android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News: મુન્દ્રા પોર્ટ પર 182 કરોડનું કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપાયું
calendar_today May 16, 2026

Kutch News: મુન્દ્રા પોર્ટ પર 182 કરોડનું કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતનો દરિયા કિનારો અને બંદરો ફરી એકવાર ડ્રગ્સ માફિયાઓના નિશાને આવ્યા છે, પરંતુ દેશની સુરક્ષા એજન્સીઓએ તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી દિલ્હી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) એ એક ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરીને આશરે રૂ. 182 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ભારતના ઇતિહાસમાં આ પ્રકારનું ડ્રગ્સ પકડાયું હોય તેવી આ પ્રથમ ઘટના છે.સિરિયાથી આવેલા કન્ટેનરમાં સંતાડ્યું હતું મોત ઘટનાની મળતી વિગતો અનુસાર, દિલ્હી NCB ની ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરેથી ડ્રગ્સની હેરાફેરી અંગે ચોક્કસ ઇનપુટ્સ મળ્યા હતા. આ બાતમીના આધારે મુન્દ્રા પોર્ટ પર આવેલા શંકાસ્પદ કન્ટેનરોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સિરિયા દેશમાંથી આયાત કરવામાં આવેલા એક ખાસ કન્ટેનરની તલાશી લેતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. આ કન્ટેનરમાંથી ભારે માત્રામાં નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. ભારતમાં પહેલીવાર ઝડપાયું ‘કેપ્ટાગોન’ ડ્રગ્સ NCB ના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન દરમિયાન કુલ 196.2 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. લેબોરેટરી ટેસ્ટિંગમાં આ ડ્રગ્સ 'કેપ્ટાગોન' (Captagon) હોવાનું સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત રૂપિયા 182 કરોડ જેટલી થવા જાય છે. મહત્વની વાત એ છે કે, ભારતમાં આ કેપ્ટાગોન ડ્રગ્સ પકડાવવાનો આ સૌથી પહેલો કિસ્સો છે, જે મધ્ય-પૂર્વના દેશોમાં વધુ સક્રિય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાઠવ્યા અભિનંદન મુન્દ્રા પોર્ટ પર દિલ્હી NCB દ્વારા કરવામાં આવેલી આ અત્યંત સફળ અને મોટી કાર્યવાહીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિરદાવી છે. તેમણે દેશને નશામુક્ત બનાવવાના સંકલ્પને વેગ આપવા બદલ NCB ની સમગ્ર ટીમને સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે અભિનંદન પાઠવ્યા છે. આંતરરાષ્ટ્રીય કનેક્શનની તપાસ શરૂ સિરિયાથી આટલી મોટી માત્રામાં મોકલવામાં આવેલું આ ઘાતક ડ્રગ્સ ભારતમાં કોને ડીલીવર કરવાનું હતું? આ ડ્રગ્સ પાછળ કયા આંતરરાષ્ટ્રીય પેડલરો અને આકાઓનો હાથ છે? તે તમામ દિશામાં દિલ્હી NCB એ ઉંડાણપૂર્વકની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં આગામી સમયમાં કેટલાક મોટા ગજાના લોકોની ધરપકડ થાય તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. આ પણ વાંચો - Kutch: મુન્દ્રા બંદરેથી કન્ટેનરમાં છુપાવેલું 140 કિલો ડ્રગ્સ ઝડપાયું, બાતમીના આધારે NCBનું સફળ ઓપરેશન

Read Full Story arrow_forward
Navsari News: રિંગરોડ પર હત્યા કરનાર ચાર આરોપીઓની ધરપકડ
calendar_today May 16, 2026

Navsari News: રિંગરોડ પર હત્યા કરનાર ચાર આરોપીઓની ધરપકડ

દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં સરાજાહેર થયેલી એક સનસનાટીભરી હત્યાના કેસમાં નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગણતરીના કલાકોમાં મોટી સફળતા મેળવી છે. શહેરના રિંગરોડ વિસ્તારમાં એક યુવકની ઘાતકી હત્યા કરીને ફરાર થઈ ગયેલા ચાર રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલા લુખ્ખા તત્વો પાડોશી શહેર સુરતના કુખ્યાત ગુનેગારો હોવાનું સામે આવ્યું છે.રૂપિયાની લેતીદેતીમાં ખેલાયો લોહિયાળ ખેલ પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારીના રિંગરોડ જેવા ધમધમતા વિસ્તારમાં થોડા સમય પહેલા રૂપિયાની આર્થિક લેતીદેતીના મામલે ભારે વિવાદ સર્જાયો હતો. આ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ચાર હુમલાખોરોએ એક યુવક પર ચપ્પુ વડે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. સરાજાહેર લોહિયાળ ખેલ ખેલ્યા બાદ આ ચારેય હત્યારાઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા, જ્યારે ગંભીર ઈજાઓના કારણે ભોગ બનનાર યુવકનું મોત નીપજ્યું હતું. નવસારી LCB ની ટીમે બુલેટ ગતિએ ઓપરેશન પાર પાડ્યું નવસારી જેવા શાંત શહેરમાં ધોળા દિવસે થયેલી આ ગેંગસ્ટર સ્ટાઈલ હત્યાને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા હતા, જેથી નવસારી LCB ની ટીમે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કને એક્ટિવ કર્યું હતું. સચોટ લોકેશન મળતાની સાથે જ પોલીસે ફિલ્મી ઢબે દરોડો પાડીને ચારેય આરોપીઓને દબોચી લીધા હતા. સુરતના કુખ્યાત 'જમરૂખ' અને 'ટીપુ' ની સંડોવણી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે પકડાયેલા ચારેય ઇસમો સામાન્ય ગુનેગારો નથી, પરંતુ સુરત શહેરમાં તેમની ભારે ગુનાહિત હિસ્ટ્રી છે અને તેઓ ત્યાં કુખ્યાત છે. આ હત્યાકાંડના મુખ્ય સૂત્રધારોમાં સુરતના નામી ગુનેગાર 'જમરૂખ' અને 'ટીપુ' સામેલ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. સુરતમાં ધાક જમાવ્યા બાદ તેઓ નવસારીમાં આ મર્ડરના ગુનાને અંજામ આપવા આવ્યા હતા. નવસારી પોલીસે ચારેય આરોપીઓની વિધિવત ધરપકડ કરી લીધી છે. આ હત્યામાં વપરાયેલા હથિયારો કબજે કરવા અને આ ગુનામાં અન્ય કોઈ સ્થાનિક શખ્સોએ મદદગારી કરી હતી કે કેમ તે દિશામાં પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ સહિત આગળની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો - Navsari News: ડિસ્ટ્રિક્ટ કોર્ટ સામે ACBની સફળ ડીકોય, સ્ટેમ્પ પેપર પર વધુ રૂપિયા વસૂલતું દંપતી ઝડપાયું

Read Full Story arrow_forward
NTAમાં મોટા વહીવટી ફેરબદલ, અનુજા બાપટ અને રૂચિતા વિજની જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ
calendar_today May 16, 2026

NTAમાં મોટા વહીવટી ફેરબદલ, અનુજા બાપટ અને રૂચિતા વિજની જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઈ

NEET પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)માં ચાર મોટા અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી છે. તેમાં બે સંયુક્ત સચિવ અને બે સંયુક્ત નિર્દેશકનો સમાવેશ થાય છે. આ નિમણૂકોને કાર્મિક અને તાલીમ વિભાગ (DOPT) દ્વારા કેબિનેટની નિમણૂક સમિતિની મંજૂરી બાદ અમલમાં મૂકવામાં આવી છે. 5 વર્ષ માટે નિમણૂક કરવામાં આવી NTA દેશની મોટી પ્રવેશ પરીક્ષાઓ જેવી કે NEET અને JEEનું આયોજન કરતી સરકારી સંસ્થા છે, જે ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ કાર્ય કરે છે. સંયુક્ત સચિવ તરીકે અનુજા બાપટ અને રુચિતા વિજની નિમણૂક કરવામાં આવી છે. અનુજા બાપટ 1998 બેચની ભારતીય આંકડાશાસ્ત્ર સેવા (ISS)ની અધિકારી છે, જ્યારે રૂચિતા વિજ 2004 બેચની IRS (C&IT) અધિકારી છે. બંનેને પાંચ વર્ષ માટે નિમણૂંક આપવામાં આવી છે. કોને લીધો આ નિર્ણય? સંયુક્ત નિર્દેશક તરીકે આકાશ જૈન અને આદિત્ય રાજેન્દ્ર ભોજગઢિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે. આકાશ જૈન IRS (IT)ના 2013 બેચના અધિકારી છે અને તેમનો કાર્યકાળ 4 ડિસેમ્બર 2029 સુધી રહેશે. આદિત્ય ભોજગઢિયા IA&ASના 2013 બેચના અધિકારી છે અને તેમનો કાર્યકાળ 16 મે 2028 સુધી રહેશે. આ નિર્ણય અપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટ (ACC) દ્વારા લેવામાં આવ્યો છે. નિમણૂકનો આદેશ DOPT દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તેની નકલ ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત અન્ય મહત્વપૂર્ણ વિભાગોને મોકલવામાં આવી છે. આ પણ વાંચો : Business News : સોના બાદ હવે ચાંદી પર સરકારનો મોટો નિર્ણય, ઈમ્પોર્ટ પર લગાવ્યા આ પ્રતિબંધ

Read Full Story arrow_forward