કડદા ગામે નર્મદા નદીમાં નાવડીમાંથી રૂપિયા 4.63 લાખનો દારૂ ઝડપાયો
છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદે દારૂની હેરાફેરી સામે નસવાડી પોલીસે ફ્રી એકવાર કડક કાર્યવાહી કરીને મોટી સફ્ળતા મેળવી છે. નર્મદા નદીમાં નાવડી મારફ્તે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ સપ્લાય થતો હોવાની ચોક્કસ બાતમીને આધારે પોલીસે દરોડો પાડી કુલ રૂા.4,63,492નો મુદ્દામાલ ઝડપ્યો છે.નસવાડી પો. સ્ટે.ના PI આઈ.એમ. ઝાલાના નેતૃત્વમાં પોલીસ સ્ટાફ્ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમી મળી હતી કે, કવાંટના હાફેશ્વરના ઉત્લદરા ફ્ળિયામાં રહેતો મંગલીયા જંગલીયાભીલ નાવડી મારફ્તે મોટી માત્રામાં ઇંગ્લીશ દારૂ લઈને આવી રહ્યો છે. કડદા ગામે નર્મદા કિનારે માલ ઉતારવાનો છે. જેને આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા નદી કાંઠેથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો.પોલીસે મુદ્દામાલમાં રીજેન્ટસ બોલ્ટ સુપર સ્ટ્રોંગ બિયર 288 ટીન,મેજિક મોમેન્ટ પ્રીમિયમ ઓરેન્જ વોડકા - 192 બોટલ,મેકડોવલ્સ નં.1 રિઝર્વ વ્હિસ્કી - 672 બોટલ, લંડન પ્રાઈડ ઓરેન્જ વોડકા - 700 બોટલ, મેજિક મોમેન્ટ્સ રેમિક્સ વોડકા - 60 બોટલ, સુપર હિંમત સંતરા કન્ટ્રી સ્પિરિટ -50 બોટલ સહિત કુલ 1962 બોટલ્સનો જથ્થો કબજે કરાયો હતો, જેની કિં. રૂા.3,93,492 થાય છે. ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી રૂા.70,000 કિંમતની નાવડી પણ પોલીસે જપ્ત કરી હતી. આ સમગ્ર કાંડમાં સંડોવાયેલ મુખ્ય આરોપી મંગલીયા જંગલીયા ભીલ હાલ ફ્રાર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward