સ્ટેમ્પ વેન્ડર તરીકે કાર્યરત તુકારામ નામના શખ્સે પોતાના નામે મળેલું સરકારી સીએસસી (CSC) લાયસન્સ પોતાની પત્ની કરીશ્મા કાનકાંટેને વાપરવા આપી દીધું હતું અને આ લાયસન્સનો બંને ભેગા મળીને દુરુપયોગ કરી રહ્યા હતા. કોર્ટ કચેરીના કામે આવતા નિર્દોષ નાગરિકો મજબૂરીવશ સ્ટેમ્પ પેપર ખરીદવા આવતા ત્યારે આ દંપતી તેમની પાસેથી નિર્ધારિત કિંમત કરતાં વધુ રકમ પડાવતું હતું. સ્ટેમ્પ દીઠ રૂ. 90 વધુ લેતા રંગેહાથ પકડાયા, ગુનો દાખલ ડીકોય ઓપરેશન દરમિયાન જ્યારે એસીબીના ડમી ગ્રાહકે સ્ટેમ્પ પેપરની માંગણી કરી, ત્યારે આ દંપતીએ નિયત કિંમત કરતાં સ્ટેમ્પ પેપર દીઠ રૂપિયા 90 વધુ માગ્યા હતા અને કુલ રૂપિયા 1,140 ગ્રાહક પાસેથી વસૂલ્યા હતા. નાણાંની લેવડદેવડ થતાં જ છટકું ગોઠવીને તૈયાર બેઠેલી એસીબીની ટીમે ત્રાટકીને દંપતીને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ સ્ટેમ્પ વેન્ડર તુકારામ અને તેની પત્ની કરીશ્મા કાનકાંટે વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની સઘન તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward