android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated: નાના ચિલોડા પાસે ચાલુ ટ્રકના કન્ટેનરમાં ભીષણ આગ
calendar_today May 16, 2026

Gujarat Latest News Updated: નાના ચિલોડા પાસે ચાલુ ટ્રકના કન્ટેનરમાં ભીષણ આગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: નાના ચિલોડા પાસે ચાલુ ટ્રકના કન્ટેનરમાં ભીષણ આગ
calendar_today May 16, 2026

Gujarat Latest News Live: નાના ચિલોડા પાસે ચાલુ ટ્રકના કન્ટેનરમાં ભીષણ આગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 16 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
વાંચો 17 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે
calendar_today May 16, 2026

વાંચો 17 મેના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે

17 મે, 2026ની મહત્વની મોટી ઘટનાઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રૂ. 620 કરોડના વિકાસ કાર્યોની ભેટ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે ગાંધીનગર અને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સુપર-પાવર શેડ્યૂલ સાથે પ્રસ્તાવિત કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ના આશરે રૂપિયા 620 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. અમિત શાહનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ: સવારે 11:15 વાગ્યે: અમદાવાદ (નિરમા યુનિવર્સિટી પાછળ) ખાતે 'મિલીયન માઇન્ડ ટેક પાર્ક ફેઝ-1' નું ઉદ્ઘાટન અને ગણેશ રીઅલ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટનો શુભારંભ. બપોરે 12:30 વાગ્યે: NID (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન), ઇન્ફોસિટી, ગાંધીનગર ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ. બપોરે 02:05 વાગ્યે: ચ-0 કોર્નર, ઇન્ફોસિટી પાસે GMC દ્વારા નિર્મિત આધુનિક બગીચાનું લોકાર્પણ. બપોરે 02:30 વાગ્યે: મધુર ડેરી (યુનિટ-2, દશેલા, ચિલોડા હાઇવે) ના નવનિર્મિત ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ અને જનસભા. બપોરે 03:45 વાગ્યે: પેથાપુર ખાતે નવનિર્મિત પાણીની ટાંકી અને નર્મદા જળ વિતરણ વ્યવસ્થા દેશને સમર્પિત કરશે. બપોરે 04:05 વાગ્યે: કોલવડા ખાતે રૂ. 16.11 કરોડના આધુનિક STP (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) નું નિરીક્ષણ અને વૃક્ષારોપણ. બપોરે 04:20 વાગ્યે: સેક્ટર-25 (સહકાર કોલોની) માં નવા યોગ સ્ટુડિયો અને પુસ્તકાલયનું ઉદ્ઘાટન. બપોરે 04:35 વાગ્યે: સેક્ટર-22 શોપિંગ સેન્ટર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ. બપોરે 04:50 વાગ્યે: સેક્ટર-17 ટાઉનહોલ ખાતે મુખ્ય કાર્યક્રમ, જ્યાં રૂ. 620 કરોડના કામોનું સામૂહિક લોકાર્પણ-ખાતમુહૂર્ત અને સાંજે 03:30 વાગ્યા આસપાસ GMC માં મહત્વની સભા યોજાશે. દેશભરમાં આજથી ડિજિટલ વસ્તી ગણતરી (Self-Enumeration) નો પ્રારંભ 17 મેથી દેશભરમાં વસ્તી ગણતરી માટે 'સેલ્ફ એન્યુમરેશન' પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આ અંતર્ગત દેશના નાગરિકો પોતે જ મોબાઈલ એપ અથવા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી પોતાના પરિવારની માહિતી ડિજિટલી ફીડ કરી શકશે. ગ્રામીણ વિસ્તારોમાં પડકાર? સિક્કાની બીજી બાજુ એ છે કે, દેશના અંતરિયાળ ગામડાઓમાં આ ડિજિટલ પ્રક્રિયા કેટલી સફળ રહેશે તે એક મોટો પ્રશ્ન છે. ગ્રામીણ વિસ્તારોમાં સ્લો ઇન્ટરનેટ, OTP નેટવર્ક ઇશ્યૂ અને ડિજિટલ સાક્ષરતાના અભાવે આ સુવિધા સામાન્ય લોકો માટે કેવી રીતે સરળ બનશે તે જોવું રહ્યું. પવિત્ર પુરુષોત્તમ (અધિક) માસનો પ્રારંભ: શામળાજીમાં ભક્તિનો માહોલ ભગવાન વિષ્ણુને અતિપ્રિય એવો પવિત્ર અધિક જેઠ માસ (પુરુષોત્તમ માસ) 17 મેથી શરૂ થઈ રહ્યો છે, જે 15 જૂન સુધી ચાલશે. હિન્દુ ધર્મમાં આ મહિનાનું આધ્યાત્મિક મહત્વ ઘણું વધારે છે. આ નિમિત્તે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિરમાં ભગવાન શામળિયાના દર્શનનું અનોખું મહાત્મ્ય રહેશે. ભગવાનને આખો મહિનો અનોખા શણગાર કરવામાં આવશે. ભુજ: ઐતિહાસિક હમીરસર તળાવને સ્વચ્છ બનાવવા જનઅભિયાન ચોમાસાના આગમન પૂર્વે કચ્છના ભુજની શાન સમાન ઐતિહાસિક હમીરસર તળાવને સાફ અને સુંદર બનાવવાની કવાયત 17 મેના રોજ હાથ ધરાશે. વિવિધ સેવાકીય સંસ્થાઓ, સામાજિક કાર્યકરો અને સ્થાનિક લોકો સાથે મળીને તળાવમાં મોટું સફાઈ અભિયાન ચલાવશે, જેથી વરસાદી પાણીનો સંગ્રહ સ્વચ્છ રીતે થઈ શકે. સુરત: ઓલપાડમાં હળપતિ સમાજ 'યુવા એકતા કપ' નો ગ્રાન્ડ ફિનાલે સુરતના ઓલપાડ તાલુકામાં 'સમર્થ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા આયોજિત ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટ "હળપતિ સમાજ યુવા એકતા કપ" ની સેમીફાઇનલ અને ફાઇનલ મેચ 17 મેના રોજ રમાશે. આ ટૂર્નામેન્ટમાં 96 ટીમોના 1500 થી વધુ યુવાનોએ ભાગ લીધો છે. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, સાંસદ મુકેશ દલાલ અને સ્થાનિક ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધારશે. આ પણ વાંચો - Gujarat Latest News Live: નેધરલેન્ડ્સમાં સીઈઓ રાઉન્ડ ટેબલમાં PM મોદીએ આપ્યું નિવેદન

Read Full Story arrow_forward