3 એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત : કારનો કચ્ચરઘાણ, ચાલકનો બચાવ
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ માનસી હોન્ડા પાસે ત્રણ એસ.ટી બસ અને એક કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જો કે, તેના ચાલકને સામાન્ય ઈજા થઈ હતી.અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ માનસી હોન્ડા પાસે અકસ્માત સર્જાયો હતો. ત્રણ એસટી બસ અને એક ફેરવ્હીલ કાર વચ્ચે અથડામણ થતાં ઘટનાસ્થળે અફ્રાતફ્રીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં ફેરવ્હીલ વાહનના ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત બાદ થોડા સમય માટે માર્ગ પર ટ્રાફ્કિ જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. સ્થાનિક લોકોઅને પોલીસ તંત્રની મદદથી ટ્રાફ્કિ વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward