પોલીસ ચોકીની સામે જ રિક્ષા ચાલકનો ઈ બસના ડ્રાઈવર પર છરીથી હુમલો
ભાવનગર શહેરમાં ઈ બસ આડે ઉભેલી રિક્ષાને સાઈડમાં લેવાનુ કહેતા રિક્ષા ચાલક સહિત બે શખસોએ બસના ડ્રાઈવરને મારમારીને છરી વડે હુમલો કરીને બસનો કાચ ફોડી નાખીને 60થી 70 હજારનુ નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે. શહેરના ઘોઘા ગેટ પોલીસ સ્ટેશનની સામે જ રિક્ષા ચાલકે છરી કાઢીને હુમલો કરવાની હિંમત કરતા ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કેટલા કથળી ગયા છે તેની નગરજનોમાં ચર્ચા જાગી છે. પોલીસની નાક લીટી સામે જ અને એ પણ બજારની ચોકમાં હુમલો કરવાની ઘટનાથી પોલીસના ડરની લીલામી થઈ છે.બસની સુવિધા ચાલુ થઈ ત્યાથી તગડા ભાડા લૂંટતા રિક્ષા ચાલકો ખફા થયા છે.કોઈને કોઈ રીતે બસ સુવિધા ખોરવવા પેરવી ચાલી રહી છે, ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરીને રોડ ઉપર જ રિક્ષાઓ ઉભી રહેવા છતા પોલીસ કે કોર્પોરેશન પગલા ભરતુ નથી, આખરે હુમલા સુધીની ઘટના બનતા હવે તંત્ર દોડતુ થયુ છે. બસના ડ્રાઈવર ઉપર હુમલો થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બસના ડ્રાઈવરોએ વિજળિક હડતાળ પાડી દીધી હતી,બાદમાં મામલો થાળે પડયો હતો. સાંજે બે શખસો સામે ફરિયાદ નોંધાતા પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી.ઘોઘા તાલુકાના મોરચંદ ગામે રહેતા અને ઈ બસના ડ્રાઈવિંગ કરતા કુલદિપસિંહ ભચુભા ગોહિલએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સવારના 06/25 વાગ્યે અધેવાડા ડેપોથી પી.એમ. ઈ-બસ રજીસ્ટ્રેશન નં.GJ-04 -AX-2573 ની લઈને પેસેન્જર ભરીને ગંગાજળીયા તળાવમાં જવા નીકળ્યા હતા અને આશરે કલાક 07/30 વાગ્યે રૂપમ ચોક બિઝનેસ સેન્ટર સામે પહોંચતા રોડ વચ્ચે એક રીક્ષા ઉભી હતી, જેથી તેણે બસનો હોર્ન મારીને રીક્ષા સાઇડમાં લેવા ચાલકને કહ્યુ હતુ. તો રિક્ષા ચાલકે તારી બસ થોડીવાર ઉભી રાખ તેમ કહ્યુ હતુ. બસ ઉભી રાખવા છતા રિક્ષા સાઈડ લીધી ન હતી. જેથી ફરીવખત બસ ડ્રાઈવરે તેને રીક્ષા સાઈડમાં લેવાનું કહેતા રિક્ષા નં.GJ-23-W-9600ના ચાલક જેમ ફવે તેમ ગાળો દેધી હતી. જેથી બસ ડ્રાઈવર કુલદિપસિંહ બસમાંથી નીચે ઉતરીને ગાળો દેવાની ના પાડતા રિક્ષા ચાલક એકદમ ઉશ્કરેવાઈ જઈ ઝપાઝપી કરી હતી. વધુમાં રિક્ષામાંથી છરી કાઢીને બસના ચાલકને મારવા જતા તેણે ડાબો હાથ આડો રાખતા ટચલી આંગળીએ છરી વાગી હતી. દરમિયાનમાં રીક્ષામાંથી લોખંડનો પાઈપ કાઢતા બસ ચાલક ત્યાથી ભાગવા જતા વાસામાં પાઈપના બે ઘા મારી દિધા હતા,તેવામાં બાજુમાંથી બીજો કોઇક અજાણ્યો વ્યકિત આવ્યો હતો અને બસના ચાલકનો કોલર પકડી રાખીને રિક્ષા ચાલકે જવા દેવાનુ કહ્યુ હતુ. વધુમાં રીક્ષાના ચાલકે સિમેન્ટના બ્લોકના ટુકડાના ઘા કરી આગળના પેસેન્જર ઉતરવાના દરવાજાના તથા દરવાજાની બાજુનો વિન્ડો કાચ પણ ફેડી નાખ્યો હતો અને રીક્ષા ચાલકે બસના ડ્રાઈવરને ગાળો આપી ધમકી આપી હતી કે મારૂ નામ લેવું નહી નહીતર જીવતો નહી રહેવા દવ, ત્યારબાદ રીક્ષા મુકીને તે બંને શખસો ત્યાથી ભાગી ગયા હતા. બસના ડ્રાઈવરને સર ટી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ત્યાર બાદ તેઓએ ગંગાજળીયા પો.સ્ટેશનમાં ફ્રીયાદ નોંધાવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward