android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પાદરા સંતરામ મંદિર ખાતે ભજન-સ્નેહમિલન સંમેલન-ભજન સત્સંગ
calendar_today May 16, 2026

પાદરા સંતરામ મંદિર ખાતે ભજન-સ્નેહમિલન સંમેલન-ભજન સત્સંગ

પાદરા નગર ખાતે વૈશાખ વદ ચૌદસ નિમિત્તે પ.પૂ. લક્ષ્મણદાસ મહારાજની 156મી નિર્વાહન તિથિ પ્રસંગે શ્રી સંતરામ મંદિર પરિસરમાં ભવ્ય ધાર્મિક અને ભજનમય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમા નગરના વિવિધ મહિલા ભજન મંડળો અને સખી મંડળોના સહભાગથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠયું હતું.કાર્યક્રમ અંતર્ગત પાદરા નગરના વિવિધ સખી મંડળોનું સ્નેહમિલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ધાર્મિક માહોલને ઉજાગર કર્યો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રીતિ ભોજન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ મહિલા ભજન મંડળો દ્વારા ભજન સંધ્યાનું સુંદર આયોજન કરાયું હતું.ભક્તિમય ભજનોના સ્વરે ઉપસ્થિત ભક્તજનો ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. આ પ્રસંગે અંદાજે 40 જેટલા મહિલા ભજન મંડળોની આશરે 1000 જેટલી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ ભજન મંડળો દ્વારા રજૂ કરાયેલા ભજનોને ઉપસ્થિત ભક્તોએ ભાવભેર માણ્યા હતા.કાર્યક્રમમાં બહેનોને સાડી વિતરણ પણ કરાયું હતું. પ્રસંગે શ્રી સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજે આશીર્વચન પાઠવી સૌને ધર્મ અને ભક્તિના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, માજી પ્રમુખ પરેશ ગાંધી, સભ્ય સંતોષ પટેલ, બ્રિજેશ પટેલ તેમજ નગરના તમામ કોર્પોરેટરો અને વડીલોએ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફ્ળ બનાવ્યો હતો. અંતમાં સંતરામ મંદિર ટ્રસ્ટ તથા આયોજન સમિતિ દ્વારા ઉપસ્થિત તમામ ભક્તો અને બહેનોનો આભાર વ્યક્ત કરાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નસવાડીમાં તેરા તુજ કો અર્પણ અંતર્ગત 9 મોબાઇલ શોધીને મૂળ માલિકોને પરત કરાયા
calendar_today May 16, 2026

નસવાડીમાં તેરા તુજ કો અર્પણ અંતર્ગત 9 મોબાઇલ શોધીને મૂળ માલિકોને પરત કરાયા

નસવાડી : નસવાડી પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરતા CEIR પોર્ટલની મદદથી ખોવાયેલા અને ગુમ થયેલા કુલ 9 મોબાઈલ ફેન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત આપ્યાં હતા. પરત અપાયેલા મોબાઈલની કુલ કિં.રૂા. 1,46,497 અંકાઇ છે. તેરા તુજકો અર્પણ કામગીરી અંતર્ગત નસવાડી પોલીસે ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરી ટૂંકા સમયમાં ભોગબનનારના મોબાઈલ ટ્રેસ કરી અરજદારોને પરત સોંપ્યા હતા. મોબાઈલ પરત મળતા અરજદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. પોલીસ પ્રજાનો મિત્ર છે તેમ સાબિત થયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
નાની રાસલી ગામે બીજા દિવસે પણ માદા દીપડી પાંજરે પુરાઇ
calendar_today May 16, 2026

નાની રાસલી ગામે બીજા દિવસે પણ માદા દીપડી પાંજરે પુરાઇ

પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ખાતેથી સતત બીજા દિવસે બીજી માદા દીપડી પાંજરે પુરાઈ છે. જેને લઈને લોકોએ રાહતનો દમ લીધો છે.નાની રાસલી, ભેસાવહી, રતનપુર ગામમાં 15 દિવસમાં 3 જગ્યાએ દીપડાએ હુમલો કર્યાની ઘટનાઓ સામે આવી હતી.જેને લઈને વન વિભાગ દ્વારા માનવભક્ષી બનેલ દીપડાને પકડવા પ્રયત્ન કરી રહ્યું છે. ત્યારે ગુરુવારે નાની રાસલી ખાતેથી દોઢ વર્ષની માદા દીપડી કૂવામાં ખાબકતા તેને રેસ્ક્યુ કરીને જબુગામ ખસેડી હતી. પરંતુ ગ્રામજનોએ અન્ય દીપડો પણ હોવાનું રજૂઆત કરતા પાવી જેતપુર. વનવિભાગે સાંજના અરસામાં રમેશ દેસિંગ રાઠવાના ખેતરમાં બકરાના મારણ સાથે પીંજરું મૂક્યું હતું. ત્યારે રાત્રિના લગભગ 8.30 વાગ્યાં અરસામાં ખોરાકની શોધમાં ફ્રતી અઢી વર્ષની દીપડી પિંજરામાં પહોંચી હતી.અને બકરાને લઈ ભાગવા જતા પીંજરું બંધ થઈ જતાં દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી. જેને વનવિભાગે જબુગામ ક્વિક રિસ્પોન્સ સેન્ટર ખસેડીને પ્રાથમિક સારવાર આપી જાંબુઘોડા રેસ્ક્યુ સેન્ટર ખસેડવાની તજવીજ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward