ડભોઇની શેઠશેરી વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા
ડભોઈ હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ઉનાળાની આ સિઝનમાં લોકોને પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. આવી પરિસ્થિતિ વચ્ચે પણ ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં આવેલી જૈન વાઘા શેઠ શેરીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના બહેરા કાને અથડાઈને પાછી આવી રહી છે. જેને પગલે લોકોમાં નગરપાલિકાના સત્તાધીશો સામે ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.સ્થાનિકેનો આક્ષેપ છે કે, ડભોઇ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં પીવીસી (PVC)ની નવી પાઇપલાઇન તો નાખી છે.પરંતુ તે માત્ર ટેન્ડર પાસ કરાવીને સંતોષ માનવા પૂરતું જ કામ થયું હોય તેવું લાગી રહ્યું છે. નવી લાઇન નાખ્યા પછી પણ પાણીની સમસ્યાનો કોઈ કાયમી નિકાલ આવ્યો નથી. પાણી એટલા ધીમા ફેર્સથી આવે છે કે,લોકો પૂરતું પાણી ભરી પણ શકતા નથી. એક અઠવાડિયાથી સતત રજૂઆતો છતાં પરિણામ શૂન્ય છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકા કચેરીના ધક્કા ખાવામાં આવી રહ્યા છે. સત્તાધીશોને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કે સકારાત્મક પગલાં લેવાયા નથી. ભરઉનાળે પીવાના પાણી માટે વલખાં મારતા નાગરિકોની વાત સાંભળવા પણ કોઈ તૈયાર નથી. જો વહેલી તકે પાણીનો પ્રશ્ન ઉકેલાશે નહીં, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward