android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
શનિદેવ મંદિરે શનિ જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી
calendar_today May 16, 2026

શનિદેવ મંદિરે શનિ જયંતીની ભક્તિભાવ સાથે ઉજવણી

કાલોલ તાલુકાના ડેરોલ ગામ ખાતે આવેલ શનિદેવ મંદિરમાં શનિ જયંતિના પાવન અવસરે ભવ્ય અને આકર્ષક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર મંદિરને રંગબેરંગી ફુલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું, જેના કારણે મંદિર પરિસર ભક્તિમય અને આનંદમય વાતાવરણથી ગુંજી ઉઠયું હતું.શનિ જયંતિના દિવસે વહેલી સવારે જ ભક્તો મોટી સંખ્યામાં મંદિરે પહોંચી ભગવાન શનિદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.મંદિર ખાતે વિશેષ પૂજન, આરતી અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં દિવસભર ભક્તોની અવરજવર રહી હતી અને શનિદેવના જયકાર સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. ડેરોલ ગામનું શનિદેવ મંદિર આ પ્રસંગે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.આ ઉજવણીમાં ગામના આગેવાનો અને ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શનિ જયંતિનો પાવન ઉત્સવ શ્રાદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
800 મીટર દૂરથી CO2નો ઉડીને આવેલો બોટલ ફેબ્રિકેશનનું કામ કરી રહેલા યુવાનને વાગતા મોત
calendar_today May 16, 2026

800 મીટર દૂરથી CO2નો ઉડીને આવેલો બોટલ ફેબ્રિકેશનનું કામ કરી રહેલા યુવાનને વાગતા મોત

શહેરના લક્ષ્મીપુરાની શ્રીકુંજ સોસાયટીમાં શનિવારે બપોરે ટેરેસ ગાર્ડનની જાળી માટેનુ ફેબ્રીકેશન કામ કરતા શ્રામજીવીયુવાનને 800 મીટર દૂરથી ઉડીને આવેલા કાર્બન ડાયોકસાઇડના ગેસનો બોટલ વાગતા તેનુ મોત નિપજયુ હતુ. જયારે સાથી કામદારનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.મુળ ઉત્તર પ્રદેશના રહેવાસી મુકેશ રામસ્વરૂપ ગીરી (ઉ.વ.39) અને ધર્મેન્દ્ર ગીરી (ઉ.વ.32) અત્રેના ગોરવા-પંચવટી ગોરવા વિસ્તારના ન્યુ ઇંદિરા નગરમાં રહે છે. તેઓ લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી શ્રીકુંજ સોસાયટીમાં રાજેનભાઇ મહેશ્વરની મકાનની ટેરેસ ગાર્ડનની જાળી બનાવવા માટે ફેબ્રીકેશનનુ કામ કરતા હતા. જયારે ત્યાંથી 800 મીટર દુર કેન્ટેનર પાર્ક આવેલુ છે.જયાં ફાઉન્ડેન સોડા શોપ આવેલી છે. આ શોપ કેટલાય સમયથી બંધ હતી. આ શોપ સાફ કરવા માટે દુકાનના માલિક શનિવારે આવ્યો હતો. તેને દુકાનમાનો સામાન બહાર કાઢીને ખુલ્લામાં મુકયો હતો.જેમાં કાર્બન ડાયોકસાઇડના ગેસ બોટલનો પણ સમાવેશ થાય છે. આજે 41 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતુ. જેમાં કાર્બન ડાયકસાઇડનો બોટલ તપ્યો હતો. જે ફાટતા 800 મીટર જેટલુ અંતર કાપીને જાળીના ફેબ્રીકેશનનુ કામ કરતા મુકેશને ગળાના ભાગે વાગ્યો હતો. જયારે તેની સાથે કામ કરતા ધર્મેન્દ્રગીરીને નજીવી ઇજા પહોંચી હતી. મુકેશને મકાન માલિકે તાત્કાલીક 108 બોલાવીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયાં મુકેશ ગીરીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 800 મીટર સુધીને ગેસનો બોટલ ઉછળીને આવ્યો અને દિવાલ તોડીને વાગ્યો તે ઘટના વિચિત્ર લાગે છે. પરંતુ હાલની પોલીસની પ્રાથમિક તપાસમાં ઉપરોકત વિગત પ્રકાશમાં આવી હોવાનુ એસીપી સી.બી.સોલંકીએ ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યુહતુ. આ અંગે ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ લેવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
જબુગામના પ્રજાપતિ સમાજની રોજગારી પર સંકટ આવતા આવેદન
calendar_today May 16, 2026

જબુગામના પ્રજાપતિ સમાજની રોજગારી પર સંકટ આવતા આવેદન

બોડેલીના જબુગામ તળાવમાંથી માટી ખોદકામ મુદ્દે વિવાદ સર્જાયો છે. પ્રજાપતિ સમાજ 40 પરિવારોની રોજગારી છીનવાઇ જવાનો ભય જણાતા પ્રજાપતિ સમાજ અને ગ્રામજનોએ પ્રાંત કચેરીએ આવેદન આપ્યું હતું. ન્યાય ન મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પ્રજાપતિ સમાજના યુવાનોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.આ તળાવનુ ખોદકામ સુજલમ સુફ્લામ યોજના હેઠળ થતુ હોવાની ચર્ચા ટોક ઓફ્ ધ ટાઉન બની હતી.જબુગામ ખાતે તળાવ ખોદકામને મુદ્દે સ્થાનિક રાજકારણ અને સામાજિક વાતાવરણ ગરમાયું છે. તળાવમાં મોટા પાયે માટી ખોદકામના વિરોધમાં આજે પ્રજાપતિ સમાજના અગ્રણી અને મોટી સંખ્યામાં ગ્રામજનો રસ્તા પર ઉતર્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ બોડેલી SDM, સ્થાનિક પોલીસ અને મામલતદાર કચેરી ખાતે લેખિત આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. પ્રજાપતિ સમાજના 40 પરિવારની રોજીરોટી પર મોટું સંકટ ઝળુંબતા પ્રજાપતિ સમાજના આગેવાનોએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ તળાવ સાથે તેમની પેઢીઓની રોજીરોટી જોડાયેલી છે. સમાજ વર્ષોથી અ તળાવની માટીનો ઉપયોગ કરીને માટલા,કોડિયા અને માટીના અન્ય વાસણો બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે.આ પરંપરાગત વ્યવસાય માટે કાયદેસરના જરૂરી દસ્તાવેજો પણ સમાજ પાસે ઉપલબ્ધ છે. હાલમાં થઈ રહેલા અંધાધૂંધ ખોદકામને કારણે તેમનો આ વર્ષો જુના વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામે તેવી ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward